Hanuman Jayanti 2022 Highlights: દેશભરમાં ઉત્સાહભેર ઉજવાયો હનુમાનજીનો જન્મોત્સવ, PM મોદીએ મોરબી ખાતે 108 ફુટની પ્રતિમાંનું કર્યુ અનાવરણ

|

Apr 16, 2022 | 3:07 PM

PM Modi Inaugurates Hanuman Idol Live Updates: હનુમાન જયંતી (Hanuman Jayanti 2022)નો શુભ સંયોગ પણ છે. આ સંયોગ હનુમાનજીને પ્રસન્ન કરવા માટે અતિ શુભ માનવામાં આવે છે.આમ તો પવનસુત સદૈવ ભક્તો પર કૃપાની વૃષ્ટિ કરે જ છે. પણ, હનુમાન પ્રાગટ્ય દિનનો આ શુભ સંયોગ વ્યક્તિને શ્રેષ્ઠતમ ફળની પ્રાપ્તિ કરાવી શકે છે

Hanuman Jayanti 2022 Highlights:  દેશભરમાં ઉત્સાહભેર ઉજવાયો હનુમાનજીનો જન્મોત્સવ, PM મોદીએ મોરબી ખાતે 108 ફુટની પ્રતિમાંનું કર્યુ અનાવરણ
M Modi unveils 108 feet tall statue of Lord Hanuman (File image)

Follow us on

Hanuman Jayanti 2022 Live: હનુમાન જયંતીનો અવસર એટલે હનુમાન કૃપા પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ અવસર. આ દિવસ હનુમાનજીને સમર્પિત છે. તો સાથે જ આ વખતે શનિવાર અને હનુમાન જયંતીનો શુભ સંયોગ પણ છે. આ સંયોગ હનુમાનજીને પ્રસન્ન કરવા માટે અતિ શુભ માનવામાં આવે છે.આમ તો પવનસુત સદૈવ ભક્તો પર કૃપાની વૃષ્ટિ કરે જ છે. પણ, હનુમાન પ્રાગટ્ય દિનનો આ શુભ સંયોગ વ્યક્તિને શ્રેષ્ઠતમ ફળની પ્રાપ્તિ કરાવી શકે છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 16 Apr 2022 01:16 PM (IST)

    Hanuman Jayanti 2022 Live: Salangpur: પવનપુત્રને પહેરાવાયા 7 કરોડ રૂપિયાના વાઘા

    Hanuman Jayanti 2022 Live: Salangpur:  આજે સાળંગપુર (Salangpur) હનુમાનજી મંદિરે હનુમાન જયંતી (Hanuman jayanti 2022) નો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ ઉજવાશે. સમગ્ર દિવસ ભક્તો હનુમાનજીના દર્શન કરી શકશે. સાથે જ 151 કિલોગ્રામની કેક પણ કાપવામાં આવશે. આજે હનુમાનજીનો વિશેષ શણગાર કરાયો છે. હનુમાનજીને 7 કરોડ રૂપિયાના સોના મઢિત વાઘા પહેરાવાયા છે.

    જુઓ તસવીરો

  • 16 Apr 2022 11:41 AM (IST)

    Hanuman Jayanti 2022 Live: Ahmedabad: કેમ્પ હનુમાન મંદિરમાં હનુમાનજીના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી, 250 કિલો બુંદીની કેક બનાવવામાં આવી

    Hanuman Jayanti 2022 Live: અમદાવાદના શાહીબાગમાં આવેલા કેમ્પ હનુમાન ખાતે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. કેમ્પ હનુમાન મંદિરમાં 250 કિલોની બુંદીની કેક બનાવવામાં આવી છે. આ બુંદીની કેકને નવ ગ્રહનો આકાર આપવામાં આવ્યો છે. જે મંદિરમાં પ્રસાદી સ્વરૂપમાં ધરાવવામાં આવ્યો છે. હનુમાનજીના જન્મોત્સન નિમિત્તે કેમ્પ હનુમાન મંદિરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. બે વર્ષ બાદ આ જન્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. કોરોનાને કારણે બે વર્ષથી હનુમાનજીનો જન્મોત્સવ મનાવવામાં આવતો ન હતો. આજે બે વર્ષ બાદ છુટછાટ સાથે મહોત્સવ ઉજવાઇ રહ્યો છે.

