Bhakti : રામચરિત માનસમાં તુલસીદાસજી ચોપાઇ દ્વારા સમગ્ર માનવજાતને બોધ આપતા કહે છે

|

Dec 06, 2021 | 2:37 PM

માનવદેહને ઇશ્વરના ચરણ સુધી પહોંચાડવા માટે ભક્તિ શ્રેષ્ઠ છે. એમાય ભક્તિ કરવા માટેની શ્રેષ્ઠ ભૂમિ ભારતની છે. કારણ કે ભારત ધર્મવાદી અને અધ્યાત્મવાદી દેશ છે.

Bhakti : રામચરિત માનસમાં તુલસીદાસજી ચોપાઇ દ્વારા સમગ્ર માનવજાતને બોધ આપતા કહે છે
તુલસીદાસજી

Follow us on

લેખકઃ શ્રી રામેશ્વરબાપુ હરિયાણી, સુપ્રસિદ્ધ કથાકાર

” બડે ભાગ માનુષ તનુ પાવા
સુર દુર્લભ સહ ગ્રંથંહિ ગાવા
સાધન ધામ મોચ્છ કર દ્વારા
પાઇ ન બોહિ પરલોક સંવારા “
જગતમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માનવદેહ છે.આપણને બધાને પરમાત્માએ માનવીનું શરીર આપીને આપણી ઉપર કૃપા વરસાવી જ છે. પરંતુ માનવ શરીર મળ્યા પછી માનવે વિચારવું જોઇએ કે મારે મારા પોતાના ઉપર કૃપા કરવાની જરૂર છે. આજે માનવ ભગવાનને ભૂલતો જાય છે. પરંતુ પોતાના માનવપણાને પણ ભૂલી રહ્યો છે.

કલિયુગમાં વાતાવરણથી માનવી માનવતા મૂકીને સ્વાર્થ , ઇર્ષા, કામ, ક્રોધની દિશા તરફ દોડવા લાગ્યો છે. આજનો માનવી પ્રેમ પાછળ જેટલો દોડતો નથી એટલો રૂપિયા પાછળ દોડે છે. પ્રતિષ્ઠા મેળવવા દોડાદોડી કરે છે.હા રૂપિયાની બધાને જરૂર પડવાની છે. પરંતુ એનો અર્થ એ નથી કે આપણે આપણી સંસ્કૃતિ-સંસ્કાર, વારસો, વિરાસત, ધર્મ ભૂલી રૂપિયાની પાછળ દોડ્યા કરીએ. આપણાં શાસ્ત્રો એવું કહે છે કે પરમાત્માના દરબારમાં ચૌર્યાસી લાખ યોની જીવ છે.

જેમાં જીવ અનેક કર્મના આધારે પીડાતો પીડાતો માનવના રૂપમાં ધરતી પર આવે છે. જે માનવદેહ મૂલ્યવાન છે તેમ આજે કંકાસ, ઇર્ષા, ક્રોધ , અહંમ અને રૂપિયાની લાલચમાં માનવદેહને વેડફી નાંખે છે. પછી અધોગતિ તરફ દોરાય જાય છે. માણસની અધોગતિ ન થાય એટલા માટે આપણા ઋષિમુનિઓએ આપણને વેદ-પુરાણો અને શાસ્ત્રો આપ્યા છે. તેમ છતાં આપણે ક્યારેય શાસ્ત્રો કે પુરાણોને સમજવાનો પ્રયત્ન કરતાં નથી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

જે જીવ ભગવાનનું ભજન છોડીને અન્ય ધર્મ વિરુદ્ધની પ્રવૃતિઓ કરે છે. એ જીવની અધોગતિ થાય છે. ફરી ચૌર્યાસી લાખ યોનીમાં પીડાય છે. માનવે સંસારમાં રહીને સંસારની પ્રવૃત્તિ સાથે પોતાના લક્ષ્યને સિદ્ધ કરવાનો હોય છે. જે જીવ પોતાના લક્ષ્ય નક્કી કરતો નથી તે જીવ પોતે જ પોતાનો નાશ કરે છે. ઘણા લોકો કહે છે ભગવાન મંદિરમાં જ છે. આપણા ઋષિ-મુનિઓએ બહું ગર્ભિત રીતે કહ્યું છે કે ભગવાન રામના દર્શન કરવા અલગ અલગ જગ્યાએ ભટકવાની જરૂર નથી.

પોતાનો આત્મા એ જ ભગવાન રામનું સ્વરૂપ છે. આનો અર્થ એ નથી કે આપણે મંદિર જવાની જરૂર નથી. મંદિર એ એક સ્થાન છે. આ વિષયમાં પૂજય મોરારીબાપુ કહે છે, કે હવા બધે જ છે પરંતુ આપણે ગાડી લઇને જતા હોઇએ અને ગાડીમાં ટાયરમાં પંચર પડે ત્યારે હવા ભરાવવા માટે કોઇ એક જગ્યાએ જવું પડે છે. એવી જ રીતે પરમાત્મા બધે જ છે. પરંતુ મંદિર એ પરમાત્માનું પરોક્ષ સ્થાન છે.

