વિવિધ ફળની પ્રાપ્તિ કરાવશે વિવિધ દીવા ! જાણી લો, તમારા માટે કઈ ધાતુનો દીવો બનશે ફળદાયી ?

|

May 12, 2022 | 8:47 AM

ચાંદીના દીવાને ચોખાના ઢગલા પર રાખીને તેની આજુબાજુ સફેદ રંગના પુષ્પ પાથરી દેવા. આ દીવામાં ગાયનું શુદ્ધ ઘી ઉમેરીને તેને પ્રજવલિત કરવો. તેનાથી ઘરમાં શાંતિ, શુદ્ધતા અને સાત્વિકતાનું આગમન થાય છે. તેમજ ધનમાં વૃદ્ધિ થાય છે.

વિવિધ ફળની પ્રાપ્તિ કરાવશે વિવિધ દીવા ! જાણી લો, તમારા માટે કઈ ધાતુનો દીવો બનશે ફળદાયી ?
Diya

Follow us on

દીવો એ સત્કર્મનો સાક્ષી મનાય છે. વાસ્તવમાં વ્યક્તિ જે પણ કંઈ શુભકર્મ કરે છે, તેની સાક્ષીરૂપે જ દીપ પ્રજ્વલિત કરવામાં આવતો હોય છે. પણ, દીપ પ્રાગટ્ય માટેના આ દીવા ઘણાં પ્રકારના હોય છે. જેમ કે ચાંદીના, માટીના, તાંબાના, પિત્તળના, કાંસાના કે લોટના. વિવિધ પ્રકારની ધાતુઓમાંથી વિવિધ પ્રકારના દીવાઓનું નિર્માણ થતું હોય છે. ત્યારે આવો, આજે આપને એ જણાવીએ કે કઈ ધાતુના દીવામાં દીપ પ્રજ્વલિત કરવાથી કયા પ્રકારના લાભથી થાય છે પ્રાપ્તિ !

લોટના દીવા

કોઇપણ પ્રકારની સાધના, મનોકામના સિદ્ધિ તેમજ સંકટ કે દેવામાંથી મુક્તિ માટે લોટમાંથી બનેલ દીવાનો પ્રયોગ સવિશેષ લાભદાયી મનાય છે. આવા દીપને પ્રગટાવીને વિશેષ સ્થાન પર રાખવામાં આવે છે. અથવા તો વહેતી નદીના જળમાં પ્રવાહિત કરી દેવામાં આવે છે.

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

માટીના દીવા

દરેક પ્રકારની પૂજામાં માટીના દીવડા સૌથી વધુ લાભદાયી સાબિત થાય છે. તેનાથી શુક્ર અને શનિ સંબંધિત સમસ્યાઓનું સમાધાન મળે છે.

સુવર્ણના દીવા

સૂર્ય અને બૃહસ્પતિની ધાતુ સુવર્ણ છે. આ દીવામાં ગાયનું શુદ્ધ ઘી ઉમેરીને ‘રૂ’ની વાટ બનાવીને ઘઉંની ઢગલી બનાવી તેની પર પૂર્વમુખી રહે તે રીતે દીવો મૂકો. તેની આજુબાજુ ગુલાબના પુષ્પની પાંદડીઓ રાખવી જોઇએ. તેનાથી જીવનમાં દરેક પ્રકારની પ્રગતિની સાથે બુદ્ધિમાં વિકાસ થાય છે.

ચાંદીનો દીવો

ચંદ્ર અને શુક્રની ધાતુ ચાંદી છે. ચોખાના ઢગલા પર ચાંદીનો દીવો રાખીને તેની આજુબાજુ સફેદ રંગના પુષ્પ રાખવા. આ દીવામાં ગાયનું શુદ્ધ ઘી ઉમેરીને તેને પ્રજવલિત કરવો. તેનાથી ઘરમાં શાંતિ, શુદ્ધતા અને સાત્વિકતાનું આગમન થાય છે. તેમજ ધનમાં વૃદ્ધિ થાય છે.

તાંબાનો દીવો

સૂર્ય અને મંગળની ધાતુ છે તાંબુ. આ દીવડાને લાલ મસૂરની દાળના ઢગલા પર રાખીને તેની આજુબાજુ લાલ રંગના પુષ્પની પાંદડીઓ રાખવી. દીવામાં તલનું તેલ ઉમેરીને તેને પ્રજવલિત કરો અને દક્ષિણ દિશામાં સ્થાપિત કરો. તેનાથી દરેક પ્રકારના અનિષ્ટનો નાશ થાય છે અને વ્યક્તિના મનોબળમાં, આત્મવિશ્વાસમાં વધારો થાય છે.

કાંસાનો દીવો

કાંસાને બુધની ધાતુ માનવામાં આવે છે. આ ધાતુના દીવાને ચણાની દાળના ઢગલા પર રાખીને તેની આજુબાજુ પીળા રંગના પુષ્પની પાંદડીઓ રાખી દો. પછી તેમાં તલનું તેલ ઉમેરીને રૂની વાટ બનાવી દીપ પ્રજવલિત કરો. તેને ઉત્તર દિશામાં સ્થાપિત કરો. આ કાર્ય કરવાથી તમારી પ્રગતિ વધશે. ધન-સમૃદ્ધિ થશે અને ક્યારેય કોઇપણ વસ્તુની અછત નહીં સર્જાય.

લોખંડ કે સ્ટીલનો દીવો

શનિની ધાતુ છે લોખંડ. આ ધાતુથી બનેલ દીવાને પશ્ચિમ દિશામાં અડદની દાળની ઢગલી પર સ્થાપિત કરો. તેની ચારેય તરફ કાળા કે જાંબલી રંગના પુષ્પની પાંદડીઓ રાખી દો. તેમાં સરસવના તેલને ઉમેરીને દીવો પ્રજવલિત કરો. આ કાર્ય કરવાથી દરેક પ્રકારના અનિષ્ટ, દુર્ઘટનાઓથી રક્ષા મળે છે.

પિત્તળનો દીવો

પિત્તળ એ બૃહસ્પતિની ધાતુ છે. આ દીવાને ચણાની દાળના ઢગલા પર બિરાજમાન કરીને તેની ચારે તરફ પીળા રંગના પુષ્પ રાખી દો. આ દીવાને ઉત્તર દિશામાં સ્થાપિત કરવો જોઈએ. આ કાર્ય કરવાથી આપના ભાગ્યમાં વૃદ્ધિ થાય છે. એટલું જ નહીં, દાંપત્ય જીવનનું સુખ પ્રાપ્ત થાય છે.

અષ્ટધાતુનો દીવો

વિશિષ્ટ અનુષ્ઠાનના હેતુથી અષ્ટધાતુથી બનેલ પંચમુખી દીવાને પ્રજવલિત કરવામાં આવે છે. તેનાથી જીવનના દરેક પ્રકારના કષ્ટોમાંથી વ્યક્તિને મુક્તિ મળે છે. દેવામાંથી મુક્તિ મળે છે. તેમજ ધન અને સમૃદ્ધિમાં પણ વધારો થાય છે.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Next Article