હનુમાનજી દૂર કરશે વિવાહ આડેના વિઘ્ન ! હનુમાન જયંતીએ અચૂક કરો આ સરળ ઉપાય

|

Apr 14, 2022 | 7:51 AM

ચૈત્રમાસની પૂર્ણિમાનો દિવસ હનુમાનજીની જયંતી તરીકે ઉજવાય છે. જો વારંવાર વિવાહ આડે વિઘ્ન આવે છે તો હનુમાન જયંતીએ કેટલાક સરળ ઉપાયો કરવાથી આપ આ અવરોધોને દૂર કરી શકો છો. સિંદૂરની એક ચપટી માત્રથી આપની મનોકામના પૂર્ણ થઈ શકે છે.

હનુમાનજી દૂર કરશે વિવાહ આડેના વિઘ્ન ! હનુમાન જયંતીએ અચૂક કરો આ સરળ ઉપાય
LORD HANUMAN (SYMBOLIC IMAGE)

Follow us on

દર વર્ષે ચૈત્રમાસની પૂર્ણિમાનો દિવસ હનુમાનજીની (HANUMANJI) જયંતી તરીકે ઉજવાય છે. આ દિવસે હનુમાનજીના જન્મોત્સવને ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. લોકો હનુમાન જયંતીએ હનુમાનજી માટે વ્રત રાખતાં હોય છે, તો કોઈ વિશેષ પૂજા પાઠ પણ કરતાં હોય છે. કહે છે કે જો હનુમાન જયંતીએ કોઇ ખાસ ઉપાય કરવામાં આવે તો હનુમાનજીની કૃપાની પ્રાપ્તિ થાય છે. આપણાં શાસ્ત્રોમાં ચિરંજીવીઓનો ઉલ્લેખ છે. તેમાં અશ્વત્થામા, બલિ, મહર્ષિ વેદવ્યાસ, હનુમાન, વિભીષણ, કૃપાચાર્ય અને ભગવાન પરશુરામનો સમાવેષ થાય છે. માન્યતા છે કે આ એ અમર આત્માઓ છે જે આજે પણ આપણી પૃથ્વી પર આપણી વચ્ચે હાજર છે. કળિયુગમાં આ સાત ચિરંજીવીઓમાં મહાબલી હનુમાનજીની સાધનાનું અદકેરું જ મહત્વ છે. કહેવાય છે કે પવનપુત્ર હનુમાનનું માત્ર નામ લેવાથી વ્યક્તિના સંકટ ટળી જાય છે, અને દરેક કષ્ટોનું હનુમાનજી નિવારણ કરે છે.

આજે અમે આપને જણાવીશું હનુમાન જયંતીએ કરવાના કેટલાક ખાસ ઉપાયો. જો વારંવાર વિવાહ આડે વિઘ્ન આવે છે તો હનુમાન જયંતીએ કેટલાક સરળ ઉપાયો કરવાથી આપ આ અવરોધોને દૂર કરી શકો છો. સિંદૂરની એક ચપટી માત્રથી આપની મનોકામના પૂર્ણ થઈ શકે છે.

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

હનુમાન જયંતીના દિવસે કરવાના ઉપાય

1. કન્યાઓ કે જેમના વિવાહ થવામાં વિલંબ થતો હોય તેમણે એક ચપટી સિંદૂર હનુમાનજીના ચરણોમાં રાખી લો અને હનુમાનજીને લગ્ન સંબંધિત પ્રાર્થના કરો. કહે છે કે એક ચપટી સિંદૂર માત્રથી કન્યાઓના કોડની પૂર્તિ થાય છે અને વિવાહ આડે આવતા અવરોધો પણ દૂર થાય છે.
2. હનુમાન જયંતીના દિવસે ઘીમાં એક ચપટી સિંદૂર મેળવી હનુમાનજીને તેનો લેપ લગાવવો જોઇએ. આ ઉપાયથી પણ વ્યક્તિની મનોકમાના પૂર્ણ થતી હોવાની માન્યતા છે.
3. ચપટી સિંદૂરમાં ઘી મેળવીને કાગળ પર સ્વસ્તિકનું ચિન્હ બનાવી તેને હનુમાનજીના હ્દય પર લગાવીને તેને તિજોરીમાં રાખી લો. આવું કરવાથી વ્યક્તિની આર્થિક પરેશાની હળવી થતી હોવાની માન્યતા છે.

 

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : તમે નહીં જોઈ હોય આવી દુર્લભ ગણેશ પ્રતિમા, જાણો પુણેના ત્રિશુંડ મયૂરેશ્વર ગણપતિનો મહિમા

આ પણ વાંચો : આ 7 બાબતોનું રાખી લો ધ્યાન, સિદ્ધ કુંજિકા સ્તોત્ર ચોક્કસથી કરશે શ્રેષ્ઠ ફળ પ્રદાન!

 

Next Article