Horoscope Today : દૈનિક રાશિફળ સિંહ 07 ઓગષ્ટ: કાર્યસ્થળ પર તમારો પ્રભાવ અને વર્ચસ્વ રહેશે, પતિ-પત્ની વચ્ચે પણ યોગ્ય સુમેળ રહેશે

Aaj nu Rashifal: આજે કોઈની પાસેથી પૈસા ઉધાર ન લેશો,કારણ કે તમારી પ્રતિષ્ઠાને ઠેસ પહોચી શકે છે.

Horoscope Today : દૈનિક રાશિફળ સિંહ 07 ઓગષ્ટ: કાર્યસ્થળ પર તમારો પ્રભાવ અને વર્ચસ્વ રહેશે, પતિ-પત્ની વચ્ચે પણ યોગ્ય સુમેળ રહેશે
Horoscope Today
| Edited By: | Updated on: Aug 07, 2021 | 6:29 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

સિંહ: નજીકના સંબંધીની સમસ્યાનું નિરાકરણ કરવામાં તમારો પૂરો સહયોગ રહેશે, જે તમને માનસિક શાંતિ આપશે. પરિવારના સભ્યો સાથે કોઈ શુભ કાર્ય સંબંધિત યોજનાઓ પણ બનાવી શકશો.

આજે કોઈની પાસેથી પૈસા ઉધાર ન લેશો,કારણ કે તમારી પ્રતિષ્ઠાને ઠેંસ પહોચી શકે છે. પોતાના સંતાન વિશે કોઈ પણ અણગમતી વાત જાણીને મન દુ:ખી થઈ જશે. પરંતુ પરિસ્થિતિને શાંતિપૂર્ણ રીતે હેન્ડલ કરી શકશો.

નોકરી ધંધાની જગ્યાઓ પર તમારો પ્રભાવ અને વર્ચસ્વ રહેશે. પરંતુ હમણાંથી સખત મહેનત કરવાની સ્થિતિ પણ રહેશે. તમારી પદ્ધતિમાં ફેરફાર લાવવા માટે ધ્યાન કરો અને આત્મ મંથન કરો. જેનાથી ચોક્કસ રસ્તાઓ મળી રહેશે. ઉપરાંત અજાણ્યા લોકો સાથે સંપર્કમાં ન આવો.

લવ ફોકસ- પતિ-પત્ની વચ્ચે યોગ્ય સુમેળ રહેશે. નજીકના મિત્ર સાથે વાતચીત કરવાથી મન પ્રસન્ન થશે.

સાવચેતીઓ- વધારે કામના ભારને કારણે બ્લડ પ્રેશરની સમસ્યા વધી શકે છે. તમારી નિયમિત તપાસ કરો અને તમારા આરામ માટે થોડો સમય કાઢો

શુભ રંગ – ગુલાબી
શુભ અક્ષર – સ
ફ્રેંડલી નંબર – 6