Horoscope Today: દૈનિક રાશિફળ, મકર 06 ઓગસ્ટ: વ્યવસાય માટે યોગ્ય સમય, મિલકત સંબધિત પ્રશ્નો ઉકેલાશે

Aaj nu Rashifal: જો વ્યવસાયમાં કાંઈ નવુ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો તેના માટે આ યોગ્ય સમય છે.

Horoscope Today: દૈનિક રાશિફળ, મકર 06 ઓગસ્ટ: વ્યવસાય માટે યોગ્ય સમય, મિલકત સંબધિત પ્રશ્નો ઉકેલાશે
Horoscope Today Capricorn
| Edited By: | Updated on: Aug 06, 2021 | 6:52 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

મકર:આજે કોઈ ખાસ કામને લગતી યોજનાઓ બનાવવા અને તેને અમલમાં મૂકવા માટે અનુકૂળ સમય છે. જો કોઈ પૂર્વજોની મિલકત સંબંધિત સમસ્યા હોય તો અનુભવી સભ્યના માર્ગદર્શન હેઠળ તેને ઉકેલવાનો પ્રયાસ કરો,જેનાથી સંબંધો જળવાઈ રહેશે.

શેર અને તેજી-મંદી જેવા જોખમી કાર્યોથી દુર રહેવુ. કોઈની પાસેથી વધારે અપેક્ષા ન રાખો અને તમારી ક્ષમતા પર વિશ્વાસ રાખો. લાગણીઓમાં આવીને કોઈ પર વધુ પડતો વિશ્વાસ કરવો યોગ્ય નથી.

જો વ્યવસાયમાં કાંઈ નવુ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો તેના માટે આ યોગ્ય સમય છે. પરંતુ બહારના વ્યક્તિ સાથે આ વિશે વાત કરતી વખતે ઘણી ધીરજ અને સંયમ જાળવવાની જરૂર છે. ઓફિસના કામ સંબધિત મુસાફરી આવી શકે છે.

લવ ફોકસ- ઘરમાં કોઈ સમસ્યાને લઈને પતિ-પત્ની વચ્ચે વિવાદ થઈ શકે છે.જેથી ધીરજ અને શાંતિ દ્વારા યોગ્ય ઉકેલ મળશે.

સાવચેતી- કામનો વધારે પડતો બોજ ન લેવો, કારણ કે વધુ પડતી મહેનતના કારણે તમારે સ્વાસ્થ્યની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

શુભ રંગ – નારંગી
શુભ અક્ષર – સ
ફ્રેંડલી નંબર – 7