
Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં
સિંહ:આજે દિનચર્યામાંથી થોડી રાહત મળશે અને તમે અદભૂત આત્મવિશ્વાસ અનુભવશો. ઉપરાંત કુટુંબ અને નાણા સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પોઝિટિવ પરિણામ લાવશે.
નાણાં સંબંધિત બાબતોને લઈને થોડી ચિંતા થઈ શકે છે,પરંતુ ધીરજ રાખવી,કારણ કે દિવસ દરમિયાન પરિસ્થિતિ સાનુકુળ થશે. ઉપરાંત નજીકના સંબંધીઓ સાથે સંબંધો સારા રાખવા કારણ કે તેને કારણે પરિવારને પણ અસર થઈ શકે છે.
કાર્યસ્થળ અને નોકરીમાં તમારું માન-સન્માન જળવાઈ રહેશે. સાથીદારો અને કર્મચારીઓના સહકારને કારણે વ્યવસ્થા વધુ સારી જળવાઈ રહેશે.ઓફિસમાં કામનો બોજ વધી શકે છે.
લવ ફોકસ- પરિવાર સાથે ફંક્શનમાં જવાનો પ્રોગ્રામ થશે,જેને કારણે પરસ્પર પ્રેમ અને નિકટતા રહેશે
સાવચેતી- સાંધા અને ઘૂંટણના દુખાવાની સમસ્યા રહેશે,એના માટે આયુર્વેદિક સારવાર શ્રેષ્ઠ છે.
શુભ રંગ- લાલ
શુભ અક્ષર – સ
ફ્રેંડલી નંબર – 7