શનિવારે પીપળાના વૃક્ષની પૂજા સાથે આ ઉપાયો કરો, શનિદેવ સંબંધિત દરેક પ્રકારની પરેશાનીઓ થશે દૂર

|

Dec 04, 2021 | 12:53 PM

બ્રહ્મ પુરાણના 118મા અધ્યાયમાં એક સંદર્ભ દ્વારા જણાવવામાં આવ્યું છે કે શનિદેવે સ્વયં કહ્યું હતું કે જે કોઈ શનિવારના દિવસે પીપળની પૂજા કરે છે, પીપળને સ્પર્શ કરે છે, તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

શનિવારે પીપળાના વૃક્ષની પૂજા સાથે આ ઉપાયો કરો, શનિદેવ સંબંધિત દરેક પ્રકારની પરેશાનીઓ થશે દૂર
પીપળાના વૃક્ષની પૂજા

Follow us on

શનિવાર શનિદેવને (Shanidev) સમર્પિત છે. શનિદેવને ન્યાયાધીશ કહેવામાં આવે છે. તેઓ વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે. જો કોઈ વ્યક્તિ પર શનિદેવ પ્રસન્ન થાય છે તો તે વ્યક્તિના જીવનમાં કોઈપણ પ્રકારની કમી નથી રહેતી. બીજી તરફ જો શનિ કોઈ પર ક્રોધિત થઈ જાય તો તેને શારીરિક, આર્થિક અને માનસિક ત્રણેય રીતે ત્રાસ આપે છે. આવા વ્યક્તિને જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ જો કોઈ વ્યક્તિ આવી મુસીબતના સમયે પીપળાના વૃક્ષની પૂજા કરે છે તો તેના જીવનમાંથી શનિ સાથે જોડાયેલી પીડાઓ સમાપ્ત થઈ જાય છે.

બ્રહ્મ પુરાણના 118મા અધ્યાયમાં એક સંદર્ભ દ્વારા જણાવવામાં આવ્યું છે કે શનિદેવે સ્વયં કહ્યું હતું કે જે કોઈ શનિવારના દિવસે પીપળની પૂજા કરે છે, પીપળને સ્પર્શ કરે છે, તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેને ક્યારેય શનિ સંબંધિત પરેશાનીઓનો સામનો કરવો પડશે નહીં. આવા વ્યક્તિના ઘરમાં લક્ષ્મીનો (Laxmi Mata) વાસ રહેશે અને તેના દરેક દુ:ખ દૂર થશે. અહીં જાણો પીપળા સાથે જોડાયેલા કેટલાક એવા ઉપાય જે તમારી દરેક સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે.

1. દર શનિવારે પીપળના ઝાડના મૂળને સ્પર્શ કરો અને પ્રણામ કરો અને સાંજે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને પીપળના ઝાડની 5 કે 9 વાર પ્રદક્ષિણા કરો. આમ કરવાથી શનિ સાથે જોડાયેલી તમામ પરેશાનીઓ દૂર થાય છે. પરિવારમાં સુખ-સમૃદ્ધિ રહે છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

2. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળ છું. શનિદેવ ભગવાન કૃષ્ણને તેમના પ્રમુખ દેવતા માને છે. તેથી તેઓ પીપળની પૂજાથી ખૂબ જ ખુશ છે. જો તમે તમારા કામમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો અથવા સફળતા મેળવી શકતા નથી, તો દર શનિવારે દૂધમાં ગોળ અને પાણી મિક્સ કરીને પીપળા પર ચઢાવો. આમ કરવાથી વ્યક્તિને સફળતા પ્રાપ્ત થાય છે.

3. શનિવારે પીપળનું એક પાનઘરે લઈ આવવું. તેના પર અત્તર લગાવો અને આ પાનને તમારા પર્સમાં રાખો. દર મહિને પાંદડાને બદલો. આમ કરવાથી ક્યારેય પૈસાની કમી નથી થતી.

4. જો તમે કોઈ ખાસ ઈચ્છા પૂર્ણ કરવા ઈચ્છો છો તો પીપળના ઝાડ પાસે જાઓ. આ દરમિયાન તમારી સાથે લાલ પેન, લાલ કપડું અને લોટમાંથી બનેલો ઘીનો દીવો રાખો. પીપળાની નીચે ઘીનો દીવો પ્રગટાવો અને સામે ઊભા રહીને હનુમાન ચાલીસાનો પાઠ કરો. આ પછી પીપળના પાનને તોડ્યા વિના તેના પર તમારી ઈચ્છા લખો. આ પછી પીપળના ઝાડમાંથી થોડી માટી લો અને તેને લાલ કપડામાં લપેટી લો. પછી આ લાલ કપડામાં બાંધેલી માટી ઘરે લાવો અને જ્યાં પૈસા રાખો છો ત્યાં જ રાખો. તેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.

 

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Surya Grahan Rashifal 2021: આ 5 રાશિઓ પર થશે સૂર્યગ્રહણની અસર, શું તમારી રાશિ પણ છે આમાં સામેલ

આ પણ વાંચો : Surya Grahan 2021: આજે વર્ષનું અંતિમ સૂર્ય ગ્રહણ, જાણો ભારતમાં ક્યારે થશે સૂર્ય ગ્રહણ ? ક્યારે, ક્યાં અને કેવી રીતે નિહાળી શકાશે

Next Article