Horoscope Today: દૈનિક રાશિફળ, મેષ 04 ઓગસ્ટ: વ્યવસાય વધારવા માટે ભાગીદારી સાબિત થશે શ્રેષ્ઠ, પરિવારમાં ખુશાલ વાતાવરણ

Aaj nu Rashifal: વિવાહિત જીવન સુખદ અને શાંતિપૂર્ણ રહેશે. પ્રેમ સંબંધોમાં પણ નિકટતા રહેશે.

Horoscope Today: દૈનિક રાશિફળ, મેષ 04 ઓગસ્ટ: વ્યવસાય વધારવા માટે ભાગીદારી સાબિત થશે શ્રેષ્ઠ, પરિવારમાં ખુશાલ વાતાવરણ
Horoscope Today Aries
| Edited By: | Updated on: Aug 04, 2021 | 6:50 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

 

મેષ: ભૂતકાળની કેટલીક ખામીઓમાંથી શીખવાનો અને આગળ વધવાનો હવે સમય છે. નજીકના લોકો સાથેના સંબંધોમાં પણ અદભૂત સુધારણા થશે. આ સમયે ગ્રહોનું પરિભ્રમણ તમારા માટે અનુકૂળ પરિસ્થિતિઓનું નિર્માણ કરી રહ્યું છે. અટકેલા કામોમાં પણ ગતિ આવશે.

પરંતુ સ્વાર્થી લોકોથી અંતર રાખો. તેમની ખોટી સલાહ તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. કોઈપણ અજાણ્યા વ્યક્તિને બરાબર ઓળખ્યા બાદ જ તેની સાથે આગળ સબંધ વધારો

વ્યવસાય વધારવા માટે ભાગીદારી શ્રેષ્ઠ સાબિત થશે. ઘરના વડીલ સભ્યો તમારા માર્ગદર્શક તરીકે મદદરૂપ સાબિત થશે. નોકરીમાં ઇચ્છિત સ્થળે બદલી થવાની સંભાવના છે, સાથે સાથે પ્રમોશન પણ શક્ય છે.

લવ ફોકસ- વિવાહિત જીવન સુખદ અને શાંતિપૂર્ણ રહેશે. પ્રેમ સંબંધોમાં પણ નિકટતા રહેશે.

સાવચેતીઓ- ગળાને લગતી કોઈપણ સમસ્યાને ગંભીરતાથી લેશો. બેદરકારી ન રાખશો અને તાત્કાલિક સારવાર મેળવો.

લકી રંગ – આકાશ વાદળી
લકી અક્ષર – R
ફ્રેંડલી નંબર – 7

 

 

Published On - 6:50 am, Wed, 4 August 21