દર વર્ષે જેઠ માસની અગિયારસને (Agiyaras) નિર્જળા એકાદશી (Nirjala ekadashi) તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન વિષ્ણુની (Lord Vishnu) પૂજા માટે મહત્વનો દિવસ ગણાય છે એકાદશી. દરેક પ્રકારના વ્રતોમાં અને એકાદશીમાં નિર્જળા એકાદશીનું વ્રત સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. આ એકાદશીના વ્રત દ્વારા આપ આપની તમામ મનોકામનાની પૂર્તિ કરી શકો છો. એકાદશીના દિવસે કરવામાં આવેલ પૂજન અને દાન આપને અક્ષય ફળની પ્રાપ્તિ કરાવશે. એકાદશીના દિવસે કરેલ દાન-પુણ્યનું ફળ આપને અને આપની આવનારી પેઢીને મળતું રહે છે.
વર્ષમાં કુલ 24 એકાદશી આવતી હોય છે તેમાં દરેક એકાદશીનું અલગ અલગ મહત્વ હોય છે. પરંતું નિર્જળા એકાદશી સૌથી ખાસ મહત્વ ધરાવે છે. આ એક એવી એકાદશી છે જે એકાદશી કરવાથી આપને આખા વર્ષ દરમ્યાનની એકાદશીના પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. આ એક એકાદશીનું વ્રત રાખશો તો આપને વર્ષ દરમ્યાન આવતી દરેક એકાદશી વ્રતનું પુણ્ય ઉપવાસ કર્યા વિના પ્રાપ્ત થશે.
એકાદશી એ ભગવાન વિષ્ણુની (Lord Vishnu) પૂજા માટે મહત્વનો દિવસ ગણાય છે. એકાદશીના દિવસે કરેલ ભગવાન વિષ્ણુની પૂજા આપને અનેક ગણું ફળ પ્રદાન કરી શકે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિ વિધાન સાથે પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિ દરેક પ્રકારના કષ્ટમાંથી છુટકારો મેળવીને સૌભાગ્યની પ્રાપ્તિ કરે છે. આ એકાદશીમાં પાણી પીવું વર્જિત ગણાય છે. એટલે જ આ એકાદશીને નિર્જળા એકાદશી કહેવાય છે. માન્યતા છે કે ભગવાન વિષ્ણુના આશીર્વાદ અપાવનારી દરેક એકાદશીમાં આ નિર્જળા એકાદશીનું વ્રત સૌથી અઘરું છે. તો ચાલો આજે આપને જણાવીએ એકાદશીના દિવસે કયા કાર્યો કરશો કે જેનાથી આપને પુણ્ય ફળની પ્રાપ્તિ થશે.
નિર્જળા એકાદશીનું મહત્વ
ધાર્મિક માન્યતાઓ અનુસાર આ એકાદશીનું વ્રત કરવું અને આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવન દરમ્યાન કરેલ તમામ પાપોનો નાશ થાય છે. આપની તમામ સમસ્યાઓનું શમન થાય છે સાથે જ વ્રતના પુણ્ય પ્રભાવથી વ્યક્તિને મૃત્યુ પછી પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે. આપ જો આ એકાદશી કરો છો તો આપના પર આજીવન ભગવાન વિષ્ણુની કૃપા દૃષ્ટિ રહે છે સાથે આપને માતા લક્ષ્મીના પણ અપાર આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એકાદશીનું વ્રત કરનારને જીવનમાં ક્યારેય આર્થિક સમસ્યાઓનો સામનો નથી કરવો પડતો.
નિર્જળા એકાદશીએ કરવાના કાર્યો
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)