શાસ્ત્રોમાં વાંસ સળગાવવું વર્જિત છે, સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક, જાણો કારણ

વાંસના લાકડાને બાળવામાં આવે તો તે વંશનો નાશ કરે છે અને પિતૃ દોષનું કારણ બને છે. તેની પાછળ ઘણા વૈજ્ઞાનિક તથ્યો પણ છે. જાણો....

શાસ્ત્રોમાં વાંસ સળગાવવું વર્જિત છે, સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક, જાણો કારણ
Burning bamboo is forbidden in the scriptures, it is also harmful for health, know the reason
| Edited By: | Updated on: Sep 13, 2022 | 4:17 PM

શાસ્ત્રોમાં વાંસ(Bamboo)ના લાકડાને બાળવાની મનાઈ છે. કોઈપણ હવન કે પૂજા (worship) પદ્ધતિમાં વાંસ ઉપયોગ થતો નથી. ભારતીય સનાતન પરંપરાઓમાં વાંસ સળગાવવાની મનાઈ છે. એવું કહેવાય છે કે જો વાંસના લાકડાને બાળવામાં આવે તો તે વંશનો નાશ કરે છે અને પિતૃ દોષનું કારણ બને છે. તેની પાછળ ઘણા વૈજ્ઞાનિક તથ્યો પણ છે. ભગવાન શ્રીકૃષ્ણ હંમેશા પોતાની સાથે વાંસની વાંસળી રાખતા હતા. ભારતીય વાસ્તુશાસ્ત્રમાં પણ વાંસને શુભ માનવામાં આવે છે. લગ્ન, જનોઈ, મુંડન વગેરેમાં વાંસની પૂજા કરવામાં આવે છે, ઉપરાંત વાંસમાંથી મંડપ બનાવવા તેમજ સુશોભન માટે પણ ઉપયોગી છે. તેથી વાંસ સળગાવવું શુભ નથી. એવું પણ માનવામાં આવે છે કે જ્યાં વાંસનો છોડ હોય છે, ત્યાં દુષ્ટ આત્માઓ આવતી નથી.

વૈજ્ઞાનિક કારણ એવુ છે કે વાંસના લાકડામાં સીસા(લીડ)ની સાથે અન્ય અનેક પ્રકારની ધાતુઓ હોય છે. આવી સ્થિતિમાં, જો તમે તેને બાળી નાખો છો અને તેનો નાશ કરો છો, તો આ ધાતુઓ પોતાનો ઓક્સાઈડ બનાવે છે, જેના કારણે માત્ર પર્યાવરણ જ પ્રદૂષિત નથી પરંતુ તે જાનહાની કે ગંભીર બિમારી ફેલાવા જેટલુ નુકસાન કરી શકે છે, કારણ કે લીડ હવામાં ઓગળી જાય છે અને જ્યારે તમે શ્વાસ લો છો, ત્યારે તે તમારા શરીરમાં પ્રવેશે છે. જેના કારણે લીવર સંબંધિત સમસ્યાઓનો ખતરો વધી જાય છે.

સામાન્ય રીતે અગરબત્તી વાંસની બનેલી હોય છે. તેથી તેને બાળવું સારું નથી. શાસ્ત્રોમાં અગરબતી સળગાવાનો ઉલ્લેખ જોવા મળતો નથી પરંતુ ધુપને પુજા અર્ચના માટે ઉપયોગ કરવાનો ઉલ્લેખ છે. ફેંગશુઈમાં પણ વાંસના છોડને દીર્ધાયુષ્ય માટે ખૂબ જ શક્તિશાળી પ્રતીક માનવામાં આવે છે. તે સારા નસીબનો પણ સંકેત આપે છે, તેથી તેને બાળવી ફેંગશુઈની દૃષ્ટિએ અશુભ છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.