Horoscope Today: દૈનિક રાશિફળ, સિંહ 20 નવેમ્બર: નોકરી અને ધંધા માટે સમય ઘણો અનુકૂળ, દૈનિક આવકમાં વધારો થશે

Aaj nu Rashifal: પ્રદૂષણથી પોતાને બચાવો, માથાનો દુખાવો અને બ્લડ પ્રેશર વધવા જેવી સમસ્યાઓ થઈ શકે

Horoscope Today: દૈનિક રાશિફળ, સિંહ 20 નવેમ્બર: નોકરી અને ધંધા માટે સમય ઘણો અનુકૂળ, દૈનિક આવકમાં વધારો થશે
Horoscope Today Leo
| Edited By: | Updated on: Nov 20, 2021 | 6:27 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા ? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

સિંહ: આજે દિનચર્યા વ્યસ્ત રહેશે. તમે તમારા દરેક કામ પૂરા જોશ અને ઉત્સાહ સાથે પૂર્ણ કરશો. ઘરમાં નવી વસ્તુઓની ખરીદી પણ શક્ય છે. લોકો તમારી ક્ષમતા અને પ્રતિભાની પ્રશંસા કરશે. વિદ્યાર્થીઓ તેમના કોઈપણ પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં સફળ થશે.

કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે વિવાદ થઈ શકે છે, જેના કારણે સંબંધોમાં કડવાશ આવશે, સાથે જ તમે કોઈ મુશ્કેલીમાં પણ ફસાઈ શકો છો. તેથી ક્રોધ અને ઉતાવળ પર નિયંત્રણ રાખો. બીજાની અંગત બાબતોથી દૂર રહેવું સારું.

નોકરી અને ધંધા માટે સમય ઘણો અનુકૂળ છે. દૈનિક આવકમાં વધારો થશે અને આવકના નવા સ્ત્રોત પણ ખુલશે. નવી કાર્ય યોજના પણ બનશે. તેથી તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો. મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતા લોકોને મુશ્કેલ ટાર્ગેટ મળી શકે છે.

લવ ફોકસઃ- લાઈફ પાર્ટનર સાથે કેટલાક નાના-મોટા વિવાદ થઈ શકે છે જે સમયસર સમાપ્ત થઈ જશે. કોઈ બહારના વ્યક્તિને તમારા પરિવારમાં દખલ ન થવા દો.

સાવચેતીઓ- પ્રદૂષણથી પોતાને બચાવો, માથાનો દુખાવો અને બ્લડ પ્રેશર વધવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

લકી કલર- લાલ
લકી અક્ષર- R
ફ્રેંડલી નંબર – 4