6 શુભ સંયોગ સાથે અક્ષય તૃતીયા ! જાણો સુવર્ણની ખરીદી માટે કયું મુહૂર્ત શ્રેષ્ઠ ?

|

Apr 18, 2023 | 6:39 AM

અક્ષય તૃતીયાનો (Akshay Tritiya ) દિવસ એ શુભ કાર્યો કરવા માટે વણજોયું મુહૂર્ત મનાય છે. માન્યતા અનુસાર આ દિવસે કોઈપણ કાર્ય કરવાથી તેના શુભ ફળની પ્રાપ્તિ અનેકગણી વધી જાય છે. અને એટલે જ લોકો માંગલિક કાર્ય માટે અને ખાસ તો ખરીદી માટે આ દિવસને ઉત્તમ માને છે.

6 શુભ સંયોગ સાથે અક્ષય તૃતીયા ! જાણો સુવર્ણની ખરીદી માટે કયું મુહૂર્ત શ્રેષ્ઠ ?

Follow us on

વૈશાખ માસના સુદ પક્ષની ત્રીજને અક્ષય તૃતીયા કે અખાત્રીજના નામે ઉજવવામાં આવે છે. પોતાના અક્ષય ગુણોના કારણે જ આ તિથિ અક્ષય તૃતીયા કહેવાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે કોઇપણ કાર્ય કરવાથી શુભ પરિણામ પ્રાપ્ત થાય છે. આ દિવસે કરેલ કાર્ય અક્ષય પુણ્ય એટલે કે જેનો ક્યારેય નાશ ન થાય તેવા પુણ્ય પ્રદાન કરે છે. એટલે જ આ તિથિ અક્ષય તૃતીયા તરીકે ઓળખાય છે. આ વખતે આ અક્ષય તૃતીયા 22 એપ્રિલ, 2023ના રોજ આવી રહી છે. એમાં પણ આ વખતે આ તિથિ 6 દુર્લભ સંયોગ સાથે છે. જે સવિશેષ લાભની પ્રાપ્તિ કરાવનારા મનાઈ રહ્યા છે. આવો, તે વિશે વિગતે માહિતી મેળવીએ અને ખરીદીના શુભ મુહૂર્ત જાણીએ.

અક્ષય તૃતીયા તિથિ

અક્ષય તૃતીયાનો દિવસ એ શુભ કાર્યો કરવા માટે વણજોયું મુહૂર્ત મનાય છે. માન્યતા અનુસાર આ દિવસે કોઈપણ કાર્ય કરવાથી તેના શુભ ફળની પ્રાપ્તિ અનેકગણી વધી જાય છે. અને એટલે જ લોકો માંગલિક કાર્ય માટે અને ખાસ તો ખરીદી માટે આ દિવસને ઉત્તમ માને છે. ત્રીજની તિથિની વાત કરીએ તો 22 એપ્રિલ, 2023, શનિવારના રોજ સવારે 7:49 કલાકે ત્રીજનો પ્રારંભ થશે. અને 23 એપ્રિલ, 2023, રવિવારના રોજ સવારે 7:47 કલાકે ત્રીજ તિથિની સમાપ્તિ થશે.

6 મહાયોગ સાથે અક્ષય તૃતીયા

અખાત્રીજનો દિવસ એ તો પુણ્ય પ્રદાન કરનારો દિવસ છે. પણ, સૌથી મહત્વની વાત તો એ છે કે આ વખતે આ તિથિ 6 દુર્લભ સંયોગ સાથે આવી છે. જે સવિશેષ ફળની પ્રાપ્તિ કરાવનારી મનાઈ રહી છે. આ તમામ યોગ નીચે અનુસાર છે.

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

આયુષ્યમાન યોગ: આ યોગ 22 એપ્રિલે સૂર્યોદયથી શરૂ થઈને સવારે 9:26 સુધી રહેશે.

સૌભાગ્ય યોગ: આ યોગનો 22 એપ્રિલે સવારે 9:25થી પ્રારંભ થશે. જે 23 એપ્રિલે સવારે 8:21 સુધી રહેશે.

ત્રિપુષ્કર યોગ: આ યોગ 22 એપ્રિલે સવારે 5:49 કલાકે શરૂ થશે અને સવારે 7:49 સુધી રહેશે. એટલે કે ત્રીજના પ્રારંભે તેની અસર પડશે.

રવિયોગ: શુભદાયી મનાતો રવિયોગ 22 એપ્રિલે રાત્રે 11:24 કલાકે શરૂ થશે જે 23 એપ્રિલે સવારે 5:48 સુધી રહેશે.

સર્વાર્થ સિદ્ધિ અને અમૃત સિદ્ધિ યોગઃ અક્ષય તૃતિયા પર સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ પણ સર્જાઈ રહ્યા છે. જે 22 એપ્રિલે રાત્રે 11:24 કલાકે શરૂ થશે અને 23 એપ્રિલે સવારે 5:48 કલાકે સમાપ્ત થશે.

⦁ અક્ષય તૃતીયા પર સર્જાઈ રહેલા આ 6 દુર્લભ સંયોગ સવિશેષ લાભની પ્રાપ્તિ કરાવનારા મનાઈ રહ્યા છે.

સોનું ખરીદવાનો શુભ સમય !

અક્ષય તૃતીયાનો દિવસ આમ તો અનેક પ્રકારની ખરીદી માટે ઉત્તમ મનાય છે. પણ, આ દિવસે સોનું અને ચાંદી ખરીદવાનો સવિશેષ મહિમા રહેલો છે. આમ તો સમગ્ર તિથિ જ વણજોયા મુહૂર્ત સમાન મનાય છે. આ સંજોગોમાં તમે 22 એપ્રિલે ત્રીજના પ્રારંભ સાથે સવારે 7:49 થી ખરીદી શરૂ કરી શકો છો. સમગ્ર દિવસ ખરીદી માટે ઉત્તમ બની રહેશે. તો બીજા દિવસે એટલે કે, 23 એપ્રિલ, 2023ના રોજ સવારે 5:58 થી 7:47 ની વચ્ચે સુવર્ણની ખરીદી કરવી પણ શુભ બની રહેશે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Next Article