  • 16 Apr 2022 11:34 AM (IST)

    Hanuman Jayanti 2022 Live: પીએમ મોદીએ વર્ચ્યુઅલ સભા સંબોધી

    Hanuman Jayanti 2022 Live: પીએમ મોદીએ વર્ચ્યુઅલ સભા સંબોધી, કહ્યુ કે મને આ પ્રસંગમાં જોડાવાનો આનંદ છે, ગુજરાતમાં આફતને અવસરમાં બદવાની તાકાત છે.

  • 16 Apr 2022 11:29 AM (IST)

    Hanuman Jayanti 2022 Live: હનુમાનજીના કાર્યક્રમમાં જોડાવાનું મને સોભાગ્ય મળ્યુ : PM નરેન્દ્ર મોદી

    Hanuman Jayanti 2022 Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મોરબીમાં ભગવાન હનુમાનની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે આ શુભ અવસર પર આજે મોરબીમાં હનુમાનજીની આ ભવ્ય મૂર્તિનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. દેશ અને દુનિયાભરના હનુમાન ભક્તો માટે તે ખૂબ જ સુખદાયી રહેશે.

  • 16 Apr 2022 11:16 AM (IST)

    Hanuman Jayanti 2022 Live: PM મોદી દ્વારા મોરબીમાં 108 ફુટના હનુમાનજીની પ્રતિમાનું લોકાર્પણ કર્યુ

    Hanuman Jayanti 2022 Live: PM મોદી દ્વારા મોરબીમાં 108 ફુટના હનુમાનજીની પ્રતિમાનું લોકાર્પણ કર્યુ, પીએમ મોદીએ વર્ચુઅલ રીતે પ્રતિમાનું અનાવરણ કર્યુ.

     

  • 16 Apr 2022 11:09 AM (IST)

    Hanuman Jayanti 2022 Live: સાળંગપુરમાં 100 કરોડથી વધુના ખર્ચે 1 હજાર રૂમવાળું હાઇટેક ગેસ્ટ હાઉસ બનશે

    Hanuman Jayanti 2022 Live: 100 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે ગેસ્ટ હાઉસ બનશે
    ભવ્ય ગેસ્ટ હાઉસ અંગે હરિપ્રકાશ સ્વામીએ દિવ્ય ભાસ્કર (ડિજિટલ) સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે ”મંદિર પરિસરની એકદમ નજીક કુલ 20 વીઘા જમીનમાં રાજ મહેલ જેવું ગેસ્ટ હાઉસ 100 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવશે. 11 માળનું આ ગેસ્ટ હાઉસ ફુલ્લી એરકન્ડિશનિંગ હશે, જેમાં એકસાથે 3500 લોકો આરામથી રહી શકશે. ”

  • 16 Apr 2022 10:01 AM (IST)

    Hanuman Jayanti 2022 Live: Ahemdabad: હનુમાનજયંતિએ ડભોડિયા હનુમાનજીને 1,111 તેલના ડબાનો મહાઅભિષેક કરવામાં આવશે

    Hanuman Jayanti 2022 Live: દાદાને 151 કીલોની કેક તેમજ 101 દીવાની મહાઆરતી કરવામાં આવશે

    દાદાના મહાઅભિષેક માટે તેલના (Oil) ડબાની નોંધણી એક મહિના પહેલા જ મંદિર દ્વારા શરુ કરવામાં આવે છે. મળતી માહિતી મુજબ 300 થી પણ વધુ તેલના ડબાની નોંધણી ભક્તો દ્વારા કરાવામાં આવી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. આ વખતે 1111 તેલના ડભાનો અભિષેક કરવામાં આવશે. આ સિવાય મંદિર ખાતે 151 કીલોની કેક (Cake) તેમજ 101 દીવાની મહાઆરતી (Mahaarati) પણ કરવામાં આવશે. સવારે હનુમાન દાદાની શોભાયાત્રા નીકળશે. ત્યારબાદ મંદિરના શિખર ઉપર દાદાની ધજા ચઢાવવામાં આવશે. દર્શને આવતા ભક્તો માટે ભોજન પ્રસાદીનું (Prasadi) આયોજન કરવામાં આવેલ છે.

