સૂર્યદેવની કૃપા મેળવવા ખાસ કરો આ સ્તોત્રનું પઠન

રવિવાર એ સૂર્ય (sun) ઉપાસનનાનો શ્રેષ્ઠ દિવસ કહેવાય છે. ત્યારે આજે અમે આપને એક ખાસ સ્તોત્ર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

સૂર્યદેવની કૃપા મેળવવા ખાસ કરો આ સ્તોત્રનું પઠન
| Edited By: | Updated on: Feb 14, 2021 | 8:04 PM

રવિવાર એ સૂર્ય (sun) ઉપાસનનાનો શ્રેષ્ઠ દિવસ કહેવાય છે. ત્યારે આજે અમે આપને એક ખાસ સ્તોત્ર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. એવું કહેવાય છે કે રામને યુદ્ધમાં વિજયી બનાવવા અગત્સય ઋષિએ સૂર્યદેવની કૃપા અપાવતા આ ખાસ આદિત્ય હ્રદય સ્તોત્રનું વર્ણન કર્યું હતું. એવું કહેવાય છે કે જો આ સ્તોત્રનું નિયમિત પઠન કરવામાં આવે તો આપને આપના નક્કી કરેલા કાર્યમાં ચોક્કસ જીત મળે છે.

 

આદિત્યહ્રદય સ્તોત્રનું રોજ પઠન કરવાથી વ્યક્તિને સૂર્ય સમાન તેજની પ્રાપ્તિ થાય છે. કાયદાકીય બાબતોમાં વિજયની પ્રાપ્તિ પણ આ પાઠથી થાય છે. એવું કહેવાય છે કે હાડકાં કે આંખોના રોગથી પીડાતા વ્યક્તિ જો આ પાઠ કરે તો તેને રોગથી મુક્તિ મળી જાય છે. એટલું જ નહીં સૂર્ય સંબંધી સમસ્યાઓના નિવારણ માટે આદિત્યહ્રદય સ્તોત્રનો પાઠ કરવામાં આવે છે.

 

જો કે આદિત્યહ્રદય સ્તોત્રનો પાઠ કરવા માટે કેટલાક વિશેષ નિયમોનું પાલન કરવું જરૂરી છે

1. આ સ્તોત્રનું પઠન રવિવારે સવારે કરવું.
2. શક્ય હોય તો દરરોજ સૂર્યોદય સમયે પાઠ કરવો.
3. સૌપ્રથમ સ્નાન કરીને સૂર્યને અર્ધ્ય આપવું.
4. ત્યાર પછી સૂર્યની સામે જ પાઠ કરવો.
5. પાઠ કર્યા પછી સૂર્ય દેવનું ધ્યાન કરવું.
6. મદિરા અને માંસાહારને ત્યાગવું.
7. આ પાઠ કરતાં હોવ તો તેલનો પણ ઉપયોગ ટાળવો.
8. શક્ય હોય તો સૂર્યાસ્ત પછી નમકનું સેવન ન કરવું.

કહેવાય છે કે આ તમામ નિયમોના પાલન સાથે જો આસ્થાથી સૂર્યદેવ સમક્ષ આદિત્યહ્રદય સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો વ્યક્તિની તમામ ઈચ્છાઓ પૂરી થાય છે.

 

આ પણ વાંચો 7 દ્રવ્ય અને 7 મંત્રથી પ્રાપ્ત કરો મહાદેવની કૃપા, પૂર્ણ થશે સઘળી મનોકામના