Vastu Tips : શંખથી લઈને માળા સુધી, આ વસ્તુઓ જમીન પર મૂકવાની ભૂલ ન કરો!

પૂજા (Puja) દરમિયાન, ઘણા નિયમોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, નહીં તો સંપૂર્ણ પરિણામ પ્રાપ્ત થશે નહીં. કેટલીક વસ્તુઓ જમીન પર મૂકવી અશુભ માનવામાં આવે છે. ચાલો જાણીએ કે તે વસ્તુઓ કઈ છે.

Vastu Tips : શંખથી લઈને માળા સુધી, આ વસ્તુઓ જમીન પર મૂકવાની ભૂલ ન કરો!
Image Credit source: canva
| Updated on: Oct 25, 2026 | 8:22 AM

હિન્દુ ધર્મમાં પુજા -પાઠનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. તેમજ જીવનનો એક અભિન્ન અંગ પણ કહેવામાં આવે છે. ઘરમાં દરરોજ પુજા કરવાથી સુખ શાંતિ રહે છે. દેવી -દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેમજ પરિવારના સભ્યોમાં પ્રેમ રહે છે. ધાર્મિક માન્યતા છે કે, જે ઘરમાં દરરોજ પુજા -પાઠ થાય નહી. ત્યાં અશાંતિ અને દુર્ભાગ્યનો વાસ થઈ જાય છે. આ કારણે લોકો દરરોજ પોતાના ઘરમાં પુજા-અર્ચના કરે છે.

પુજા-પાઠ કરવાનો મતલબ માત્ર દેવી -દેવતાઓને ફળ-ફુલ ચઢાવવાનો નથી. પુજા દરમિયાન કેટલાક નિયમો અને વાતનું ખુબ ખાસ ધ્યાનમાં રાખવું પડે છે. કારણ કે, પુજામાં કેટલીક વસ્તુઓ પર પ્રતિબંધ છે. ઘણીવાર લોકો જાણી જોઈને કે અજાણતાં પૂજા દરમિયાન ભૂલો કરે છે, જેના કારણે દેવી-દેવતાઓની નારાજગી થાય છે. પુજા દરમિયાન કેટલીક સામગ્રીઓને જમીનની નીચે રાખવી અશુભ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કઈ કઈ વસ્તુઓ છે અને નિયમો શું છે.

કઈ પૂજાની વસ્તુઓ જમીન પર ન રાખવી જોઈએ?

  • વાસ્તુ શાસ્ત્ર અને ધાર્મિક માન્યતાઓ અનુસાર પુજા -પાઠ સાથે જોડાયેલી કેટલીક વસ્તુઓ ભૂલથી પણ સીધી જમીન પર રાખવી જોઈએ નહી. આ વસ્તુઓને જમીન પર રાખવી અશુભ માનવામાં આવે છે.
  • શિવલિંગ અને શાલિગ્રામ ખુબ પવિત્ર અને ભગવાનનું સ્વરુપ માનવામાં આવે છે. આ માટે તેને ક્યારેય સીધા જમીન પર ન રાખો. પરંતુ ચોખ્ખા કાપડ અથવા ટેબલ પર રાખો.
  • મંદિરની સાફ-સફાઈ કરતી વખતે ભગવાનની મૂર્તિઓ અને ફોટો સીધો જમીન પર રાખવો જોઈએ નહી.
  • શંખને મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનું પ્રતિક માનવામાં આવે છે. જેને જમીન પર રાખવાથી પૈસાનું નુકસાન થઈ શકે છે.
  • પુજા દરમિયાન દીવો પ્રગટાવ્યા બાદ સીધો જમીન પર રાખવો જોઈએ નહી. દીવાને સ્ટેન્ડ અથવા થાળીમાં રાખો.
  • ભગવત ગીતા, રામાયણ અને પવિત્ર ગ્રંથને ક્યારેય જમીન પર રાખવા નહી. તેને હંમેશા ઉંચા સ્થાને , સ્ટેન્ડ અથવા સાફ કપડામાં રાખો.
  • સોના-ચાંદીના ધરેણાને લક્ષ્મીનું સ્વરુપ માનવામાં આવે છે. આ માટે તેને ક્યારે જમીન પર રાખવું શુભ માનવામાં આવતું નથી.
  • જનોઈ અને પૂજા સામગ્રી પવિત્ર દોરો, તુલસી, પૂજાના ફૂલો, ચંદન અને પવિત્ર કાપડ જમીન પર રાખવાનું ટાળો.

Disclaimer : આ સમાચારમાં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. TV9 ગુજરાતી તેનું સમર્થન કરતું નથી.

 

રાવણ દહન પછી રાખ કેમ ઘરે લાવવામાં આવે છે? જાણો તેની પાછળનું રહસ્ય અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.