શું ખરેખર ઘરના ઉંબરા પર બેસવાથી અપશકુન થાય છે ? જાણો વડીલોનુ ટોકવા પાછળનું સાચુ કારણ

ઘણીવાર વડીલો ઘરનના ઉંબરા પર બેસવાની ના પાડતા હોય છે. પરંતુ શું તેની પાછળ માત્ર પરંપરા છે કે કોઈ ધાર્મિક અને વાસ્તુશાસ્ત્ર સાથે જોડાયેલું કારણ પણ છે? જાણો ઉંબરા પર બેસવું શુભ માનવામાં આવે છે કે અશુભ અને તેની પાછળની માન્યતાઓ શું કહે છે.

શું ખરેખર ઘરના ઉંબરા પર બેસવાથી અપશકુન થાય છે ? જાણો વડીલોનુ ટોકવા પાછળનું સાચુ કારણ
| Updated on: Jun 05, 2026 | 5:13 PM

ઘણાં ઘરોમાં આજે પણ વડીલો બાળકોને કહેતા જોવા મળે છે કે, “ ઘરના ઉંબરા પર ન બેસો.” ઘણીવાર લોકો તેને માત્ર પરંપરા અથવા અંધશ્રદ્ધા માની લે છે, પરંતુ હિંદુ ધર્મ, વાસ્તુશાસ્ત્ર અને પૌરાણિક માન્યતાઓમાં ઉંબરાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ કારણે જ ઘરની ઉંબરા પર બેસવું યોગ્ય માનવામાં આવતું નથી.

ઉંબરો માત્ર ઘરનો ભાગ નથી

જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરનો ઉંબરો  માત્ર લાકડું, પથ્થર કે સિમેન્ટનો ભાગ નથી. તેને ઘરની સુરક્ષા, પવિત્રતા અને સકારાત્મક ઊર્જાનું પ્રતિક માનવામાં આવે છે. ઉંબરો ઘર અને બહારની દુનિયા વચ્ચેની સીમા તરીકે કાર્ય કરે છે, જે નકારાત્મક અસરોથી ઘરના વાતાવરણને સુરક્ષિત રાખે છે.

 

મા લક્ષ્મીના આગમન સાથે જોડાયેલી માન્યતા

ધાર્મિક માન્યતાઓ અનુસાર ઘરના મુખ્ય દ્વારથી સુખ-સમૃદ્ધિ અને ધનની દેવી મા લક્ષ્મીનો પ્રવેશ થાય છે. માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ ઉંબરા પર બેસી રહે, તો તે સમૃદ્ધિના માર્ગમાં અવરોધ ઉભો કરે છે. આ કારણસર વાસ્તુશાસ્ત્રમાં ઉંબરા ને સ્વચ્છ અને અવરોધમુક્ત રાખવાની સલાહ આપવામાં આવે છે.

 

જ્યોતિષ શાસ્ત્ર શું કહે છે?

કેટલાક જ્યોતિષીય મતો મુજબ ઉંબરા પર લાંબા સમય સુધી બેસવું અથવા ઉભા રહેવું અનુકૂળ માનવામાં આવતું નથી. માન્યતા છે કે તેનાથી જીવનમાં અનાવશ્યક માનસિક તણાવ, ગૂંચવણો અથવા અચાનક પડકારો વધી શકે છે. જોકે, આ ધાર્મિક અને જ્યોતિષીય માન્યતાઓ પર આધારિત વિચાર છે.

 

ભગવાન નરસિંહ સાથે જોડાયેલી પૌરાણિક કથા

ઉંબરાનું મહત્વ એક પ્રસિદ્ધ પૌરાણિક કથાથી પણ જોડાયેલું છે. માન્યતા મુજબ ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતાર ધારણ કરીને અસુર રાજા હિરણ્યકશિપુનો વધ કર્યો હતો. હિરણ્યકશિપુને મળેલા વરદાનને કારણે તેનો વધ ન તો ઘરની અંદર થઈ શકતો હતો અને ન બહાર. તેથી ભગવાન નરસિંહે તેને ઉંબરા પર બેસાડી તેનો સંહાર કર્યો હતો. આ ઘટનાના કારણે ઉંબરાને એક વિશેષ સ્થાન તરીકે જોવામાં આવે છે, જ્યાં અંદર અને બહારની સીમા એકબીજાને મળે છે. તેથી તેને આધ્યાત્મિક દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

 

ઉંબરા પર ભોજન કરવું કેમ ટાળવામાં આવે છે?

ધાર્મિક ગ્રંથો અને લોકમાન્યતાઓમાં ઉંબરા પર બેસીને ભોજન કરવું પણ અશુભ માનવામાં આવ્યું છે. એવી માન્યતા છે કે આવું કરવાથી ઘરમાં આર્થિક મુશ્કેલીઓ અથવા દરિદ્રતાનો પ્રભાવ વધી શકે છે. આ કારણે વડીલો ઉંબરા પર બેસીને ખાવા-પીવાથી પણ રોકતા હોય છે.

 

પરંપરા પાછળનો વ્યવહારુ દૃષ્ટિકોણ

ધાર્મિક કારણો ઉપરાંત વ્યવહારુ રીતે પણ ઉંબરા પર બેસવું યોગ્ય નથી. ઉંબરો  ઘરનો અવર -જવરનો મુખ્ય માર્ગ હોય છે. ત્યાં બેસવાથી લોકોના અવરજવરમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે અને અકસ્માતની શક્યતા પણ વધી શકે છે. તેથી આ નિયમ પાછળ સામાજિક અને વ્યવહારિક સમજણ પણ છુપાયેલી હોઈ શકે છે.

 

નિષ્કર્ષ

ઘરના ઉંબરા પર ન બેસવાની પરંપરા માત્ર અંધશ્રદ્ધા નહીં, પરંતુ ધાર્મિક માન્યતાઓ, પૌરાણિક કથાઓ, વાસ્તુના સિદ્ધાંતો અને વ્યવહારુ કારણો સાથે જોડાયેલી છે. આથી જ વડીલો આજે પણ ઉંબરાનું સન્માન જાળવવાની સલાહ આપે છે.

Vastu Upay : સવારે ઉઠતાની સાથે શું કરવું જોઈએ અને શું નહીં? જાણી લેજો શુભ-અશભ સંકેત, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us