મોટી મુસીબતોથી બચવા હોળી પહેલાં જરૂરથી કરી લો આ કામ ! મેળવો ઋણમુક્તિના આશીર્વાદ !

|

Feb 22, 2023 | 6:42 AM

અણધારી મુસીબતોમાંથી નીકળવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાંક મહાઉપાયો દર્શાવવામાં આવ્યા છે. કહે છે કે હોળાષ્ટક (Holashtak) દરમ્યાન આ ઉપાયો કરવાથી વ્યક્તિ પર આવતી મુસીબતો દૂર થાય છે. એટલું જ નહીં, જીવનની મોટામાં મોટી સમસ્યાઓ ચપટીમાં દૂર થઇ જાય છે.

મોટી મુસીબતોથી બચવા હોળી પહેલાં જરૂરથી કરી લો આ કામ ! મેળવો ઋણમુક્તિના આશીર્વાદ !
Goddess lakshmi (symbolic image)

Follow us on

હિન્દુ ધર્મમાં હોળી અને ધૂળેટીનો પર્વ ખુશીઓ અને ઉમંગ લઈને આવે છે. તેના પહેલાના 8 દિવસોને હોળાષ્ટક તરીકે ઓળખવામાં આવે છે. હોળાષ્ટકનો આ સમય માંગલિક કાર્યો માટે ભલે અશુભ મનાતો હોય, પણ તે પ્રભુની કૃપા પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ મનાય છે. અણધારી મુસીબતોમાંથી નીકળવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાંક મહાઉપાયો દર્શાવવામાં આવ્યા છે.

કહે છે કે હોળાષ્ટક દરમ્યાન આ ઉપાયો કરવાથી વ્યક્તિ પર આવતી મુસીબતો દૂર થાય છે. એટલું જ નહીં, જીવનની મોટામાં મોટી સમસ્યાઓ ચપટીમાં દૂર થઇ જાય છે. તેમજ વ્યક્તિને દરેક પ્રકારના સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. કેટલાંક પ્રાંતમાં 26 ફેબ્રુઆરી, રવિવારથી, તો કેટલાંક પ્રાંતમાં 27 ફેબ્રુઆરી, સોમવારથી હોળાષ્ટકનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે, આવો જાણીએ કે આ દિવસો દરમિયાન કયા ઉપાયો અજમાવવાથી આપ વિવિધ સમસ્યાઓમાં રાહતની પ્રાપ્તિ કરી શકો છો.

શ્રીવિષ્ણુની કૃપા અર્થે

હોળીના 8 દિવસ પહેલાં શરૂ થનાર હોળાષ્ટકમાં ઇશ્વરના પૂજા-પાઠ, મંત્રજાપ અને ભજન-કિર્તનનો મહિમા રહેલો છે. કહે છે કે આ દિવસો દરમિયાન ભજન કરવાથી પુણ્યફળની પ્રાપ્તિ થાય છે. જે વ્યક્તિ સાચી શ્રદ્ધાથી પૂજા-પાઠ કરે છે તેના પર શ્રીવિષ્ણુની કૃપા વરસે છે.

પગમાં કાળો દોરો કેમ ન બાંધવો જોઈએ? જ્યોતિષે આપ્યુ આ કારણ
Avocado Benifits : એવોકાડોમાં ક્યું વિટામીન હોય છે, એવોકાડો ખાવાના ફાયદા શું છે?
મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક

ઋણમુક્તિ અર્થે

જો આપ ખૂબ જ પરિશ્રમ કરો છો, છતા પણ આપને આર્થિક સંકટો પરેશાન કરે છે અને આપના પર દેવાનો બોજો વધતો જ જાય છે તો આ હોળાષ્ટક પર એક ખાસ ઉપાય અજમાવો. ધનની દેવી માતા લક્ષ્મીની પૂજા કરી શ્રીસૂક્ત અને ખાસ કરીને ઋણ મોચન મંગલ સ્તોત્રનો પાઠ કરો. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને દરેક પ્રકારના દેવામાંથી (ઋણમાંથી) મુક્તિની પ્રાપ્તિ થાય છે.

