Guru Purnima 2021: 23 જુલાઈએ થશે ગુરુ પૂર્ણિમા, અહી જાણો કે કઈ રીતે કરશો ગુરુની પૂજા ?

ભારતીય સંસ્કૃતિમાં ગુરુને ગોવિંદ (ભગવાન) કરતા વધારે માનવામાં આવે છે, તેથી ગુરુઓને સમર્પિત આ પવિત્ર તહેવારનું મહત્વ કેટલું હશે તે સમજી શકાય છે.

Guru Purnima 2021: 23 જુલાઈએ થશે ગુરુ પૂર્ણિમા, અહી જાણો કે કઈ રીતે કરશો ગુરુની પૂજા ?
Guru purnima 2021
| Edited By: | Updated on: Jul 19, 2021 | 8:14 AM

Guru Purnima 2021: ગુરુપૂર્ણિમાનો તહેવાર અષાઢ મહિનાની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે. તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે, કારણ કે આ દિવસે મહાભારતનાં લેખક મહર્ષિ વેદ વ્યાસ જીનો જન્મ થયો હતો. આ વર્ષે આ પાવન તારીખ 23 જુલાઇ 2021 ના ​​સવારે 10:43 થી 24 જુલાઈ 2021 ના ​​સવારે 08:06 સુધી શરૂ થશે.

ભારતીય સંસ્કૃતિમાં ગુરુને ગોવિંદ (ભગવાન) કરતા વધારે માનવામાં આવે છે, તેથી ગુરુઓને સમર્પિત આ પવિત્ર તહેવારનું મહત્વ કેટલું હશે તે સમજી શકાય છે.

આ રીતે કરો ગુરુની પૂજા
ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી સૌ પ્રથમ તમારા ગુરુની પૂજા સામગ્રી તૈયાર કરો. જેમાં ફૂલોની માળા, શ્રીફળ,રોલી-મોલી, જનોઈ, યથા શક્તિ પ્રમાણે દાન લઈ પોતાના ગુરુ પાસે જવું જોઈએ અને તેના ચરણ ધોવા જોઈએ. ત્યાર બાદ તેની પૂજા કરવી જોઈએ. ત્યાર બાદ તેને યથા શક્તિ પ્રમાણે ફળ-ફૂલ, મેવા-મિષ્ટાન અને ઘન અર્પણ કરીને સન્માનિત કરવા જોઈએ

પૂર્ણિમાના ચમત્કારી ઉપાય

પૂર્ણિમાના દિવસે પીપળા  ઝાડને પાણી રેડવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે ભક્ત પર પોતાની કૃપા વરસાવે છે.

પૂર્ણિમાના દિવસે સંધ્યા ટાણે જો પતિ-પત્ની મળીને ચંદ્રના દર્શન કરીને તેને ગાયના દૂધનું અર્ઘ્ય અર્પણ કરે છે તો તેનું દાંપત્ય જીવન સુખી થાય છે અને તેમાં મધુરતા આવે છે.

પૂર્ણિમાના દિવસે સાંજે તુલસીજીની સામે ઘીનો દીવો કરવાથી સુયભાગ્યની પ્રાપ્તિ થાય છે.

પૂર્ણિમાની સાંજે ચંદ્ર દર્શન કર્યા બાદ દૂઘ,ગંગાજળ, અને અક્ષત ભેળવીને ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવાથી ચંદ્ર દોષ દૂર થાય છે. તે સમયે “ૐ સોમાય નમઃ” ના જાપ કરવા જોઈએ

પૂર્ણિમાના દિવસે ક્યારેય ન કરો આ કામ

આ દિવસે આપના ઘરને ક્યારેય ગંદુ ન રાખો
પૂર્ણિમાના દિવસે કોઈ સાથ લડાઈ-ઝઘડો ન કરવો જોઈએ

આ શુભ દિવસે કોઈ પણ વડીલ કે સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ
આ દિવસે ભૂલથી પણ માસ મદિરનું સેવન ન કરવું જોઈએ, તેમજ તામસી ચીજોને અવગણવી જોઈએ.

આ પણ વાંચો: Parliament Monsoon Session 2021: આજથી સંસદનાં ચોમાસુ સત્રનો પ્રારંભ, વિપક્ષે તૈયાર કરી સત્તા પક્ષને ઘેરવાની રણનીતિ

આ પણ વાંચો: SBI Doorstep Banking : 44 કરોડ ગ્રાહકોએ કામ માટે બેંક જવાની જરૂર નહિ પડે , SBI ઘરે આવી તમારું કામ પતાવશે , જાણો કઈ રીતે