શ્રીમદ્ ભાગવતમાં પ્રસંગ આવે છે કે દેવર્ષિ નારદ ભગવાન વિષ્ણુને પૂછે છે કે પ્રભુ તમારું નિવાસ સ્થાન ક્યાં છે ? ત્યારે સ્વયં નારાયણ કહે છે કે “હું તો સ્વર્ગમાં વસતો નથી. યોગીઓના હ્દયમાં વસતો નથી પરંતુ મારા ભક્તો જ્યાં પણ મારા નામનું સંકિર્તન કે કથા કરે છે ત્યાં હું નિત્ય નિવાસ કરું છું.” આનો અર્થ એ પણ કરી શકાય કે મંદિરમાં નિત્ય કથા-કિર્તન થતા હોય છે. મારે ઇશ્વર મંદિરમાં જ છે.એને નિહાળવા માટે વ્યક્તિ પાસે દિવ્ય નયનની જરૂર છે. આપણી પાસે ભગવાનને જોવા માટે આંખ જ હોતી નથી. આપણે તે મંદિરમાં જઇને ભૂલો કાઢીને છીએ આજે ભગવાનનો શણગાર બરાબર હતો જ નહીં. આજે મંદિરમાં સ્વચ્છતા જોવા મળતી નથી. આપણે આ બધું જોવા રહીએ છીએ ત્યાં ઇશ્વર દર્શન ચુકાઇ જાય છે.

સુરદાસજી બંને આંખે અંધ હતા તેમ છતા દરરોજ મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે જતા હતા. ઘણીવાર તો મંદિરમાં ભીડ હોય કોઇ ઉત્સવ હોય અને ભગવાનના દર્શન કરવા માટે ધક્કામુક્કી થાય તેમ છતાં અંધ સુરદાસજી ભીડમાં ધક્કા ખાતા ખાતા ભગવાનના દર્શન કરે. ઘણા ભણેલા ગણેલા જેને આપણે શિક્ષિત કહીએ છીએ એવા લોકો સુરદાસજીને સલાહ આપતા કે આપ બંને આંખે અંધ છો તેમ છતા આપ આ ભીડમાં દર્શન કરવા શા માટે આવો છો તમને તો મંદિરમાં જે મૂર્તિ સ્વરૂપે ભગવાન બિરાજમાન છે.

એના ક્યાં દર્શન થાય છે.તમને તો એ મૂર્તિ આંખથી તો દેખાતી નથી તો શું કામ મંદિર આવો છો. ત્યારે એ અંધ સુરદાસજી ચોપડેથી શિક્ષિત થયેલા હોય પણ ગુરુના આશીર્વાદથી દિક્ષિત ન થયા હોય એવા લોકોને જવાબ આપતા કહે છે કે ” હું ક્યાં દર્શન કરવા આવું છું મને ખબર છે કે હું આંખથી અંધ છું પણ હવે મને કહો છો એટલે કહીં દઉં કે હું તો એટલા માટે મંદિરમાં આવું છું કે હું ભલે અંધ હોઉં પણ મારો ભગવાન ક્યાં અંધ છે એ તો હજાર આંખવાળો છે. કદાચ મારી નજર એના પર ન પડે પણ એની નજર તો દરરોજ મારી ઉપર પડે છે. “ આ ભાવ એ જ ભગવાનના દર્શન છે. આવા ભાવથી જ માનવ પોતે પોતાનું કલ્યાણ કરી શકે છે. સ્વર્ગમાં દેવતાઓ વસે છે. પરંતુ દેવતાઓ સુખ ભોગવીને પોતાના સંચિત પુણ્યનો નાશ કરે છે. સ્વર્ગમાં નવું પુણ્ય મેળવી શકાતું નથી. ઘરમાં એક રૂપિયાની આવક ન હોય અને દરરોજ ખર્ચા વધે ત્યારે ઘરમાં-પરિવારમાં શાંતિ રહેતી નથી. આવી જ સ્થિતિ સ્વર્ગમાં દેવતાઓની છે.

માનવદેહને ઇશ્વરના ચરણ સુધી પહોંચાડવા માટે ભક્તિ શ્રેષ્ઠ છે. એમાય ભક્તિ કરવા માટેની શ્રેષ્ઠ ભૂમિ ભારતની છે. કારણ કે ભારત ધર્મવાદી અને અધ્યાત્મવાદી દેશ છે. બ્રહ્મવિદ્યાની ભૂમિ છે. અહીંયા વડીલોનું સમ્માન થાય છે. સ્ત્રીઓનું સમ્માન થાય છે. બાળકમાં ઇશ્વરનું દર્શન કરવામાં આવે છે.બાલિકામાં જગદંબાનું દર્શન કરવામાં આવે છે. ભારતની ભૂમિ સત્યની ભૂમિ છે. આજે પણ ભારતભૂમિમાં સંતોનું ભજન બોલે છે. દાનવીરોની દાતારી બોલે છે. શુરવીરોની શુરવીરતા રણકે છે. ભારતભૂમિની તાસીર જ કંઇક અલગ છે. અને એટલા માટે જ કોઇએ સરસ લખ્યું છે.

” શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે,
કૂવો એક ખોદો તો સરિતા નીકળે,
જો જનક જેવા આવીને હળ હાંકે,
તો આ ધરતીમાંથી સીતા નીકળે
હજી ધબકે છે ક્યાંક લક્ષ્મણ રેખા
કે રાવણ જેવા રાવણ પણ ત્યાંથી બીતા નીકળે,
સાવ અલગ જ તાસીર છે ભારતભૂમિની
કે મહાભારત વાવો તો ગીતા નીકળે છે. “

આ પણ વાંચો : ॐ નો મંત્ર જાપ કરવાથી આધ્યાત્મિકની સાથે સ્વાસ્થ લાભ પણ થાય છે ! જાણો તેના ફાયદા અને કેવી રીતે કરશો જાપ

આ પણ વાંચો : Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 06 ડિસેમ્બર: જમીન સંબંધિત કોઈપણ કામ આજે મુલતવી રાખો, વિજાતીય વ્યક્તિ સાથે મુલાકાત જૂની યાદો તાજી થશે

Published On - 11:32 am, Mon, 6 December 21

Next Article