Dhanteras 2021: દર વર્ષે આસો માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશીને ધનતેરસ તરીકે ઉજવવામાં આવે છે. ધનતેરસ એ એક મોટો તહેવાર છે જે દિવાળી પહેલા આવતો હોય છે. આ દિવસે લોકો ધનના દેવતા કુબેર, દેવી લક્ષ્મી, ધન્વંતરી અને યમરાજની પૂજા કરે છે, સાથે જ ખરીદીનો પણ ટ્રેન્ડ છે. આ વખતે ધનતેરસ 2 નવેમ્બર, મંગળવારે આવી રહી છે.
ધનતેરસના દિવસે સોનું, ચાંદી, ઘરેણાં, વાસણો વગેરેની ખરીદી કરવામાં આવે છે. ઘણા લોકો આ દિવસે જમીન, મકાન વગેરે પણ ખરીદે છે કારણ કે ધનતેરસને સમૃદ્ધિનો દિવસ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ખરીદી કરવાથી દેવી લક્ષ્મી અને કુબેરની કૃપા પ્રાપ્ત થાય છે. જ્યોતિષી ડૉ. અરવિંદ મિશ્રા અનુસાર, ધનતેરસના દિવસે કેટલીક ભૂલો કરવાથી બચવું જોઈએ, નહીં તો તમારે તેનું પરિણામ ભોગવવું પડી શકે છે.
1 – ઉધાર આપવાની કે લેવાની ભૂલ ન કરો
જ્યોતિષાચાર્ય કહે છે કે ધનતેરસનો દિવસ સમૃદ્ધિનો દિવસ માનવામાં આવે છે. તેથી, આ દિવસે ઉધાર આપવું અને લેવું બંને અશુભ માનવામાં આવે છે કારણ કે ન તો ઉધાર લેનારને ફળ મળે છે અને ન આપનારને. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે.
આ સ્થિતિમાં વ્યક્તિને તમામ આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘરમાં હંમેશા અપૂરતા પૈસા હોય છે, જેના કારણે પરિવારમાં અન્ય સમસ્યાઓ પણ ઉભી થાય છે. તેથી, ધનતેરસ પર ઉધાર આપવાનું અને લેવાનું કામ ક્યારેય ન કરવું જોઈએ.
2 આટલી વસ્તુઓ ખરીદવાનું ટાળો
ધનતેરસના દિવસે કેટલાક લોકો સ્ટીલના વાસણો ખરીદે છે, પરંતુ જ્યોતિષીઓનું કહેવું છે કે સ્ટીલના વાસણો ન ખરીદવા જોઈએ કારણ કે તેમાં લોખંડ પણ હોય છે. લોખંડનો સંબંધ શનિ સાથે છે. જો તમારે વાસણો ખરીદવા હોય તો પિત્તળના વાસણો લેવા. સાથે જ વાસણમાં ચોખા અથવા કોઈ પણ મીઠી વસ્તુ ભરીને ઘરમાં લાવો. આવું કરવાથી પરિવારમાં સમૃદ્ધિ આવે છે.
આ સિવાય ધનતેરસના દિવસે ચાકુ, કાતર, કાચના વાસણો, તાંબુ, ચામડું અથવા કોઈ પણ કાળા રંગની વસ્તુઓ કે ધારદાર વસ્તુઓ ન ખરીદવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ શુભ દિવસે આ વસ્તુઓ ખરીદવાથી પરિવારમાં મુશ્કેલીઓ અને પરેશાનીઓ વધે છે. પારિવારિક સંબંધો બગડે છે.
નોંધ: અહી આપવમાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: દાદરાનગર હવેલીની લોકસભા બેઠકની પેટાચૂંટણી માટે મતદાન ચાલું, ભાજપ અને શિવસેનાના નેતા વચ્ચે ખરાખરીનો જંગ
આ પણ વાંચો: ગુજરાતના બનાસકાંઠાના ખેડૂતોની કફોડી હાલત, દાંતીવાડા ડેમનું પાણી સિંચાઇ માટે નહિ મળે