  • 16 Apr 2022 09:29 AM (IST)

    Hanuman Jayanti 2022 Live: ભગવાન હનુમાનની મૂર્તિ દેશની ચારેય દિશામાં સ્થાપિત કરવામાં આવશે, આ શ્રેણીની બીજી મુર્તિ છે

    Hanuman Jayanti 2022 Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે હનુમાન જયંતિ નિમિત્તે ગુજરાતના મોરબીમાં ભગવાન હનુમાનની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે. વડાપ્રધાન કાર્યાલયે શુક્રવારે એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપી હતી. પીએમઓ અનુસાર, ભગવાન હનુમાન સાથે સંબંધિત ચાર ધામ પ્રોજેક્ટ હેઠળ ભગવાન હનુમાનની મૂર્તિ દેશની ચારેય દિશામાં સ્થાપિત કરવામાં આવનાર છે. આ શ્રેણીની ભગવાન હનુમાનની આ બીજી મૂર્તિ હશે, જે પશ્ચિમ દિશામાં હશે. તેની સ્થાપના મોરબીના બાપુ કેશવાનંદ આશ્રમમાં કરવામાં આવી છે. આ શ્રેણીની પ્રથમ મૂર્તિ વર્ષ 2010માં ઉત્તર દિશામાં એટલે કે શિમલામાં સ્થાપિત કરવામાં આવી હતી. પીએમઓએ કહ્યું કે આ મૂર્તિ દક્ષિણ દિશામાં રામેશ્વરમમાં સ્થાપિત થવાની છે અને તેનું કામ પણ શરૂ થઈ ગયું છે.

     

  • 16 Apr 2022 09:09 AM (IST)

    Hanuman Jayanti 2022 Live: સુરતમાં 350 કિલો ચાંદીના હનુમાનની મુર્તિ સ્થાપના કરાઈ,  10 વર્ષથી કરે છે પૂજા..

    Hanuman Jayanti 2022 Live: સુરતમાં 350 કિલો ચાંદીના હનુમાનની મુર્તિ સ્થાપના કરાઈ,  10 વર્ષથી કરે છે પૂજા..

     

  • 16 Apr 2022 08:52 AM (IST)

    Hanuman Jayanti 2022 Live: CM ભુપેન્દ્ર પટેલે ટ્વિટ કરી હનુમાન જયંતિની શુભેચ્છા પાઠવી

    Hanuman Jayanti 2022 Live: ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ગુજરાતીની જનતાને હનુમાન જયંતિની શુભેચ્છા પાઠવી

  • 16 Apr 2022 08:32 AM (IST)

    Hanuman Jayanti 2022 Live: કેમ્પ હનુમાનના આજના શણગારના કરો દર્શન

    Hanuman Jayanti 2022 Live: કેમ્પ હનુમાનના આજના શણગારના કરો દર્શન

  • 16 Apr 2022 08:27 AM (IST)

    Hanuman Jayanti 2022 Live: અષ્ટ સિધ્ધી અને નવ નિધિ હનુમાનજીને મળી છે વરદાનમાં

    Hanuman Jayanti 2022 Live: હનુમાન ચાલીસા (Hanuman chalisha)ની એક પંક્તિ પણ છે “અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અસ વર દિન જાનકી માતા” એટલે કે હનુમાનની ભક્તિથી વ્યક્તિના જીવનમાં આઠ પ્રકારની સિદ્ધિઓ અને નવ પ્રકારની નિધિઓ સાકાર થાય છે, આ અષ્ટ સિદ્ધિ નવ નિધિ  એવી છે જેને પ્રાપ્ત થાય છે તે ખુબ જ શક્તિમાન બની જાય છે.

