હનુમાનજીને પ્રસન્ન કરવાનો લીંબુ અને લવિંગનો આ ઉપાય જાણ્યો તમે ?

એવું કહેવાય છે કે ખુબ મહેનત પછી પણ જો આપને ધારી સફળતા નથી મળતી તો લીંબુ અને લવિંગનો આ ઉપાય આપની તમામ મનોકામનાને પૂર્ણ કરી શકે છે અને હનુમાનજીની વિશેષ કૃપાને પ્રાપ્ત કરાવી શકે છે.

હનુમાનજીને પ્રસન્ન કરવાનો લીંબુ અને લવિંગનો આ ઉપાય જાણ્યો તમે ?
હનુમાનજીની વિશેષ કૃપા!
| Edited By: | Updated on: Feb 27, 2021 | 12:05 PM

હનુમાનજી (HANUMANJI) ચિરંજીવી કહેવાય છે. હનુમાનજી તો આ કળિયુગમાં હાજરાહજુર મનાય છે. પ્રભુ શ્રી રામના પરમ ભક્ત સાથે કેટલીયે કથાઓ અને વાયકાઓ હનુમાનજી સાથે જોડાયેલી છે. પ્રભુ શ્રી રામની ભક્તિમાં લીન રહેતા પવનપુત્ર તેમના ભક્તોને પણ ક્યારેય નિરાષ કરતાં નથી.

એવું કહેવાય છે કે ખુબ મહેનત પછી પણ જો આપને ધારી સફળતા નથી મળતી તો લીંબુ અને લવિંગનો આ ઉપાય આપની તમામ મનોકામનાને પૂર્ણ કરી શકે છે અને હનુમાનજીની વિશેષ કૃપાને પ્રાપ્ત કરાવી શકે છે.

આપ જ્યારે પણ મંદિર જાઓ એક લીંબુ અને 4 લવિંગને સાથે રાખો.
મંદિરમાં હનુમાનજીના મંદિરની સામે લીંબુમાં લવિંગ લગાવી દો.
ત્યારબાદ હનુમાન ચાલીસાનો પાઠ અથવા હનુમાનજીના કોઈ મંત્રનો જાપ કરો.
હનુમાનજીને પ્રાર્થના કર્યા બાદ જ્યારે પણ તમે એ કાર્ય કરો છો ત્યારે તે લીંબુ અને લવિંગને સાથે રાખવું.

આ પ્રયોગથી તમારી મહેનતને તો વેગ મળશે જ અને સાથે જ હનુમાનજીની કૃપા પણ બની રહેશે.

આ પણ વાંચો  વિવાહ આડે આવે છે વિઘ્નો, તો અચુક અપનાવો આ મંત્ર થશે ખાસ આ ફાયદો