Dhanteras 2022: ધનતેરસ પર આ 5 ભૂલોને કારણે લક્ષ્મીજી થાય છે નારાજ, માણસ બની જાય છે કંગાળ

|

Oct 20, 2022 | 3:13 PM

ધનતેરસના (Dhanteras) દિવસે નવી વસ્તુઓ જેવી કે આભૂષણો, સોના-ચાંદીના સિક્કા, નવા વાસણો, નવું વાહન વગેરે ખરીદવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે અને આખું વર્ષ ઘરમાં સમૃદ્ધિ જળવાઈ રહે છે. પરંતુ કેટલીક વસ્તુઓ ઘરમાં લાવવાથી સૌભાગ્યની જગ્યાએ દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે.

Dhanteras 2022: ધનતેરસ પર આ 5 ભૂલોને કારણે લક્ષ્મીજી થાય છે નારાજ, માણસ બની જાય છે કંગાળ
Dhanteras - Laxmi Mata

Follow us on

ધનતેરસનો (Dhanteras) પવિત્ર તહેવાર, જે સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને સ્વાસ્થ્યના આશીર્વાદ આપે છે, તે આ વર્ષે 22 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. સનાતન પરંપરા અનુસાર ધનતેરસના દિવસે દેવી લક્ષ્મીની પૂજાની (Laxmi Puja) સાથે ધનના દેવતા કુબેર અને સ્વાસ્થ્યના દેવતા ભગવાન ધન્વંતરીની પૂજા કરવાનો નિયમ છે. દિવાળીના (Diwali) પાંચ દિવસીય તહેવારની શરૂઆત ધનતેરસ મહાપર્વથી થાય છે. એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે નવી વસ્તુઓ જેવી કે આભૂષણો, સોના-ચાંદીના સિક્કા, નવા વાસણો, નવું વાહન વગેરે ખરીદવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે અને આખું વર્ષ ઘરમાં સમૃદ્ધિ જળવાઈ રહે છે. પરંતુ કેટલીક વસ્તુઓ ઘરમાં લાવવાથી સૌભાગ્યની જગ્યાએ દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે. ચાલો જાણીએ ધનતેરસના તહેવાર સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ નિયમો વિશે.

ધનતેરસ પર ભૂલથી પણ આ વસ્તુઓ ખરીદવી નહીં

1. ધનતેરસના દિવસે ખરીદી કરતી વખતે, પૂજા માટે કોઈ કૃત્રિમ અથવા પ્લાસ્ટિકની વસ્તુઓ ન ખરીદો તેનું સંપૂર્ણ ધ્યાન રાખો. વાસ્તુ અનુસાર પ્લાસ્ટિકથી બનેલા ફૂલ અને મૂર્તિઓ ઘરમાં નકારાત્મક ઉર્જા વધારે છે. શુભ કાર્ય માટે પૂજામાં માત્ર માટીની મૂર્તિઓ અને તાજા ફૂલોનો ઉપયોગ કરો.

2. ધનતેરસના દિવસે કાતર, છરી, સોય વગેરે જેવી ધારદાર વસ્તુઓ ન ખરીદવી જોઈએ. એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે આવી વસ્તુઓ લાવવાથી ઘરમાં અશાંતિ અને કલહ હોય છે. સાથે જ લક્ષ્મી માતા ક્રોધિત થઈ ઘરની બહાર જતા રહે છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

3. ધનતેરસ પર લોખંડથી બનેલી વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઘરમાં લોખંડ લાવવાથી શનિ સંબંધિત દોષ થાય છે.

4. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાચ અને એલ્યુમિનિયમનો સંબંધ રાહુ સાથે હોવાનું માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આ ગ્રહ સંબંધિત દોષોથી બચવા માટે ધનતેરસના દિવસે આ બંને ધાતુના વાસણો કે વસ્તુઓ ન ખરીદવી જોઈએ.

5. ધનતેરસના દિવસે નકલી ફૂલોની જેમ નકલી ઘરેણાં પણ ખરીદવા જોઈએ નહીં. આ દિવસે આર્ટિફિશિયલ જ્વેલરી ખરીદવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં દુઃખ અને દરિદ્રતા વધે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Published On - 3:13 pm, Thu, 20 October 22

Next Article