Friday Lakshmi Mantra: શુક્રવારે લક્ષ્મી માતાને આ લાભકારી મંત્રોથી પ્રસન્ન કરો, તમામ આર્થિક મુશ્કેલીઓ થશે દૂર

મા લક્ષ્મીને ધન અને સમૃદ્ધિની દેવી તરીકે વર્ણવવામાં આવી છે. આ જ કારણ છે કે ભક્તો પૂરા ભાવથી મા ભગવતીની પૂજા કરે છે. દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘણા મંત્રોનો જાપ કરવામાં આવે છે.

Friday Lakshmi Mantra: શુક્રવારે લક્ષ્મી માતાને આ લાભકારી મંત્રોથી પ્રસન્ન કરો, તમામ આર્થિક મુશ્કેલીઓ થશે દૂર
Goddess Laxmi
| Edited By: | Updated on: Nov 26, 2021 | 7:35 AM

Friday Lakshmi Mantra: અઠવાડિયાના સાત દિવસો એક અથવા બીજા દેવતાને સમર્પિત છે. દરેક દિવસનું પોતાનું મહત્વ છે. ગુરુવારે (Thursday) ભગવાન વિષ્ણુ (Lord Vishnu) નું મહત્વ છે, જ્યારે તેમની પત્ની મા લક્ષ્મી (Goddess Laxmi) નો શુક્રવાર (Friday). શુક્રવાર મા લક્ષ્મીને સમર્પિત છે. શુક્રવારે, ભક્તો દેવી લક્ષ્મીને અલગ-અલગ રીતે પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે. આ દિવસે દેવી લક્ષ્મીની યોગ્ય પૂજા કરવાથી લોકોના જીવનમાં ધનની કમી દૂર થાય છે. તેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. કારણ કે જે ઘરમાં માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે, તેમની બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર મા લક્ષ્મીને ધન અને સમૃદ્ધિની દેવી તરીકે વર્ણવવામાં આવી છે. આ જ કારણ છે કે ભક્તો પૂરા ભાવથી મા ભગવતીની પૂજા કરે છે. દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘણા મંત્રોનો જાપ કરવામાં આવે છે. આજે શુક્રવારે અમે તમને દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાના તેમના કેટલાક અસરકારક મંત્રો વિશે જણાવી રહ્યા છીએ.

મા લક્ષ્મીને પ્રિય મંત્ર

શ્રી લક્ષ્મી બીજ મંત્ર: ॐ श्री ह्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ह्रीं श्रीं ॐ महालक्ष्मयै नमः।।

લક્ષ્મી પ્રાર્થના મંત્ર: नमस्ते सर्वगेवानां वरदासि हरे: प्रिया।

શ્રી લક્ષ્મી મહામંત્ર: ॐ श्रीं ल्कीं महालक्ष्मी महालक्ष्मी एह्येहि सर्व सौभाग्यं देहि मे स्वाहा।।

માતા લક્ષ્મીના મંત્રો:

ॐ श्रींह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ॐ महालक्ष्मी नम:।।

ॐ श्रीं ल्कीं महालक्ष्मी महालक्ष्मी एह्येहि सर्व सौभाग्यं देहि मे स्वाहा।।

ॐ श्रीं ह्रीं क्लीं श्री सिद्ध लक्ष्म्यै नम:।।

पद्मानने पद्म पद्माक्ष्मी पद्म संभवे तन्मे भजसि पद्माक्षि येन सौख्यं लभाम्यहम् ।।

ऊं ह्रीं त्रिं हुं फट।।

જો શુક્રવારે ઉપરોક્ત મંત્રોચ્ચાર સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે તો જીવનમાં માતાની કૃપા હંમેશા તમારા પર વરસતી રહે છે. મા લક્ષ્મી જલ્દી જ પોતાના ભક્તોને આશીર્વાદ આપે છે. આવ સ્થિતિમાં આ મંત્રનો જાપ કરવાથી જીવનમાં સુખ, ધન, વૈભવ અને સમૃદ્ધિ આવે છે. જો તમે તમારા જીવનમાં દેવી લક્ષ્મીની કૃપા ઈચ્છતા હોવ તો તમારે દરરોજ પૂજા કર્યા બાદ આ મંત્રનો જાપ કરવો જોઈએ. તમને જણાવી દઈએ કે આ મંત્રોના જાપ કરવાથી જીવનમાં ધનની કમી પણ દૂર થાય છે.

 

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Delhi Air Pollution: પ્રદૂષણને કારણે દિલ્હીમાં સ્થિતિ ફરી વણસી, મોડી રાત્રે AQI 400 પર પહોંચ્યો, સુપ્રીમ કોર્ટ દ્વારા બાંધકામ પર પ્રતિબંધ

આ પણ વાંચો: IND VS NZ: અજીંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારા માટે ચિંતાઓ વધી ગઇ, દક્ષિણ આફ્રિકા પ્રવાસ ટીમ સિલેકશન પહેલા બેટ શાંત રહ્યુ