Bhakti: શું તમને પણ થાય છે આ સવાલ ? કેમ સોમવાર મનાય છે શિવપૂજા માટે શ્રેષ્ઠ ?

તમારા મનમાં પણ આ સવાલ આવતો હશે કે કેમ સોમવારે મહાદેવની આરાધનાનું મહત્વ છે ? આ સવાલનો જવાબ પૌરાણિક કથાઓમા છુપાયેલો છે. ચંદ્ર દેવ સાથે જોડાયેલી છે આ કથા.

Bhakti: શું તમને પણ થાય છે આ સવાલ ? કેમ સોમવાર મનાય છે શિવપૂજા માટે શ્રેષ્ઠ ?
સોમવાર કેમ છે શિવ પૂજા માટે શ્રેષ્ઠ ?
| Edited By: | Updated on: Dec 20, 2021 | 6:36 AM

દેવાધિદેવ મહાદેવની (Mahadev) આરાધનાનો શ્રેષ્ઠ દિવસ એટલે સોમવાર. સોમવાર એટલે તો ભોળાનાથની ભક્તિનો સર્વોત્તમ દિવસ. સનાતન ધર્મમાં સપ્તાહના દરેક દિવસ કોઈ એક દેવી કે દેવતાને સમર્પિત છે. આપ પણ સોમવારે શિવ શંભુની આરાધના કરતાં હશો, શિવાલય જતા હશો, શિવલિંગ પર અભિષેક કરતાં હશો. પણ ક્યારેય એ સવાલ થયો છે કે શિવ પૂજા માટે સોમવાર જ કેમ ખાસ મનાય છે ?

શિવ એ ત્રિદેવમાં સમાવિષ્ટ છે. અને એટલે જ સનાતન ધર્મમાં મહાદેવની આરાધનાનું અનેરું મહત્વ છે. કેટલાય લોકો શિવને સમર્પિત સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન વ્રત, જપ અને તપ કરતાં હોય છે. તો કેટલાય શિવભક્તો તો આખાંય વર્ષના તમામ સોમવારને જાણે શ્રાવણ જ સમજે અને ભોળાનાથની ભક્તિ કરતાં હોય છે. ત્યારે આજે અમે આપને જણાવીશું કે સોમવારે શિવ પૂજાનો છે વિશેષ મહિમા.

પૌરાણિક કથાઓ અનુસાર સોમ દેવે એટલે કે ચંદ્ર દેવે સોમવારે જ મહાદેવની આરાધના કરી હતી. જેના પરિણામ સ્વરૂપે, જેમની ભક્તિથી પ્રસન્ન થઈ ભોળાનાથે તેમને ક્ષય નામના રોગમાંથી મુક્તિ આપી હતી. સોમ દેવને એટલે કે ચંદ્ર દેવને નિરોગી રહેવાના આશિષ પણ મહાદેવે જ આપ્યા હતા. એટલે જ મહાદેવનું એકનામ સોમેશ્વર પણ છે અર્થાત સોમના- ચંદ્રના ઈશ્વર અને સોમવારે જે શિવભક્તો ખાસ વ્રત રાખતાં હોય છે તેને પણ સોમેશ્વર વ્રત કહેવાય છે.

સોમવારે શિવજીની આરાધના કરવાંથી શિવજીની સાથે આપ ચંદ્ર દેવની કૃપાને પણ પ્રાપ્ત કરી શકો છો. એવું કહેવાય છે સોમવારનું એક વ્રત કરવા માત્રથી પણ વ્યક્તિની તમામ મનોકામના પૂર્ણ થી જાય છે.

સોમવારે આટલું તો અવશ્ય કરો :
જો શક્ય હોય તો દર સોમવારે સ્નાન કરી શિવાલય દર્શને જવું જોઈએ. શિવલિંગ પર શુદ્ધ જળનો અભિષેક કરવો જોઈએ. સોમવારે શિવજીને બીલીપત્ર અચૂક અર્પણ કરવું જોઈએ અને સાથે જ ભોલેનાથને ભસ્મનું તિલક લગાવો. બસ આટલું કરવા માત્રથી પણ મહાદેવની વિશેષ કૃપાની વ્યક્તિને પ્રાપ્તિ થતી હોવાની માન્યતા છે. કહેછે કે સોમવારે શુદ્ધ ભાવથી ભજવામાં આવે દેરક પરેશાનીમાંથી ભોળાનાથ ઉગારે છે.

 

આ પણ વાંચો: surya upasana: શિક્ષણ આડેના અવરોધોને દૂર કરશે સૂર્યદેવ ! જાણો કયા મંત્ર દ્વારા કારકિર્દીને મળશે વેગ ?

આ પણ વાંચો: annapurna blessings: શું તમે રસોઈ બનાવતા પહેલાં કરો છો આ કામ ? તો ઘરમાં ક્યારેય નહીં ખૂટે અન્નના ભંડાર !

Published On - 6:32 am, Mon, 20 December 21