Horoscope Today: દૈનિક રાશિફળ, ધન 03 ઓગસ્ટ: આજે ધંધામાં કોઈ મોટો ઓર્ડર મળવાની છે શક્યતાઓ, પ્રેમીઓ રહે સાવચેત

Aaj nu Rashifal: પ્રેમ સંબંધના મામલામાં સાવચેત રહેવું. કેટલીક ગુપ્ત બાબતો બહાર આવી શકે છે. ઘરમાં શાંતિ અને પ્રસન્નતા રહેશે.

Horoscope Today: દૈનિક રાશિફળ, ધન 03 ઓગસ્ટ: આજે ધંધામાં કોઈ મોટો ઓર્ડર મળવાની છે શક્યતાઓ, પ્રેમીઓ રહે સાવચેત
Horoscope Today Sagittarius
| Edited By: | Updated on: Aug 03, 2021 | 7:03 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

 

ધન: આજે તમે તમારા બાળકની કોઈપણ સિદ્ધિ પર ગર્વ અનુભવશો. આજે ખર્ચ વધુ જણાશે પરંતુ આ ખર્ચ સારી જગ્યાએ થવાથી ભવિષ્યમાં ઘણો ફાયદો કરાવશે. કોઈ પણ સામાજિક સંસ્થા સાથે જોડાયને મદદ કરી શકશો. જેથી મન પ્રફુલ્લિત રહે.
નજીકના વ્યક્તિના માઠા સમાચાર સાંભળીને દુખની લાગણી થાય, ટૂંકા સમય માટે કોઈ વાતને લઈને તમારો આત્મવિશ્વાસ ડગમગી શકે. પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે કોઈ પણ પ્રકાનું જોખમ ન લો

બિઝનેસમાં આજે વધારાની આવકની સ્થિતિ થઈ શકે છે. થોડા સમયથી આવી રહેલા અવરોધો પણ મોટા પ્રમાણમાં દૂર થઈ જશે. સરકારી કર્મચારીઓ તેમની ઇચ્છિત જગ્યાએ કોઈપણ ટ્રાન્સફર સંબંધિત માહિતી મેળવી શકે છે. જેમાં બઢતી પણ શક્ય છે.

લવ ફોકસ- પ્રેમ સંબંધના મામલામાં સાવચેત રહેવું. કેટલીક ગુપ્ત બાબતો બહાર આવી શકે છે. ઘરમાં શાંતિ અને પ્રસન્નતા રહેશે.

સાવચેતીઓ- વર્તમાન વાતાવરણને લીધે મનમાં કેટલીક નકારાત્મકતા પ્રભુત્વ મેળવી શકે છે. પરંતુ તબિયત બરાબર રહેશે.

લકી રંગ – લીલો
લકી અક્ષર – N
ફ્રેંડલી નંબર – 2