Pitru Paksha 2026 : પિતૃ પક્ષમાં શ્રાદ્ધ પછી આ 5 કામ ક્યારે પણ ન કરતા, પિતૃ થઈ શકે છે નારાજ

Pitru Paksha 2026: પિતૃપક્ષમાં પૂર્વજોની શાંતિ અને તેના આશીર્વાદ મેળવવા માટે શ્રાદ્ધ, તપર્ણ અને પિંડદાન કરવામાં આવે છે.પરંતુ શ્રાદ્ધનું કામ પૂર્ણ કર્યા પછી કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ, બાકી પિતૃ નારાજ થઈ શકે છે.

Pitru Paksha 2026 : પિતૃ પક્ષમાં શ્રાદ્ધ પછી આ 5 કામ ક્યારે પણ ન કરતા, પિતૃ થઈ શકે છે નારાજ
Image Credit source: AI
| Updated on: Sep 27, 2026 | 7:43 AM

હિન્દુ ધર્મમાં પિતૃપક્ષ (Pitru Paksha)ને પૂર્વજોને યાદ કરીને અને તેના પ્રતિ શ્રાદ્ધા વ્યક્ત કરવાની વિશેષ સમય માનવામાં આવે છે. આ દરમિયાન લોકો પોતાના દિવગંત પરિજનોની તિથિ અનુસાર શ્રાદ્ધ , તર્પણ અને પિંડદાન કરે છે. ધાર્મિક માન્યતા છે કે, વિધિ -વિધાનથી કરવામાં આવેલું શ્રાદ્ધ ( Shradh ) કર્મથી પિતૃની આત્માને શાંતિ મળે છે. તેમજ તેના આશીર્વાદ પરિવારને પ્રાપ્ત થાય છે. પિતૃપક્ષ દરમિયાન ઘરમાં સાત્વિક અને શાંતિ બનાવી રાખવા પર પણ વિશેષ ઘ્યાન આપવામાં આવે છે.એટલા માટે આ સમયગાળા દરમિયાન ખાવાની આદતોથી લઈને વર્તન સુધી ઘણી બાબતોનું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે.

કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈ

જેમ શ્રાદ્ધ વિધિ કરવા માટે ચોક્કસ નિયમો અને સાવચેતીઓ છે, તેમ શ્રાદ્ધ અથવા તર્પણ પૂર્ણ થયા પછી અમુક ક્રિયાઓ પણ અયોગ્ય માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, શ્રાદ્ધ વિધિ પછી તરત જ અયોગ્ય ખાવા, પીવા અથવા વર્તન કરવાથી આ વિધિની પવિત્રતાનું ઉલ્લંઘન થઈ શકે છે. તેથી, પિતૃ પક્ષ દરમિયાન શ્રાદ્ધ વિધિ કરનારાઓએ ખાસ કરીને કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ચાલો શ્રાદ્ધ વિધિ પછી તરત જ ન કરવા જોઈએ તેવી પાંચ બાબતોની તપાસ કરીએ.

શ્રાદ્ધ પછી શું ન કરવું જોઈએ?

  • ધાર્મિક માન્યતા અનુસાર શ્રાદ્ધ અથવા તર્પણ પછી તરત કેટલાક કામો ન કરવા જોઈએ ચાલો જાણીએ.
  • બ્રાહ્મણો, ગાય , કુતરા, કાગડો, કીડી અને દેવતાઓને ભોજન કરાવ્યા પછી સાત્વિક ભોજન ગ્રહણ કરો. અંદાજે 1 થી 3 કલાકનો જમવા માટે સમયગાળો રાખવો જોઈએ.
  • શ્રાદ્ધ અથવા તર્પણ પૂર્ણ કર્યા પછી તરત દિવસમાં સુવું અને આરામ કરવો જોઈએ નહી. ધાર્મિક નિયમો અનુસાર અંદાજે 3 કલાક પછી આરામ કરવો જોઈએ.
  • શ્રાદ્ધના દિવસે અથવા પિતૃપક્ષમાં લસણ, ડુંગળી, માંસ, દારુ કોઈ પણ પ્રકારનું તામસિક ભોજનનું સેવન કરવું જોઈએ નહી.
  • ઘરનો માહૌલ શાંત રાખો, કોઈ પણ ગુસ્સો ન કરો. અપશ્બદો ન બોલો અને પરિવારના કોઈ પણ સભ્યો અથવા વુદ્ધનું અપમાન ન કરો.
  • શ્રાદ્ધના દિવસે દરવાજા પર આવેલા કોઈ પણ જરુરિયાત લોકો, ગરીબ, પશુ-પક્ષીને ભગાવો નહી, તેને ભોજન અથવા પાણી આપો.
  • Disclaimer:આ સમાચારમાં રહેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી.

 

 

 

કમરથી નીચે સોનું કેમ ન પહેરવું જોઈએ?, જાણો જ્યોતિષ શાસ્ત્ર શું કહે છે અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.