Guru Purnima 2026 : ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુને આ વસ્તુઓની ભેટ આપવી સૌથી શુભ

Guru Purnima Gifts : આજે ગુરુ પૂર્ણિમાનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે. ગુરુ પૂર્ણિમાના દિવસે શિષ્ય પોતાના ગુરુના આશીર્વાદ લે છે અને તેમને સુંદર ગિફટ આપે છે. જો તમે પણ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુને કોઈ સ્પેશિયલ ગિફ્ટ આપવા માંગતા હોય તો જાણી લો. કઈ સુંદર વસ્તુ ગિફ્ટમાં આપી શકો.

Guru Purnima 2026 : ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુને આ વસ્તુઓની ભેટ આપવી સૌથી શુભ
| Updated on: Jul 29, 2026 | 9:24 AM

Guru Purnima 2026: આજે ગુરુ પૂર્ણિમાનો પાવન પર્વ ખુબ જ શ્રધ્ધા અને આસ્થા અને ઉલ્લાસની સાથે મનાવામાં આવી રહ્યો છે. અષાઢ મહિનામાં ગુરુ પૂર્ણિમા છે. આ દિવસે મહર્ષિ વેદવ્યાસની જંયતિના રુપે મનાવવામાં આવે છે. સનાતન પરંપરામાં ગુરુને ઈશ્વરનો ઉંચો દરજ્જો આપવામાં આવ્યો છે કારણ કે, ગુરુ જ એ માર્ગદર્શક છે. જે મનુષ્યને અજ્ઞાનતાના અંધકારથી નીકાળી પ્રકાશની તરફ લઈ જાય છે. ગુરુ પૂર્ણિમાના આ ખાસ દિવસ પર શિષ્ય પોતાના ગુરુનું પુજન કરે છે. તેના ચરણ સ્પર્શ કરે છે અને આશીર્વાદ લે છે.

તેમજ પોતાની શ્રદ્ધા અનુસાર ગુરુ દક્ષિણા આપે છે. પરંતુ કેટલીક વખત શિષ્યના મનમાં એક સવાલ ઉભો થાય છે કે, ગુરુ પૂર્ણિમા પર ગુરુજીને શું ગિફ્ટમાં આપવું. જો તમે પણ ગુરુને કોઈ સ્પેશિયલ ગિફટ આપવાનું વિચારી રહ્યા છો. તો ધાર્મિક માન્યતાઓ અનુસાર આ વસ્તુઓ તમે ગિફ્ટમાં આપી શકો છો.

ગુરુને કપડા દેવા શુભ માનવામાં આવે

ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુને કપડા ગિફ્ટમાં આપવા શુભ માનવામાં આવે છે. તમે શ્રદ્ધા અને સામર્થ અનુસાર ધોતી-કુર્તા -પાયજામો, સાડી કે અન્ય કોઈ વસ્ત્ર ગિફ્ટમાં આપી શકો છો. જો તમારા ગુરુ કોઈ ખાસ વસ્ત્ર પહેરે છે તો તેની પસંદનું ખાસ ધ્યાન રાખી ગિફ્ટ આપી શકો છો.

ગુરુને પુસ્તક અથવા ધાર્મિક ગ્રંથ પણ આપી શકો

ગુરુને જ્ઞાનનો માર્ગ દેખાડનાર માનવામાં આવે છે. ત્યારે ગુરુ પૂર્ણિમા પર પુસ્તક અથવા ધાર્મિક ગ્રંથ ગિફ્ટમાં આપવો બેસ્ટ વિકલ્પ બની શકે છે. તમે તમારા ગુરુની રુચિને અનુસાર શ્રીમદભગવદગીતા, રામ ચરિતમાનસ, ઉપનિષદ અથવા કોઈ અન્ય આધ્યાત્મિક પુસ્તક આપી શકો છો. જો તમારા ગુરુ કોઈ વિશેષ વિષયમાં રુચિ રાખે છે. તો તે વિષ્ય સાથે જોડાયેલ કોઈ સારું પુસ્તક પણ આપી શકો છો.

ફળ અને મિઠાઈથી ગુરુનું સન્માન કરો

ગુરુ પૂર્ણિમા પર ગુરુને ફળ અને મિઠાઈ ગિફ્ટ કરવાની પરંપરા રહી છે. તમે મૌસમી ફળની ગિફ્ટ અથવા મિઠાઈ લઈને ગુરુ પાસે લઈ જઈ શકો છો. આ સાથે ગુરુના પગ સ્પર્શ કરી આશીર્વાદ લેવા આ દિવસને ખાસ બનાવે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ પુજા અને શુભ અવસર પર ફળ અને મિઠાઈ આપવા શુભ માનવામાં આવે છે. આ માટે ગુરુ પૂર્ણિમા પર ગુરુ દક્ષિણા અથવા સમ્માન રુપે ગિફ્ટ આપી શકો છો.

ગુરુને પીળા રંગની વસ્તુ ગિફટમાં આપવી શુભ

જ્યોતિષ અને ધાર્મિક માન્યતાઓમાં પીળા રંગના ગુરુ ગ્રહ સાથે જોડાયેલ રાખે છે. આ માટે ગુરુ પૂર્ણિમાના દિવસે પીળા રંગના વસ્ત્ર, પીળા રંગનું ફળ અન્ય પીળી વસ્તુઓ ગિફ્ટ આપી શકો છો. તમે તમારી શ્રદ્ધા અનુસાર પીળા કપડા, કેળા, ચણાના લોટથી બનેલી મિઠાઈ અથવા અન્ય ઉપયોગી વસ્તુઓ ગિફ્ટમાં આપી શકો છો.

તમે પેન અથવા ડાયરી પણ આપી શકો

જો તમારા ગુરુ શિક્ષક છે. કે તેમને હજુ વાંચન-લખવાનો શૌખ છે. તો તમે એક સુંદર ડાયરી અને પેન ગિફ્ટ કરી શકો છો.

નોંધ: આ સમાચારમાં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. TV9 ગુજરાતી તેનું સમર્થન કરતું નથી.

 

ભક્તિ એટલે ઇશ્વર સાથે એકતા સાધવી. ઇશ્વરને યાદ કરતાં જ ઇશ્વર તરત જ ભક્ત સાથે વાતોમાં જોડાય એનો અર્થજ એ કે આપણી ભક્તિ સમજપૂર્વકની છે. અહી ક્લિક કરો

Follow Us