Char Dham Yatra 2023: ચારધામ યાત્રા ક્યારે શરૂ થશે? ક્યારે ખુલશે કેદારનાથ-બદ્રીનાથના કપાટ? જાણો તમામ વિગતો

આ ચારધામ યાત્રાને છોટા ચારધામ યાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓ પશ્ચિમથી પૂર્વ તરફ એટલે કે યમુનોત્રીથી ગંગોત્રી, કેદારનાથ સુધી ચાલે છે અને અંતે બદ્રીનાથ પહોંચીને તેમની યાત્રા પૂર્ણ કરે છે. ચાલો જાણીએ ચારધામ યાત્રા વિશે વિગતવાર.

Char Dham Yatra 2023: ચારધામ યાત્રા ક્યારે શરૂ થશે? ક્યારે ખુલશે કેદારનાથ-બદ્રીનાથના કપાટ? જાણો તમામ વિગતો
Chardham Yatra 2023
| Edited By: | Updated on: Apr 14, 2023 | 5:23 PM

હિંદુ ધર્મની આસ્થા સાથે જોડાયેલા ઉત્તરાખંડની ચારધામ યાત્રા આ વર્ષે અક્ષય તૃતીયા એટલે કે 22 એપ્રિલ 2023થી શરૂ થશે. સનાતન પરંપરામાં આ તિથિને ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે આ દિવસે કરવામાં આવેલી કોઈપણ ધાર્મિક પૂજા કે અનુષ્ઠાનનો ક્ષય થતો નથી. હિંદુ માન્યતા અનુસાર આ દિવસથી ત્રેતાયુગની શરૂઆત થઈ હતી અને ભગવાન પરશુરામનો જન્મ થયો હતો.

ઉત્તરાખંડ રાજ્યના ચાર મુખ્ય યાત્રાધામો સાથે જોડાયેલી આ ચારધામ યાત્રાને છોટા ચારધામ યાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓ પશ્ચિમથી પૂર્વ તરફ એટલે કે યમુનોત્રીથી ગંગોત્રી, કેદારનાથ સુધી ચાલે છે અને અંતે બદ્રીનાથ પહોંચીને તેમની યાત્રા પૂર્ણ કરે છે. ચાલો જાણીએ ચારધામ યાત્રા વિશે વિગતવાર.

ક્યારે ખુલશે ગંગોત્રી-યમુનોત્રીના કપાટ

ઉત્તરાખંડમાં સ્થિત ચાર ધામમાંથી, બે મુખ્ય ધામો એટલે કે ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ અક્ષય તૃતીયા એટલે કે 22 એપ્રિલ 2022ના રોજ ખુલશે. ગંગોત્રી, હિમાલયમાં સ્થિત છે, તે સ્થાન છે જ્યાંથી સૌથી પવિત્ર નદી ગંગા નીકળે છે.ગંગા નદીના કિનારે હરિદ્વાર અને પ્રયાગરાજ જેવા ઘણા મોટા તીર્થસ્થાનો છે, જ્યાં દર 6 અને 12 વર્ષે આસ્થાનો કુંભ થાય છે. બીજી તરફ, ગંગાની મુખ્ય ઉપનદી યમુના, યમુનોત્રીમાંથી નીકળે છે, જે મેદાનોમાંથી પસાર થાય છે અને પ્રયાગરાજના સંગમ પર ગંગામાં જોડાય છે.

આ પણ વાંચો : આજે ભૂલ્યા વિના અજમાવી લો આ અત્યંત સરળ ઉપાય, પિતૃદોષમાંથી મળી જશે મુક્તિ !

કેદારનાથના કપાટ ક્યારે ખુલશે

કેદારનાથ ધામના કપાટ આ વર્ષે 25 એપ્રિલ, 2023ના રોજ સવારે ખોલવામાં આવશે. બાબા કેદારનાથના દ્વાર ખુલતાની સાથે જ ભોલેના ભક્તો તેમના દર્શન અને પૂજા કરી શકશે. કેદારનાથ ધામના કપાટ ખોલવાનો પૂજા કાર્યક્રમ 21 એપ્રિલ, 2023થી શરૂ થશે અને બાબાની ડોલી ઉખીમઠના ઓમકારેશ્વર મંદિરથી એક દિવસ પહેલા કેદારનાથ પહોંચશે.

કયા દિવસે બદ્રીનાથના કપાટ ખોલવામાં આવશે

ભગવાન બદ્રીનાથના કપાટ આ વર્ષે 27 એપ્રિલ 2023ના રોજ ખુલશે. દરવાજા ખોલવાના બે દિવસ પહેલા, પુજારીઓ બદ્રીનાથની પાલખી સાથે ધામ પહોંચશે અને 27 એપ્રિલ, 2023 ના રોજ, બ્રહ્મ મુહૂર્તમાં મંદિરના કપાટ ખોલવામાં આવશે. જે બાદ સામાન્ય યાત્રીઓ ભગવાન બદ્રીનાથના દર્શન અને પૂજા કરી શકશે.

Published On - 5:22 pm, Fri, 14 April 23