Bhakti : બ્રહ્મચારી હનુમાનજીના પણ થયા હતા લગ્ન ! આ મંદિરમાં પત્ની સાથે જ બિરાજમાન થયા પવનપુત્ર

|

Jul 31, 2021 | 11:33 AM

અહીં પ્રભુ તેમના પત્ની સુર્વચલા સાથે બિરાજમાન થયા છે. કહે છે કે સમગ્ર વિશ્વમાં આ એક જ મંદિર એવું છે કે જે હનુમાનજીના વિવાહનું સાક્ષી બન્યું છે અને એટલે જ તે વર્ષોથી લોકોના આકર્ષણનું કેન્દ્ર બનેલું છે.

Bhakti : બ્રહ્મચારી હનુમાનજીના પણ થયા હતા લગ્ન ! આ મંદિરમાં પત્ની સાથે જ બિરાજમાન થયા પવનપુત્ર
પ્રાચીન મંદિરમાં પવનસુતના પત્ની સાથે દર્શન !

Follow us on

હનુમાનજીને (HANUMANJI) તો બાળ બ્રહ્મચારી માનવામાં આવે છે. એ જ કારણ છે કે દરેક મંદિરમાં હનુમાનજી એકલા જ બિરાજમાન જોવા મળે છે અથવા તો તે રામ દરબાર સાથે ભક્તોને દર્શન દે છે. પરંતુ, ક્યારેય અન્ય દેવી-દેવતાઓની જેમ હનુમાનજીના તેમની પત્ની સાથે દર્શન નથી થતા. અલબત, ભારતમાં એક મંદિર એવું પણ છે કે જ્યાં પવનસુત તેમના પત્ની સાથે બિરાજમાન થયા છે અને પત્ની સાથે બિરાજીત આ હનુમાનજીના જો પ્રત્યક્ષ દર્શન કરવા હોય તો તમારે જવું પડશે તેલંગાણા !

તેલંગાણાનાં ખમ્મમ જીલ્લામાં હનુમાનજીનું પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિરમાં હનુમાનજીની સાથે તેમની પત્નીના પણ દર્શન પ્રાપ્ત થાય છે ! અહીં પ્રભુ તેમના પત્ની સુર્વચલા સાથે બિરાજમાન થયા છે. કહે છે કે સમગ્ર વિશ્વમાં આ એક જ મંદિર એવું છે કે જે હનુમાનજીના વિવાહનું સાક્ષી બન્યું છે અને એટલે જ તે વર્ષોથી લોકોના આકર્ષણનું કેન્દ્ર બનેલું છે.

અહીં સ્થાનિકો જેઠ સુદ દશમના દિવસે હનુમાનજીના વિવાહની ઉજવણી પણ કરે છે.  ઉત્તર ભારતના લોકો માટે આ વાત એક મોટા આશ્ચર્ય સમાન છે. કારણ કે, ઉત્તર ભારતમાં હનુમાનજીને તો બ્રહ્મચારી જ માનવામાં આવે છે. પણ, દક્ષિણ ભારતમાં હનુમાનજીના વિવાહની એક રસપ્રદ કથા પ્રચલિત છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

હનુમાનજીએ સૂર્યપુત્રી સુર્વચલા સાથે કર્યા વિવાહ !

હનુમાનજીના વિવાહની કથા
હનુમાનજી સૂર્ય દેવતાને પોતાના ગુરુ માનતા હતા. સૂર્યદેવ પાસે 9 દિવ્ય વિદ્યાઓ હતી. આ બધી જ વિદ્યાઓને હનુમાનજી પ્રાપ્ત કરવા માંગતા હતા. સૂર્યદેવે 9 માંથી 5 વિદ્યાઓનું જ્ઞાન તો હનુમાનજીને આપી દીધું. પરંતુ, બાકી રહેલી 4 વિદ્યાઓ માટે સૂર્યદેવ સામે એક સંકટ ઊભું થઈ ગયું. બાકી રહેલી 4 વિદ્યાઓનું જ્ઞાન એ જ શિષ્યોને આપી શકાય જેઓ વિવાહિત હોય.

હનુમાનજી તો બાળ બ્રહ્મચારી હતા. આ કારણે સૂર્યદેવ આ વિદ્યાઓનું જ્ઞાન દેવા અસમર્થ હતા. આ સમસ્યાના નિવારણ માટે સૂર્યદેવે હનુમાનજીને વિવાહ કરવાની વાત કહી. આજીવન બ્રહ્મચારી રહેવાનો નિર્ણય કરી બેઠેલાં હનુમાનજી માટે તો અસમંજસની સ્થિતિ ઉભી થઈ.

પોતાના શિષ્યને ચિંતામાં જોઈને સૂર્યદેવે કહ્યું કે, “તમે મારી પુત્રી સુર્વચલા સાથે વિવાહ કરી લો !” સૂર્યદેવની વાત સાંભળી હનુમાનજીની તો ચિંતા જ વધી ગઈ કે હવે ગુરુજીને ના કેવી રીતે કહેવી. ત્યારે સૂર્યદેવે હનુમાનજીને કહ્યું કે, “મારી પુત્રી સુર્વચલા તપસ્વિની છે. સુર્વચલા સાથે વિવાહ કર્યા બાદ તમે હંમેશા બ્રહ્મચારી જ રહેશો. કારણ કે, વિવાહ બાદ પણ સુર્વચલા ફરી પોતાની તપસ્યામાં લીન થઈ જશે.”

સૂર્યદેવની વાત સાંભળી હનુમાનજીને થોડી મૂંઝવણ થઈ. પહેલાં તો તે વિવાહ માટે રાજી ન થયા, પરંતુ, બાકી રહેલી વિદ્યાઓનું જ્ઞાન લેવાનું હતું એટલા માટે હનુમાનજી લગ્ન માટે તૈયાર થયા.

કહે છે કે હનુમાનજી અને સુર્વચલાના વિવાહ થયા. આ વિવાહ બાદ દેવી સુર્વચલા ફરી તપસ્યામાં લાગી ગયા. આ રીતે હનુમાજીના વિવાહની શરત પણ પૂરી થઈ અને તેમનું બ્રહ્મચારી રહેવાનું વ્રત પણ અખંડ રહ્યું. માન્યતા અનુસાર જે દંપતી આ મંદિરમાં હનુમાનજી અને તેમની પત્નીના દર્શન કરે છે, તેમની પર સદાય હનુમાનજીની અને સુર્વચલાની કૃપા વરસતી જ રહે છે.

 

આ પણ વાંચો : શું તમે કરો છો શનિદેવના આ દસ નામનો જાપ ? જાપ માત્રથી શનિદેવ હરશે સઘળા સંતાપ ! 

આ પણ વાંચો : આ મંદિરમાં હનુમાનજીની મૂર્તિ છે ઊંધી ! ઊંધા હનુમાનજી લાવશે સીધા પરિણામ

Published On - 11:32 am, Sat, 31 July 21

Next Article