શ્રાદ્ધ પક્ષમાં કરી લો આ નાનકડી વસ્તુનું દાન, પરિવારમાં આવશે ખુશીઓ અપાર !

|

Sep 14, 2022 | 6:13 AM

શ્રાદ્ધમાં (Shradh) ગાયના ઘીનું દાન પણ પરિવારના દરેક સભ્યો માટે શુભ અને મંગળકારી સાબિત થઈ શકે છે. ગાયના ઘીનું દાન કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે.

શ્રાદ્ધ પક્ષમાં કરી લો આ નાનકડી વસ્તુનું દાન, પરિવારમાં આવશે ખુશીઓ અપાર !
Daan (symbolic image)

Follow us on

પિતૃ પક્ષના (Pitru paksh) 16 દિવસોમાં શ્રાદ્ધ (Shradh), તર્પણ (Tarpan) , પિંડદાન (Pinddan) જેવા કાર્યો કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે. આ દરમિયાન દાનનું પણ ખૂબ મહત્વ છે. માન્યતા છે કે દાન કરવાથી પિતૃઓની આત્માને સંતુષ્ટિ મળે છે. તેઓ પ્રસન્ન થાય છે અને પિતૃદોષ પણ દૂર થાય છે !
ધર્મગ્રંથો અનુસાર શ્રાદ્ધમાં ગાય, તલ, જમીન, મીઠું, ઘી નું દાન કરવાની પરંપરા છે. આ દરેક વસ્તુઓનું દાન કરવાથી અલગ અલગ પ્રકારના પુણ્યની પ્રાપ્તિ થાય છે. ધર્મગ્રંથોમાં શ્રાદ્ધમાં દાન કરવામાં આવેલ વસ્તુઓના ફળ વિશે વિસ્તૃતમાં વર્ણન મળે છે. પરંતુ, બહુ જ ઓછા લોકોને આ વિશે જાણકારી હોય છે. અમે આજે આપને તેના વિશે માહિતગાર કરીશું .

ફળદાયી દાન

⦁ મહાભારત અનુસાર શ્રાદ્ધમાં ગોળનું દાન કરવાથી પૂર્વજોના આશીર્વાદ મળે છે. ગોળને કલેશ, દરિદ્રતાનો નાશ કરીને ધનનું સુખ આપનાર માનવામાં આવે છે. ગોળનું પ્રમાણ વધારે કે ઓછું હોય તેનો કોઇ જ આગ્રહ નથી. તમે ગમે એટલો ગોળ દાન કરી શકો છો.

⦁ ગાયનું દાન દરેક દાનમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ, શ્રાદ્ધ પક્ષમાં ગાયનું દાન કરવાથી દરેક પ્રકારના સુખ-સંપત્તિની પ્રાપ્તિ થવાની માન્યતા છે.

પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...
Surat Name : ગુજરાતના સુરત શહેરનું પ્રાચીન નામ શું છે? ઉપનામ કેટલા છે?
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?

⦁ શ્રાદ્ધમાં ગાયના ઘીનું દાન પણ પરિવારના દરેક સભ્યો માટે શુભ અને મંગળકારી સાબિત થઈ શકે છે. ગાયના ઘીનું દાન કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે.

⦁ શ્રાદ્ધ દરમ્યાન ઘઉં, અક્ષતનું દાન પણ કરવું જોઇએ. જો તે દાન ન કરી શકો તો બીજા કોઇ અનાજનું પણ દાન કરી શકાય છે. તેનાથી આપને દરેક કાર્યમાં સફળતાની પ્રાપ્તિ થશે.

⦁ શ્રાદ્ધ પક્ષમાં કોઇ જરૂરિયાતમંદ કે ગરીબ વ્યક્તિને જમીનનું દાન કરવાથી આપને સંપત્તિ સંબંધિત વસ્તુઓનો ફાયદો થાય છે.

⦁ શ્રાદ્ધ પક્ષમાં સુર્વણનું દાન કરવાથી પરિવારનો કલેશ દૂર થાય છે. જો સુર્વણનું દાન ન કરી શકાય તો પોતાની ઇચ્છા અનુસાર ધનનું દાન કરવાથી પણ આપને ચોક્કસ ફાયદો થશે.

⦁ શ્રાદ્ધ દરમિયાન વસ્ત્રોનું દાન કરવું જોઇએ. જેમ કે ધોતી, ખેસ સહિતના બીજા વસ્ત્રોનું દાન કરવું જોઇએ. જે વસ્ત્રોનું દાન કરો તે નવા અને સ્વચ્છ હોવા આવશ્યક છે.

⦁ પિતૃઓના આશીર્વાદ અને સંતુષ્ટિ પ્રાપ્તિ માટે ચાંદીનું દાન ખૂબ જ શુભ માનવામાં આવે છે.

⦁ શ્રાદ્ધ કર્મમાં તલનું વિશેષ મહત્વ છે. શ્રાદ્ધ પક્ષમાં કાળા તલનું દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ આપની ઉપર હંમેશા જ રહે છે.

⦁ પિતૃઓની પ્રસન્નતા માટે મીઠાનું દાન કરવું ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Next Article