    આ અષ્ટ સિદ્ધિ નવ નિધિ વિશે વધારે જાણવા માટે અહિં ક્લિક કરો

    Hanuman Jayanti 2022 : હનુમાન ચાલીસામાં ઉલ્લેખ છે એ અષ્ટ સિધ્ધી અને નવ નિધિ શું છે ? જાણો

  • 16 Apr 2022 08:20 AM (IST)

    Hanuman Jayanti 2022 Live:  હનુમાનજીને સિંદૂર અર્પણ કરવાનો છે ખુબ મહિમા

    Hanuman Jayanti 2022 Live: એક વાર હનુમાનજી માતા સિતાના સેંથામાં સિંદૂર જુએ છે અને તેને લગાવાનું કારણ પુછે છે, ત્યારે માતા સીતા કહે છે, કે તે સિંદૂર ભગવાન રામના લાંબા આયુષ્ય માટે લગાવે છે, બચ પછી તો હનુમાનજી ખુશ થઇ આખા શરીરે સિંદૂર લગાવા લગ્યા……..

    આ સમગ્ર અહેવાલ વધારે વાંચવા માટે અહીં ક્લિક કરો

    હનુમાનજીને સિંદૂર અર્પણ કરવાનો છે ખુબ મહિમા………….

  • 16 Apr 2022 08:09 AM (IST)

    Hanuman Jayanti 2022 Live: હનુમાનજીએ એવુ તો શું કર્યુ કે શનિદેવે માંગવી પડી માફી, આપવુ પડ્યુ વચન

    Hanuman Jayanti 2022 Live:  એકવાર શનિદેવને પોતાની શક્તિનું અપાર અભિમાન થયું. શનિદેવને લાગવા માંડ્યું કે તેમનાથી બળવાન કોઈ નથી. તેના દર્શનથી જ વ્યક્તિના જીવનમાં ઉથલપાથલ શરૂ થાય છે. અભિમાનમાં આવેલા શનિદેવ એવી જગ્યાએ પહોંચ્યા જ્યાં હનુમાનજી તેમના ભગવાન શ્રી રામની પૂજામાં લીન હતા. ત્યારે પુજામાં ખલેલ પહોંચાડતા હનુમાનજીએ શનિદેવને સબક શીખવ્યો હતો.

    આ અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો

    Hanuman jayanti 2022 : હનુમાનજીએ એવુ તો શું કર્યુ કે શનિદેવે માંગવી પડી માફી, આપવુ પડ્યુ વચન

     

  • 16 Apr 2022 08:02 AM (IST)

    Hanuman Jayanti 2022 Live: Ahmedabad: કેમ્પ હનુમાન મંદિરથી આજે ભવ્ય ઉજવણી થશે

    Hanuman Jayanti 2022 Live: આજે ચૈત્રી સુદ પૂનમે હનુમાન કેમ્પ મંદિરમાં (Hanuman Camp) હનુમાન જન્મોત્સવ મનાવવામાં આવે છે. તેમજ તેના એક દિવસ પહેલા શહેરમાં હનુમાન યાત્રા પણ કાઢવામાં આવે છે. આવતી કાલે આ શોભા યાત્રાનો ભક્તોએ ખુબ ભક્તિભાવ પુર્વક આનંદ લીધો હતો, અને આજે ભગવાનની પુજા વિધીનું આયોજન થયેલું છે

  • 16 Apr 2022 07:50 AM (IST)

    Hanuman Jayanti 2022 Live: Hanuman jayanti 2022: હનુમાનજીને શા માટે સિંદૂર અર્પણ કરવાનો છે આટલો મહિમા

