દેશમાં કોઈપણ તહેવાર મીઠાઈ વિના અધૂરો છે. તેવી જ રીતે, ગણેશ ચતુર્થી(Ganesh Chaturthi 2022)ની ઉજવણી માટે ઘણી સ્વાદિષ્ટ મીઠાઈઓ બનાવવામાં આવે છે. આ મીઠાઈઓનું સેવન કરવાથી તહેવારની મજા બમણી થઈ જાય છે. પરંતુ વધારે કેલરીવાળી મીઠાઈઓ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં, તમે સ્વાસ્થ્યપ્રદ રીતે કેટલીક મીઠાઈઓ પણ બનાવી શકો છો. તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને કોઈ નુકસાન થતું નથી. તેનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ લેવલ જાળવવામાં મદદ મળે છે. ચાલો જાણીએ કે આ ગણપતિ ઉત્સવ (Ganesh Utsav 2022)ની ઉજવણી માટે તમે કઈ સ્વસ્થ મીઠાઈઓનો આનંદ માણી શકો છો.
ગણેશ ચતુર્થીના અવસર પર મોદક લોકપ્રિય રીતે બનાવવામાં આવે છે. મોદક ભગવાન ગણેશની પ્રિય મીઠાઈ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તમે હેલ્ધી ઓપ્શન તરીકે ડ્રાયફ્રુટ્સના મોદક પણ બનાવી શકો છો. આ માટે તમામ ડ્રાયફ્રુટ્સને ક્રશ કરી લેવાના છે. તેમને ગોળની ચાસણી અથવા મધ સાથે ભેળવવાનું હોય છે. ત્યાર બાદ તેમને મોદકનો આકાર આપો. ડ્રાય ફ્રુટ્સ ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવાનું કામ કરે છે. આ મોદક હેલ્ધી હોવાની સાથે સાથે ખૂબ જ સ્વાદિષ્ટ પણ હોય છે.
દુધી પાણીથી ભરપુર હોય છે. તે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. આ મીઠાઇ દુધીનું છીણ, ગોળ અને દૂધમાંથી બનાવવામાં આવે છે. ગોળમાં વિટામિન, ફાઈબર અને મિનરલ્સ હોય છે. તેઓ કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ પૌષ્ટિક ખીર ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.
મખાનામાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે. ગણેશ ચતુર્થીના અવસર પર તમે મખાનાના લાડુ બનાવી શકો છો. તેમને બનાવવા માટે, મખાનાને ફ્રાય કરો. તેને બ્લેન્ડરમાં પીસીને પાવડર બનાવો. તેમાં ડ્રાયફ્રૂટ્સ અને થોડો ગોળ ઉમેરો. બધી સામગ્રી મિક્સ કરીને લાડુ બનાવો. મખાનામાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. તેમાં પ્રોટીન હોય છે. તેમાં કેલરીની માત્રા ઘણી ઓછી હોય છે. તેઓ કોલેસ્ટ્રોલનું સ્તર જાળવવામાં મદદ કરે છે.
દહીંમાં સારા બેક્ટેરિયા હોય છે. તેઓ આંતરડાને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. દહીં શરીરને ઠંડક આપવાનું કામ કરે છે. ફ્રુટ દહીં મોસમી ફળો, દહીં અને ડ્રાયફ્રુટ માંથી બનાવવામાં આવે છે. તે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે. તે તમને ઉર્જા આપવાનું કામ કરે છે. તમારા શરીરને હાઇડ્રેટેડ રાખે છે. ફ્રુટ દહીં મોટાં હોય કે બાળકો, બધાંને ખૂબ જ ગમશે.