શારીરિક અને માનસિક પીડાથી મુક્તિ અપાવશે હનુમાન બાહુક! જાણો કેવી રીતે થઈ રચના ?

|

Feb 05, 2022 | 6:20 AM

કહે છે કે આસ્થા સાથે અને વિધિ વિધાનથી હનુમાન બાહુકનો પાઠ કરવાથી હનુમાનજી વ્યક્તિને સમસ્ત પીડાઓમાંથી મુક્તિ અપાવે છે. સાથે જ જો જીવનમાં કોઈ કાર્ય રોકાઈ ગયું હોય તો તે કાર્યમાં સફળતા મળે છે. કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય તો તે પણ હનુમાન બાહુકથી પૂર્ણ થાય છે.

શારીરિક અને માનસિક પીડાથી મુક્તિ અપાવશે હનુમાન બાહુક! જાણો કેવી રીતે થઈ રચના ?
Lord Hanumanji

Follow us on

નાસે રોગ હરે સબ પીરા,
જપત નિરંતર હનુમંત બીરા ।।

માન્યતા અનુસાર હનુમાનજી તો તેમના ભક્તોને રોગથી મુક્તિની પ્રાપ્તિ કરાવનારા છે. પણ, શું તમે એ જાણો છો કે ખાસ રોગ મુક્તિ અર્થે જ હનુમાનજીની એક સ્તુતિની રચના થઈ છે ! જી હાં, આજે અમારે વાત કરવી છે કે હનુમાન બાહુક વિશે. કે જેના પઠન દ્વારા હનુમાનજી ભક્તને શારીરિક પીડાથી મુક્તિ અપાવતા હોવાની માન્યતા છે.

ઘણાં ઓછા લોકોને એ વાતની જાણકારી છે કે હનુમાન ચાલીસા અને બજરંગ બાણની જેમ જ હનુમાન બાહુકની રચના પણ ગોસ્વામી તુલસીદાસજીએ જ કરી છે. કહે છે કે આ હનુમાન બાહુકના પાઠ કરવાથી વ્યક્તિના દરેક પ્રકારના શારીરિક અને માનસિક કષ્ટ દૂર થાય છે. ત્યારે આવો આજે જાણીએ કે આ હનુમાન બાહુકની રચના થઈ કેવી રીતે?

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

કેવી રીતે થઈ રચના?

સંત તુલસીદાસજી એ શ્રીરામ અને હનુમાનજીના પરમ ભક્ત હતા. તેમણે જ હનુમાન ચાલીસા, બજરંગ બાણ અને રામચરિત માનસની રચના કરી હતી. કહે છે કે કળિયુગના કારણે તુલસીદાસજીની ભુજાઓમાં અત્યંત પીડા ઉદ્ભવી. તે બીમાર થઇ ગયા. શરીરમાં કીડા પણ પડી રહ્યા હતા. પરંતુ, પીડાભર્યા અવાજમાં તેમણે હનુમાનજીના નામનું સ્મરણ કરવાનું ચાલુ કર્યું. તેમની આ પીડા જોઇને હનુમાનજી ભક્ત માટે પ્રગટ થયા.

હનુમાનજીએ તેમના ભક્તને કેટલાક શબ્દો સંભળાવ્યા. તે શબ્દોનો તુલસીદાસજીએ જાપ કર્યો અને જોતજોતામાં તે સારા થવા લાગ્યા ! કહે છે કે આ જાપ એ વાસ્તવમાં હનુમાન બાહુકનો જ પાઠ હતો. કે જેના કારણે તુલસીદાસજીના દરેક પ્રકારના શારીરિક કષ્ટ દૂર થઈ ગયા.

શું છે માહાત્મ્ય ?

હનુમાન બાહુકના 44 ચરણોનો પાઠ કરનાર વ્યક્તિના શારીરિક અને માનસિક એમ દરેક પ્રકારના કષ્ટ દૂર થઈ જવાની માન્યતા છે. કહે છે કે આસ્થા સાથે અને વિધિ વિધાનથી આ પાઠ કરવાથી હનુમાનજી વ્યક્તિને સમસ્ત પીડાઓમાંથી મુક્તિ અપાવે છે. સાથે જ જો જીવનમાં કોઇ કાર્ય રોકાઇ ગયું હોય તો તે કાર્યમાં સફળતા મળે છે. કોઇ ઇચ્છા અધૂરી રહી ગઈ હોય તો તે પણ પૂર્ણ થાય છે. આ બધા કાર્યોમાં હનુમાન બાહુકના પાઠ લાભદાયી સિદ્ધ થાય છે.

ફળદાયી પઠનવિધિ

જો આપને ગઠિયો વા, માથાનો દુઃખાવો, ગળાના રોગ, સાંધાના દુઃખાવા જેવા રોગ હોય તો શુભ મુહૂર્ત જોઈ જળનું એક પાત્ર ભરીને હનુમાનજી સન્મુખ મૂકવું. ત્યારબાદ હનુમાન બાહુકનો પાઠ કરવો અને પછી તે જળ પી જવું. આવું સળંગ 26 કે 21 દિવસો સુધી કરવું. કહે છે કે આ વિધિથી પ્રસન્ન થઈ હનુમાનજી શરીરની સમસ્ત પીડાઓમાંથી મુક્તિ મળી જાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ જો આ ખાસ બાબતોને ધ્યાનમાં રાખીને કરશો હનુમાન ચાલીસાના પાઠ, તો પવનસુત નહીં કરે નિરાશ !

આ પણ વાંચોઃ તમારા જીવનના તમામ કષ્ટો હરશે હનુમાનજીને અર્પણ કરેલી આ વસ્તુઓ

Next Article