Dhanteras 2023 : ધનતેરસની પૂજામાં ચઢાવો આ પાંચ વસ્તુ, ધનની નહીં થાય ક્યારેય કમી

|

Nov 10, 2023 | 5:46 PM

હિન્દુ ધર્મની પરંપરા અનુસાર આ દિવસે ધનની દેવી લક્ષ્મીની સાથે ભગવાન કુબેરની પણ પૂજા કરવામાં આવે છે. આ સિવાય આ દિવસે સ્વાસ્થ્યના દેવતા ભગવાન ધન્વંતરીની પૂજા પણ કરવામાં આવે છે. હિંદુ કેલેન્ડર અનુસાર, ધનતેરસનો આ પવિત્ર તહેવાર કારતક મહિનાના કૃષ્ણ પક્ષની તેરસના દિવસે ઉજવવામાં આવે છે.

Dhanteras 2023 : ધનતેરસની પૂજામાં ચઢાવો આ પાંચ વસ્તુ, ધનની નહીં થાય ક્યારેય કમી
Dhanteras 2023

Follow us on

દિવાળી પાંચ દિવસનો તહેવારની શરૂઆત ધનતેરસથી થાય છે. સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય લાવનાર ધનતેરસનો તહેવાર આજથી શરૂ થઇ ગયો છે. હિન્દુ ધર્મની પરંપરા અનુસાર આ દિવસે ધનની દેવી લક્ષ્મીની સાથે ભગવાન કુબેરની પણ પૂજા કરવામાં આવે છે. આ સિવાય આ દિવસે સ્વાસ્થ્યના દેવતા ભગવાન ધન્વંતરીની પૂજા પણ કરવામાં આવે છે. હિંદુ કેલેન્ડર અનુસાર, ધનતેરસનો આ પવિત્ર તહેવાર કારતક મહિનાના કૃષ્ણ પક્ષની તેરસના દિવસે ઉજવવામાં આવે છે. ધનતેરસ પર સોનું, ચાંદી, વાસણો કે નવું વાહન ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

પરંતુ શું તમે જાણો છો કે આ તહેવાર પર દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરને કેટલીક વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે જો દેવી-દેવતાઓ પ્રસન્ન થાય છે તો તેમને જીવનભર ધન સંબંધિત કોઈ સમસ્યા નથી આવતી. તેથી આ ધનતેરસની પૂજા દરમિયાન આ પાંચ વસ્તુઓ અવશ્ય ચઢાવો અને તેનાથી ધનનો વરસાદ થશે.

પીળા રંગનો પ્રસાદ

કહેવાય છે કે ભગવાન કુબેરને પીળા રંગની વસ્તુઓ પસંદ છે. પ્રસાદ તરીકે, તમે ભગવાન કુબેરને પીળા ચોખા, કેસરની ખીર અથવા ચણાના લોટના લાડુ અર્પણ કરી શકો છો. એવું માનવામાં આવે છે કે પીળા રંગની વસ્તુઓ ચઢાવવાથી ભગવાન કુબેરને પ્રસન્ન કરી શકાય છે.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

નાળિયેરનો પ્રસાદ

હિંદુ ધર્મમાં દરેક શુભ કાર્ય અથવા પૂજા દરમિયાન પૂજા સામગ્રીમાં શ્રીફળનો સમાવેશ કરવો ફરજિયાત માનવામાં આવે છે. ધનતેરસના અવસર પર શ્રીફળને લાલ કપડામાં લપેટીને કલશ પર રાખો. આમ કરવાથી ભગવાન કુબેર પ્રસન્ન થાય છે અને વ્યક્તિને તેમના વિશેષ આશીર્વાદ મળે છે.

હળદર અને કંકુ

ભગવાન કુબેરને પીળા રંગની વસ્તુઓ ચઢાવવામાં આવે છે, તેથી આ તહેવારમાં હળદરનું પણ વિશેષ મહત્વ છે. તમે ધનના દેવતા કુબેરને હળદર અર્પણ કરી શકો છો. તેનાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

સ્વસ્તિક

એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે ભગવાન કુબેરની પૂજા કરતી વખતે સ્વસ્તિક અવશ્ય બનાવવું. તમે પાણી અથવા ઘીમાં હળદર મિક્સ કરીને સ્વસ્તિક બનાવી શકો છો. આવું કરવાથી ખૂબ જ શુભ હોય છે અને તેનાથી દેવી લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે.

દુર્વા ચઢાવો

આ એક પ્રકારનું ઘાસ છે જેનો ઉપયોગ પૂજામાં થાય છે. કહેવાય છે કે ભગવાન કુબેરને દુર્વા અર્પણ કરવાથી જીવનમાં સુખ અને ધનની વૃદ્ધિ થાય છે. આ સિવાય ધનતેરસના દિવસે તેને દેવી-દેવતાઓ સમક્ષ રાખવાથી ઘરમાં ધનની તંગી થઈ શકે છે. તેથી દુર્વા ચઢાવવાનું ભૂલશો નહીં.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Next Article