Birthplace of Lord Hanuman: જાણો ક્યાં થયો હતો હનુમાનજીનો જન્મ, અહી સ્થાપિત થશે બજરંગબલીની 30 ફૂટ ઊંચી પ્રતિમા

રાષ્ટ્રીય સંસ્કૃત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર મુરલીધર શર્માની અધ્યક્ષતામાં હનુમાનજીના જન્મ સ્થળને લઈને એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

Birthplace of Lord Hanuman: જાણો ક્યાં થયો હતો હનુમાનજીનો જન્મ, અહી સ્થાપિત થશે બજરંગબલીની 30 ફૂટ ઊંચી પ્રતિમા
Lord Hanumanji (Symbolic Image)
| Edited By: | Updated on: Feb 18, 2022 | 8:53 PM

આંધ્ર પ્રદેશ (Andhra Pradesh) માં અંજનેદ્રી (Anjnedri) ટેકરી પર શ્રી હનુમાન (Lord Hanuman) ની 30 ફૂટ ઊંચી પ્રતિમા (Statue) સ્થાપિત કરવામાં આવશે. સાથે જ મુખ્ય મંડપ અને ગોપુરમમાં માતા અંજનીનું મંદિર બનાવવામાં આવશે. આર્કિટેક્ટ અને પ્રખ્યાત આર્ટ ડાયરેક્ટર આનંદ સાંઈને મંદિરની ડિઝાઈન બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે. તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમ ટ્રસ્ટ (Tirupati Tirumala Devasthanam Trust) ના ટ્રસ્ટીઓ નારાયણ નાગેશ્વર રાવ અને મુરલી કૃષ્ણ સમગ્ર ખર્ચ ઉઠાવશે.

આ સ્થાનોને પણ માનવામાં આવે છે જન્મસ્થળ

રાષ્ટ્રીય સંસ્કૃત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર મુરલીધર શર્માની અધ્યક્ષતામાં હનુમાનના જન્મ સ્થળને લઈને એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં પૌરાણિક, વૈજ્ઞાનિક, સાહિત્યિક સ્ત્રોતો ટાંકવામાં આવ્યા છે. એવો દાવો કરવામાં આવે છે કે પવનપુત્રનો જન્મ અંજનેદ્રી ટેકરી પર થયો હતો. આ અહેવાલના આધારે ગયા વર્ષે રામ નવમીના દિવસે અંજનેદ્રી પર્વતને હનુમાનજીનું જન્મસ્થળ જાહેર કરવામાં આવ્યું હતું.

કર્ણાટકમાં હમ્પી પાસેની અંજનેદ્રી, ઝારખંડમાં અંજન ગામ, ગુજરાતના નવસારીમાં અંજન ટેકરી, હરિયાણામાં કૈથલ અને મહારાષ્ટ્રમાં નાસિકમાં ત્ર્યંબકેશ્વરથી 7 કિમી દૂર હનુમાનજીના જન્મ સ્થળનો દાવો કરે છે.

પુરાણોમાં સાબિત થાય છે શ્રી હનુમાનનું જન્મસ્થળ

પંડિત પરિષદના અહેવાલ મુજબ, વાલ્મીકિ રામાયણ (Valmiki’s Ramayana) માં સુંદરકાંડ (Sundarkand) ના 35મા શ્લોકના 81-83માં લખ્યું છે કે માતા અંજનીએ આ ટેકરી પર હનુમાનજીને જન્મ આપ્યો હતો. તેથી જ હનુમાનને અંજનેય અને અંજનેદ્રી કહેવામાં આવે છે. 1491 અને 1545ના શ્રીવરી મંદિરના શિલાલેખોમાં ઉલ્લેખ છે કે અંજનેદ્રી ટેકરી પવનપુત્રનું જન્મસ્થળ છે. તે જ સમયે, પંડિત પરિષદના અહેવાલમાં હમ્પીનો ઉલ્લેખ છે. આ સ્થાનને પુરાણો અને પ્રાચીન સાહિત્યમાં કિષ્કિંધા તરીકે ઓળખવામાં આવે છે.

આ પણ વાંચો: Maha Shivratri 2022: મહાદેવને અતિ પ્રિય છે આ વસ્તુ, મહાશિવરાત્રિના દિવસે કરો અર્પણ, ભોલેનાથ થશે પ્રસન્ન

આ પણ વાંચો: Bhakti: અજમાવો આ સરળ ઉપાય, ઘરમાં થશે લક્ષ્મીનું આગમન !