શું તમે આજે કરી તુલસી પૂજા ? તમામ સંકટને દૂર કરશે અમાસની તુલસી પૂજા !

મૌની અમાસના રોજ તુલસી પૂજાનું સવિશેષ મહત્વ છે. કહે છે કે આ દિવસે બધાં જ કામ પડતા મૂકી તુલસીજીની પૂજા અચૂક કરવી. કારણ કે તે પૂજામાં આવનારા સંકટોને ટાળવાનું સામર્થ્ય રહેલું છે.

શું તમે આજે કરી તુલસી પૂજા ? તમામ સંકટને દૂર કરશે અમાસની તુલસી પૂજા !
તુલસીપૂજાથી તમામ સંકટ દૂર થશે
| Edited By: | Updated on: Feb 11, 2021 | 12:00 PM

તુલસી (TULSI) એ તો સૌથી પવિત્ર મનાતો છોડ છે, અને એટલે જ શાસ્ત્રોમાં તેના પૂજનનો મહિમા વર્ણવાયો છે. તમે પણ આસ્થા સાથે નિત્ય તુલસીને જળ અર્પણ કરતા હશો. તુલસીજી પાસે દીપ પ્રગટાવી તેની પૂજા કરતા હશો. પણ, અમાસના રોજ અને એમાંય મૌની અમાસના રોજ થનારી તુલસી પૂજા વિશેષ ફળદાયી મનાય છે.

મૌની અમાસના રોજ તુલસી પૂજાનું સવિશેષ મહત્વ છે. કહે છે કે આ દિવસે બધાં જ કામ પડતા મૂકી તુલસીજીની પૂજા અચૂક કરવી. કારણ કે તે પૂજામાં આવનારા સંકટોને ટાળવાનું સામર્થ્ય રહેલું છે. આ પૂજા તમે દિવસમાં ગમે ત્યારે કરી શકો છો. પણ, તે સાંજના સમયે વિશેષ ફળ પ્રદાન કરનારી બનશે.

પૂજન વિધિ
1. સંધ્યાટાણે પૂજનવિધિનો પ્રારંભ કરવો
2. સાંજના સમયે તુલસીજીને જળ અર્પણ ન કરવું
3. કંકુ, ચોખા, પુષ્પ અર્પણ કરી ઘીનો દીપક પ્રજ્વલિત કરવો
4. દીપ પ્રગટાવી 108 વખત તુલસીજીની પ્રદક્ષિણા કરો
5. તુલસીજીની પ્રદક્ષિણા કરવા જેટલી જગ્યા ન હોય તો તેમની સન્મુખ ઉભાં રહી 108 પ્રદક્ષિણા કરવી
6. આ અત્યંત સરળ પ્રયોગથી જીવનમાં સકારાત્મક ઊર્જાની અનુભૂતિ થશે.
7. માન્યતા છે કે આ પ્રયોગ આવનારા સંકટો સામે પરિવારની રક્ષા કરશે.

એટલે કે, અત્યંત સરળ વિધિ દ્વારા તમે તુલસીકૃપાને પ્રાપ્ત કરી શકો છો. આ વિધિથી તુલસીજી જીવનના તમામ સંકટ તો દૂર કરશે જ. પણ, તુલસીજીમાં લક્ષ્મીજીનો વાસ મનાતો હોઈ, તે આર્થિક સમૃદ્ધિમાં પણ વૃદ્ધિ કરશે.

આ પણ વાંચો સરળ વિધિ દ્વારા મૌની અમાસે કરો મહાફળની પ્રાપ્તિ !