Bhakti: લાલ હનુમાનજીએ શા માટે ધર્યું શ્યામ સ્વરૂપ ? જાણો, કાલે હનુમાનજીના રૂપનો મહિમા

|

Oct 30, 2021 | 10:56 AM

પૂર્વે તો મંગળવારના રોજ જ હનુમંત પૂજાનો વિશેષ મહિમા હતો. પરંતુ, શનિદેવના એક વચનને લીધે શનિવારે પણ હનુમાનજી ભવ્યતાથી પૂજાવા લાગ્યા. તેમજ સિંદૂરી હનુમાનજીએ કાળો રંગ પણ ધારણ કરી લીધો !

Bhakti: લાલ હનુમાનજીએ શા માટે ધર્યું શ્યામ સ્વરૂપ ? જાણો, કાલે હનુમાનજીના રૂપનો મહિમા
જયપુરમાં બિરાજ્યા કાલે હનુમાનજી

Follow us on

લાલ દેહ લાલી લસે, અરુ ધરિ લાલ લંગૂર ।
બજ્ર દેહ દાનવ દલન, જય જય જય કપિ સૂર ।।

એટલે કે જે લાલ રંગનું સિંદૂર (sindoor) લગાવે છે, જેના તો દેહનો રંગ પણ લાલ છે અને જેને લાંબી પૂંછ છે. જેનું શરીર વજ્રની સમાન બળવાન છે અને જે રાક્ષસોનો સંહાર કરે છે, એવાં શ્રી કપિરાજને (kapiraj) મારા વારંવાર નમસ્કાર.

શ્રીહનુમાનજી (hanuman) સંબંધી આ વર્ણન અને વિવિધ સ્થાનકમાં દર્શન દેતી તેમની સિંદૂરી પ્રતિમાઓ સાક્ષી પૂરે છે એ વાતની કે મૂળે તો પવનસુત સિંદૂર જેવો જ લાલ રંગ ધારણ કરનારા છે. પણ, રાજસ્થાનના જયપુરમાં બિરાજમાન કાલે હનુમાનજીનું સ્વરૂપ આ વાતથી તદ્દન ભિન્ન છે. તેમના નામની જેમ જ અહીં તો શ્રદ્ધાળુઓને થાય છે પવનસુતના શ્યામ સ્વરૂપના દર્શન !

Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?

જયપુરના ચાંદી કી ટકસાલ વિસ્તારમાં કાલે હનુમાનજીનું મંદિર આવેલું છે. અહીં મંદિરના ગર્ભગૃહમાં હનુમાનજીની શ્યામ એટલે કે કાળા રંગની પ્રતિમા પ્રસ્થાપિત છે. અને તેના લીધે જ હનુમાનજી અહીં કાલે હનુમાનજીના નામે પૂજાય છે. પ્રચલિત કથા અનુસાર આમેરના રાજા જયસિંહે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. અને જયપુરના સાંગાનેરી દરવાજા પાસે રક્ષકના રૂપમાં હનુમાનજીની સ્થાપના કરવામાં આવી હતી ! એટલે કે અંજનીસુત અહીં એક રક્ષકના રૂપમાં બિરાજમાન થયા છે. જે દર્શન માત્રથી શ્રદ્ધાળુઓને પરમ સુરક્ષાની અનુભૂતિ પણ કરાવી રહ્યા છે. પણ, પ્રશ્ન તો એ છે કે પ્રભુના આ શ્યામ સ્વરૂપનું રહસ્ય શું છે ?

મારુતનંદનના આ શ્યામ સ્વરૂપ ધારણ કરવા સાથે એક અત્યંત રસપ્રદ કથા જોડાયેલી છે. કથા અનુસાર હનુમાનજીએ ગુરુ સૂર્યદેવ પાસેથી સંપૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ કરી લીધી અને ત્યારબાદ તેમને પૂછ્યું કે ગુરુદક્ષિણામાં તેઓ શું ઈચ્છે છે. કહે છે કે ત્યારે ઉદાસ વદને સૂર્યદેવે હનુમાનજીને કહ્યું કે, “મારો પુત્ર શનિ મારી વાત નથી માનતો. તે મારી પાસે પણ નથી આવતો. જો તું મારા માટે કંઈ કરવા જ માંગતો હોય, તો મારા પુત્રને મારી પાસે લઈ આવ. એ જ મારા માટે સૌથી મોટી ગુરુદક્ષિણા હશે. ! “

પ્રચલિત કથા અનુસાર સૂર્યદેવના આશીર્વાદ લઈ હનુમાનજી શનિદેવની પાસે પહોંચ્યા. તે સમયે જ શનિદેવે હનુમાનજી પર તેમની વક્રદૃષ્ટિ નાંખી. જેના લીધે પવનપુત્રનો દેહ કાળો પડી ગયો. પણ, તેમ છતાં હનુમાનજીએ શનિદેવનો પીછો કરી તેમને પકડી લીધાં અને તેમને સૂર્યદેવની પાસે લઈ ગયા. પિતા-પુત્રનું તો મિલન થયું જ, પણ, હનુમાનજીની ગુરુભક્તિથી શનિદેવ અત્યંત પ્રસન્ન થઈ ગયા. અને બોલ્યા, “હે પવનસુત ! હું તમારી ગુરુભક્તિથી ખૂબ જ પ્રસન્ન છું. એટલે જ હું તમને વચન આપું છું કે તમારા ભક્તો પર ક્યારેય મારી વક્રદૃષ્ટિ નહીં પડે. શનિવારે જ્યારે ભક્તો મારી પૂજા બાદ તમારી પૂજા કરશે, ત્યારે જ તેને પૂર્ણ ફળની પ્રાપ્તિ થશે. ! “

કહે છે કે પૂર્વે તો મંગળવારના રોજ જ હનુમંત પૂજાનો વિશેષ મહિમા હતો. પરંતુ, શનિદેવના આ વરદાનને લીધે જ શનિવારે પણ હનુમાનજી એ જ ભવ્યતાથી પૂજાવા લાગ્યા. એટલું જ નહીં શનિદેવની ઈચ્છાને વશ થઈ હનુમાનજીએ શ્યામ રંગ પણ ધારણ કરી રાખ્યો. આમ તો આ કથાના શાસ્ત્રોક્ત પુરાવા નથી. પણ, જયપુરમાં વિદ્યમાન કાલે હનુમાનજીનું રૂપ જાણે તે કથાની સાક્ષી પૂરી રહ્યું છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ પાંચ વસ્તુઓથી પ્રસન્ન થશે પવનપુત્ર, જાણો કેવી રીતે મળશે કામનાપૂર્તિના આશીર્વાદ ?

આ પણ વાંચોઃ તુલસીના છોડ પાસે ક્યારેય ન કરતા આ ભૂલ, નહીંતર મુસીબતનો કરવો પડશે સામનો !

Next Article