    Hanuman Jayanti 2022 Live: શ્રીરામ ભક્ત હનુમાનજીના મહિમાની વાતો આપણે સૌ શ્રદ્ધા સાથે કરતા હોઇએ છીએ. શ્રીરામ ભગવાનને પણ હનુમાન વિશેષ છે એટલે જ ચોપાઈ દ્વારા જાણવા મળે છે કે “રઘુપતિ કિનહી બહુત બડાઈ, તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ ।” રામાયણમાં એક પ્રસંગ આવે છે કે હનુમાનજીને એક પ્રસંગરૂપ સીતા માતાના દર્શન થાય છે. ત્યારે તેઓ તેમને બે હાથ જોડી પ્રણામ કરે છે. તે વખતે સીતાજીના માથા પર હનુમાનજી સિંદૂર જુએ છે અને તેઓ ખૂબ અચરજ પામે છે. તદ્દન નિર્દોષ ભાવે પવનસુત સીતાજીને આ અંગે પ્રશ્ન પૂછે છે અને કારણ જાણવાની કોશિશ કરે છે. હનુમાનજી દ્વારા સિંદૂરનું કારણ જાણવાની નિખાલસતા જાણી સીતામાતા ખુશ થાય છે અને સરળતાથી જણાવે છે કે, “સેંથામાં હું સિંદૂર પૂરું તો મારા પ્રભુ શ્રીરામના આયુષ્યને બળ મળે તેમજ તેમની કૃપાદૃષ્ટિ કાયમ મારા પર રહે.” આથી હનુમાનજી ભગવાનની ઉંમર વધરવા માટે સિંદુર લગાવવામાં આવે છે

     

  • 16 Apr 2022 07:35 AM (IST)

    Hanuman Jayanti 2022 Live: PM MODI શનિવારે મોરબીમાં હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ કરશે

    Hanuman Jayanti 2022 Live: PM MODI  આજે ગુજરાતમાં વિડિયો કોન્ફરન્સિંગ (Video conferencing)દ્વારા ભગવાન હનુમાનની (Lord Hanuman )108 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે. સમાચાર એજન્સી પીટીઆઈના (PTI) અહેવાલ મુજબ, આવતીકાલે અનાવરણ થનાર પ્રતિમાનું નિર્માણ 2018 માં શરૂ થયું હતું. અને તે 10 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું હતું.

  • 16 Apr 2022 07:29 AM (IST)

    Hanuman Jayanti 2022 Live: Salangpur: પવનપુત્રને પહેરાવાયા 7 કરોડ રૂપિયાના વાઘા, 151 કિલોગ્રામની કેક કાપવામાં આવશે

    Hanuman Jayanti 2022 Live: આજે સાળંગપુર (Salangpur) હનુમાનજી મંદિરે હનુમાન જયંતી (Hanuman jayanti 2022) નો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ ઉજવાશે. સમગ્ર દિવસ ભક્તો હનુમાનજીના દર્શન કરી શકશે. સાથે જ 151 કિલોગ્રામની કેક પણ કાપવામાં આવશે. આજે હનુમાનજીનો વિશેષ શણગાર કરાયો છે. હનુમાનજીને 7 કરોડ રૂપિયાના સોના મઢિત વાઘા પહેરાવાયા છે. હનુમાન જયંતીની પૂર્વ સંધ્યાએ સાળંગપુરમાં હનુમાનજીની શોભાયાત્રા નીકળી હતી. નારાયણ કૂંડથી મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ગજરાજ, ઘોડાગાડી ડી.જે.ના તાલ સાથે મોટી સંખ્યામાં હરિભકતો યાત્રામાં જોડાયા હત. શોભાયાત્રામાં હરિભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. યાત્રામાં ડ્રોનથી આકાશમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. બે વર્ષ બાદ ધામ ધૂમથી સાળંગપુરમાં હનુમાન જયંતીની ઉજવણી થઈ. બીજી તરફ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.

Published On - 7:20 am, Sat, 16 April 22