Bhai Dooj 2023: ભાઈથી દુર રહેતા હોય તો કેવી રીતે કરવી ભાઈબીજની પૂજા?

|

Nov 05, 2023 | 2:04 PM

ભાઈબીજ દર વર્ષે કારતક મહિનાના શુક્લ પક્ષના બીજના દિવસે એટલે કે દિવાળીના પાંચમા દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 15 નવેમ્બર, બુધવારે છે. આ ખાસ તહેવાર ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ અને સ્નેહનું પ્રતીક માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં ભાઈબીજનું મહત્વનું સ્થાન છે. એવું કહેવાય છે કે જે ભાઈ આ દિવસે પોતાની બહેનના ઘરે જઈને તિલક લગાવીને ભોજન કરાવે છે, તેને અકાળ મૃત્યુનો ભય નથી રહેતો.

Bhai Dooj 2023: ભાઈથી દુર રહેતા હોય તો કેવી રીતે કરવી ભાઈબીજની પૂજા?
Bhai Dooj 2023

Follow us on

દિવાળીના પાંચ દિવસ પછી ભાઈ બીજનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 15 નવેમ્બર, બુધવારે છે. ભાઈબીજનો તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમ અને સ્નેહનો તહેવાર છે, જે હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દર વર્ષે કારતક મહિનાના શુક્લ પક્ષની બીજી તારીખે ભાઈબીજ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર યમ દ્વિતિયાના નામથી પણ પ્રખ્યાત છે.

એવું માનવામાં આવે છે કે આ દિવસે બહેનો તેમના ભાઈઓના કપાળ પર કુમકુમ અને અક્ષત તિલક લગાવે છે અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. તે તેના ભાઈઓનું મનપસંદ ભોજન પણ પોતાના હાથે બનાવે છે અને તેમને ખવડાવે છે. પરંતુ, જો તમે તમારા ભાઈથી દૂર છો,તો ચિંતા કરવાની જરૂર નથી. જો તમે દૂર હોવ તો પણ ભાઈબીજના કેટલાક નિયમોનું પાલન કરીને તમે પૂજાનું સંપૂર્ણ ફળ મેળવી શકો છો. તો ચાલો જાણીએ કે જો તમે તમારા ભાઈથી દૂર રહેશો તો ભાઈ દૂજની પૂજા કેવી રીતે કરવી.

ભાઈ દૂર હોય તો આ રીતે ભાઇબીજની પૂજા

  1. ભાઈબીજના દિવસે બહેનોએ સૂર્યોદય પહેલા જાગવું, સ્નાન કરવું જોઈએ અને સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ.
  2. આ પછી, પૂજા સ્થાનને સાફ કરો.
  3. આ પછી, તમારાથી દૂર રહેલા તમારા ભાઈઓ સંખ્યા પ્રમાણે શ્રીફળ બજાર માંથી લાવો.
  4. પછી, શ્રીફળને પીળા રંગના કપડું પાથરી એક સ્થાપન તૈયાર કરો.
  5. તેના પર ગુલાબની પાંદળી અને ચોખાની પાથરો.
  6. હવે તેના પર શ્રીફળ મુકો.
  7. આ પછી શ્રીફળને ગંગાજળથી સાફ કરો, તેના પર કંકુ, ચોખા ચઢાવો,ફુલ ચઢાવો.
  8. પૂજા પછી મીઠાઈ અર્પણ કરો. જો તમે ઇચ્છો તો, તમે તમારા પોતાના હાથથી બનાવેલી મીઠાઈઓનો પણ ઉપયોગ કરી શકો છો.
  9. પછી આરતી કરો
  10. આરતી પછી શ્રીફળને પીળા રંગના કપડાથી ઢાંકીને સાંજ સુધી છોડી દો.
  11. પૂજા કર્યા પછી, યમરાજને તમારા ભાઈના લાંબા આયુષ્ય અને દુઃખમાંથી મુક્તિ માટે પ્રાર્થના કરો.
  12. પછી, બીજા દિવસે, આ શ્રીફળને પૂજા સ્થળ પરથી લઇને સુરક્ષીત જગ્યાએ રાખો, ઇચ્છોતો દુર રહેતા ભાઇને પણ મોકલી શકો છો.

ભાઈ દૂજનું મહત્વ

દંતકથા અનુસાર, ભાઈ દૂજના દિવસે યમુનાના ભાઈ યમદેવે તેમની બહેનના ઘરે જઇને ભોજન કર્યું હતું. બહેનના ભોજન અને પ્રેમને કારણે યમ ખુશ થઇ ગયા અને બેનને આર્શિવાદ માંગવા કહ્યુ ત્યારે યમુનાએ કહ્યુ કે જે બહેન પોતાના ભાઈને ચાંદલો કરી ભોજન કરાવશે તેમને યમનો ડર નહિ રહે. યમરાજે યમુનાની વાત માનતા ‘તથાસ્તુ’ કહ્યું અને યમલોક ચાલ્યા ગયા. ત્યારથી માન્યતા છે કે કાર્તિક શુક્લ બીજના રોજ જે ભાઈ પોતાની બહેનનો આતિથ્ય સ્વીકાર કરે છે એને યમરાજનો ભય રહેતો નથી.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

Next Article