Horoscope Today: દૈનિક રાશિફળ, મકર 05 ઓગસ્ટ: ધંધા-રોજગારની જગ્યાએ બધા નિર્ણયો લો જાતે, દિવસ સારો રહે

Aaj nu Rashifal: પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક અંતર આવશે. ક્રોધને કાબૂમાં રાખો. જીવનસાથીની ભાવનાઓને માન આપો.

Horoscope Today: દૈનિક રાશિફળ, મકર 05 ઓગસ્ટ: ધંધા-રોજગારની જગ્યાએ બધા નિર્ણયો લો જાતે, દિવસ સારો રહે
Capricorn Horoscope Today
| Edited By: | Updated on: Aug 05, 2021 | 6:49 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

મકર: આજે આપના મનપસંદ કાર્યો થવાથી આનંદ અનુભવો. આ સમયે તમે તમારી કામ-કાજમાં જે ફેરફારો કર્યા છે તે પણ પોઝિટિવ રહેશે. સંપત્તિ સંબંધિત કામમાં નફાકારક સોદા થઈ શકે છે.

જૂની નકારાત્મક બાબતોમાં વધારો થવાને કારણે ગાઢ સંબંધો ખાટા થઈ જશે. તેથી નકામું વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત ન કરો. જો ઘરમાં ફેરફાર કરવાની યોજના બનાવવામાં આવી રહી છે, તો તેના પર પુનર્વિચારણા કરવાની જરૂર છે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે નહીં.

કામ-કાજની જગ્યા પર બધા જ નિર્ણયો જાતે લેવા. સહયોગીઓ અને કર્મચારીઓ પર વધારે વિશ્વાસ રાખવો નહીં. સ્વાર્થને લીધે, કોઈની ખોટી સલાહ તમને નુકસાન પહોંચાડી શકે છે. કામનું ભારણ હોવાને કારણે સરકારી કર્મચારીઓને ઓવરટાઇમ કામ કરવું પડશે.

લવ ફોકસ- પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક અંતર આવશે. ક્રોધને કાબૂમાં રાખો. જીવનસાથીની ભાવનાઓને માન આપો.

સાવચેતીઓ- સ્વાસ્થ્ય સારું રહેશે. મનમાં ક્યારેક નકારાત્મક વિચારો આવી શકે છે. મહિલાઓએ તેમના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું.

લકી રંગ – ગુલાબી
લકી અક્ષર – G
ફ્રેંડલી નંબર – 6