
મંગળવાર અને શનિવાર હનુમાનજીની પૂજા અને ઉપવાસ વગેરે માટે શુભ માનવામાં આવે છે. આ દિવસે પૂજા કરવાથી વ્યક્તિની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. બજરંગબલી ભક્તો પર પ્રસન્ન થાય છે અને તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે. બીજી તરફ જો કોઈ વ્યક્તિની કુંડળીમાં મંગલ દોષ હોય તો મંગળવારે સાચી ભક્તિ સાથે હનુમાનજીની પૂજા કરવાથી વ્યક્તિમાંથી મંગલ દોષ દૂર થાય છે.
જ્યોતિષમાં હનુમાનજીના દરેક સ્વરૂપનું અલગ-અલગ મહત્વ સમજાવવામાં આવ્યું છે. બીજી તરફ વાસ્તુશાસ્ત્રમાં હનુમાનજીના અલગ-અલગ ફોટા યોગ્ય દિશામાં લગાવવાથી તે શુભ અને ફળદાયી બને છે. આવો જાણીએ હનુમાનજીનો ફોટો ક્યાં અને કેવી રીતે લગાવવો જોઈએ.
પંચમુખી હનુમાનજીની તસ્વીર ઘરમાં લગાવવાથી ઘરમાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો નથી. ફોટો લગાવવાથી ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે અને નકારાત્મક ઉર્જા દૂર રહે છે. જો કોઈ વ્યક્તિના ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ હોય તો તેની શક્તિ દર્શાવતા હનુમાનજીનો ફોટો લગાવવાની સલાહ આપવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે હનુમાનજીનો ફોટો દક્ષિણ દિશામાં જ લગાવવો જોઈએ. કહેવાય છે કે હનુમાનજીનો પ્રભાવ દક્ષિણ દિશામાં વધુ હોય છે અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ રહેતો નથી.
ઘરની દક્ષિણ દિશામાં હનુમાનજીનો લાલ રંગનો બેઠો ફોટો લગાવવાથી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ ઓછો થઈ જાય છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. હનુમાનજીના ચિત્રની સામે બેસીને હંમેશા ભક્તિભાવથી પૂજા કરવી જોઈએ.
ઘરના લિવિંગ રૂમમાં રામના દરબારમાં રામજીના ચરણોમાં બેઠેલા હનુમાનજીની તસવીર લગાવવાથી પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ, વિશ્વાસ, સ્નેહ અને એકતા જળવાઈ રહે છે.
જો પરિવારના સભ્યોમાં હિંમત અને આત્મવિશ્વાસની કમી હોય તો ઘરમાં પર્વતને ઉપાડતા હનુમાનજીનો ફોટો લગાવવો જોઈએ. તેનાથી પરિવારના સભ્યોનો આત્મવિશ્વાસ વધે છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…