સમસ્યા અને શત્રુથી મુક્તિ અર્થે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો આપ જીવનની કોઇ મોટી સમસ્યા કે શત્રુથી પરેશાન હોવ અને તમે તેમાંથી બહાર નીકળવા માંગતા હોવ તો નિત્ય પ્રાતઃકાળમાં સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરો. ત્યારબાદ આદિત્યહૃદય સ્તોત્રના 3 વાર પાઠ જરૂરથી કરો. કહે છે કે તેનાથી ચોક્કસપણે લાભની પ્રાપ્તિ થશે.

રોગોથી મુક્તિ અર્થે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો આપ લાંબા સમય સુધી કોઇ રોગ-દ્વેષથી દુઃખી અને પીડિત હોવ તો હોળાષ્ટક દરમ્યાન ખાસ કરીને ભગવાન શિવની પૂજા કરો. ત્યારબાદ મહામંત્ર એટલે કે મહામૃત્યુંજય મંત્રનો રુદ્રાક્ષની માળાથી જાપ કરો. શિવજીના આ દિવ્ય મંત્રનો નિશ્ચિત સંખ્યામાં જાપ કર્યા બાદ તેનો દશાંશ હવન પણ કરવો. માન્યતા છે કે આ ઉપાય કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે અને આપને શત્રુઓ પર પણ વિજયની પ્રાપ્તિ થઈ જાય છે.

ગ્રહોની શાંતિ કરો !

હોળાષ્ટક દરમિયાન કુંડળીમાં રહેલ ગ્રહ ઉગ્ર હોય છે એવામાં તેમને શાંત કરવા અને તેના અશુભ ફળથી બચવા માટે વ્યક્તિએ નવગ્રહ યંત્રની વિશેષ રીતે પૂજા કરવી જોઈએ અને સાથે જ મંત્રોનો જાપ કરવો જોઇએ.

નવગ્રહોના શુભ ફળની પ્રાપ્તિ

કુંડળીના નવગ્રહોની અશુભતાથી બચવા અને શુભતા પ્રાપ્ત કરવા હોળાષ્ટક દરમ્યાન વિશેષ કરીને ભગવાન શિવનો પંચામૃતથી અભિષેક કરવો જોઇએ.

ભગવાન નૃસિંહની આરાધના

હોળાષ્ટક દરમ્યાન ફાગણ માસની દ્વાદશીએ ભગવાન વિષ્ણુના અવતાર નૃસિંહ ભગવાનની પૂજા કરવાનું વિધાન છે. હિન્દુ ધર્મમાં આ દિવસને નૃસિંહ દ્વાદશી તરીકે ઓળખવામાં આવે છે. માન્યતા અનુસાર હોળીના 3 દિવસ પહેલા ભગવાન શ્રીવિષ્ણુના આ અવતારની પૂજા કરવાથી વ્યક્તિ તેના જીવનની મોટામાં મોટી સમસ્યામાંથી બહાર નીકળી શકે છે.

શ્રીકૃષ્ણની પૂજા

હોળાષ્ટક દરમ્યાન ભગવાન શ્રીકૃષ્ણની પૂજાનું પણ ખૂબ માહાત્મ્ય રહેલું છે. માન્યતા છે કે આ 8 દિવસોમાં જો વ્યક્તિ ભગવાન કૃષ્ણના વિવિધ રૂપોને ફળ, પુષ્પ, અબીલ-ગુલાલ, ધૂપ-દીપ વગેરે અર્પણ કરે છે અને તેમના મંત્રોનો જાપ કરે છે તો તેમના જીવનમાંથી દરેક પ્રકારના કષ્ટો દૂર થાય છે. સાથે જ જીવનમાં સુખ-સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Published On - 6:41 am, Wed, 22 February 23

Next Article