Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 17 ઓક્ટોબર : વ્યવસાય સંબંધિત પ્રવૃત્તિઓમાં સાવચેતી જરૂરી, પરિવારમાં તમારૂ વર્ચસ્વ જળવાઈ રહેશે

|

Oct 17, 2021 | 6:51 AM

Aaj nu Rashifal: આસપાસના લોકો અને પરિવાર વચ્ચે સારા સંબંધો રહેશે.

Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 17 ઓક્ટોબર : વ્યવસાય સંબંધિત પ્રવૃત્તિઓમાં સાવચેતી જરૂરી, પરિવારમાં તમારૂ વર્ચસ્વ જળવાઈ રહેશે
Horoscope Today Pisces

Follow us on

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

મીન : કોઈ મોટો નિર્ણય લેતા પહેલા, તેના વિશે ગંભીરતાથી વિચારવુ જરૂરી છે. આ સમયે તમારી આર્થિક સ્થિતિનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. સંપત્તિ જેવી બાબતોમાં કેટલાક વિવાદો પણ ઉભા થઈ શકે છે. પરંતુ બાદમાં પરિસ્થિતિ સાનુકુળ રહેશે.

આસપાસના લોકો અને પરિવારમાં યોગ્ય વર્ચસ્વ જળવાઈ રહેશે. પરંતુ મિત્રના કારણે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો, પરંતુ તમારી સહનશક્તિ અને ધીરજતાથી તમે મુશ્કેલીનો સામનો કરશો.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

આ સમયે વ્યવસાય સંબંધિત પ્રવૃત્તિઓમાં ખૂબ વિચાર કર્યા બાદ નિર્ણય લેવાની જરૂર છે. આ સમય દરમિયાન નિયમિત આવકમાં થોડો ઘટાડો થશે. પરંતુ તમારી મહેનતથી તમે સંજોગોને અનુકૂળ બનાવી શકશો. આ સમયે ટેકનોલોજી સંબંધિત કાર્યમાં મોટી સફળતા મળવાની શક્યતા છે.

લવ ફોકસ- આસપાસના લોકો અને પરિવાર વચ્ચે સારા સંબંધો રહેશે. ઘરના વડીલોનો સ્નેહ અને આશીર્વાદથી ઘરનું વાતાવરણ શિસ્તબદ્ધ અને આનંદમય રહેશે.

સાવચેતી- માથાનો દુખાવો અને પેટ સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવી શકે છે.

લકી કલર-ગુલાબી
લકી અક્ષર –પ
ફ્રેંડલી નંબર – 4

Next Article