Akshay Tritiya 2022: અખાત્રીજના દિવસે કરવામાં આવતું ચંદનનું એક તિલક આપની પ્રગતિના દ્વાર ખોલી દેશે

|

May 03, 2022 | 7:05 AM

ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ અનુસાર અખાત્રીજનો દિવસ નવો ધંધો, નવો વ્યવસાય શરૂ કરવા માટે ઉત્તમ માનવામાં આવે છે. પરિવારમાં સુખ,સમૃદ્ધિ અને ભાગ્ય લાવનાર કોઇપણ વસ્તુની ખરીદી માટેનો ઉત્તમ દિવસ છે અખાત્રીજ.

Akshay Tritiya 2022: અખાત્રીજના દિવસે કરવામાં આવતું ચંદનનું એક તિલક આપની પ્રગતિના દ્વાર ખોલી દેશે
Chandan (symbolic image)

Follow us on

અખાત્રીજે કરો ભગવાન વિષ્ણુ, દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા અને મેળવો અઢળક આશિષ.અખાત્રીજ(Akshay Tritiya)નો દિવસ હિન્દુ ધર્મમાં ખુબ શુભ માનવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ અનુસાર અખાત્રીજનો દિવસ નવો ધંધો, વ્યવસાય શરૂ કરવા માટે ઉત્તમ માનવામાં આવે છે. પરિવારમાં સુખ,સમૃદ્ધિ અને ભાગ્ય લાવનાર કોઇપણ વસ્તુની ખરીદી માટેનો ઉત્તમ દિવસ છે અખાત્રીજ. ઘણા પરિવારો આજના દિવસે સોના, ચાંદી તેમજ અન્ય કિંમતી સાધનો ખરીદતા હોય છે. ધન, ધાન્ય અને કારકિર્દીમાં સફળતા પ્રાપ્ત કરવા અખાત્રીજના દિવસે કરવાના સરળ એવા ઉપાયો આપને જણાવીએ.

કારકિર્દી અર્થે

જો આપ કારકિર્દીમાં સફળતાના શિખર પર પહોંચવા માંગતા હોવ તો અખાત્રીજના દિવસે આપે ભગવાન વિષ્ણુને ચંદનનો એક ટુકડો અર્પણ કરવો તેનાથી વિષ્ણુજી પ્રસન્ન થઇ તેમના આશીર્વાદ આપની પર વરસાવશે. આ કાર્ય કરવાથી આપ કારકિર્દીમાં સફળતાના શિખરો પર પહોંચો છો.

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

વૈવાહિક જીવન અર્થે

જો આપના વૈવાહિક જીવનમાં પ્રેમને અક્ષય બનાવવા માંગતા હોવ તો આજના દિવસે ચોખ્ખા પાણીમાં ગંગાજળ અને ચંદનનું અત્તર ઉમેરીને ભગવાન વિષ્ણુને અર્પણ કરવું જોઇએ. આ ઉપાયથી વૈવાહિક જીવનમાં અક્ષયરૂપે પ્રેમ રહેશે.

વિદ્યાક્ષેત્રે પ્રગતિ અર્થે

જો તમે વિદ્યા ક્ષેત્રે પ્રગતિ મેળવવા ઇચ્છુક હોવ તો આજના દિવસે ભગવાન વિષ્ણુને ચંદનનું તિલક કરવું. ત્યારબાદ સ્વયં પોતે પણ મસ્તક પર ચંદનનું તિલક કરવું જોઇએ. પરંતુ ધ્યાન એ રાખવું કે ભગવાનને તિલક લગાવતી વખતે જમણા હાથની અનામિકા એટલે ત્રીજી આંગળીનો ઉપયોગ કરવો અને સ્વયંને તિલક લગાવતી વખતે મધ્યમા આંગળી એટલે બીજી આંગળીનો ઉપયોગ કરવો જોઇએ. આ ઉપાય કરવાથી વિદ્યાક્ષેત્રે પ્રગતિના દ્વાર ખુલી જશે.

સુખ-સમૃદ્ધિની કામના અર્થે

જો આપ ઘરમાં સુખ સમૃદ્ધિની કામના ઇચ્છતા હોવ અથવા તે અક્ષય રાખવા ઇચ્છતા હોવ તો આજના દિવસે વિષ્ણુ મંદિરમાં જઇને ચંદનની સુગંધવાળી ધૂપસળીનું દાન કરવું જોઇએ અને આ પેકેટમાંથી એક ધૂપસળી નિકાળીને ત્યાં ભગવાન સમક્ષ પ્રગટાવવી જોઇએ. સાથે જ હાથ જોડીને પ્રાર્થના અને પ્રણામ કરવા જોઇએ. આ કાર્ય કરવાથી આપના ઘરમાં સુખ-સમૃદ્ધિ અક્ષય બની રહેશે.

પિતૃશાંતિ અર્થે

શુભ કાર્યો કે દાન-પુણ્ય સિવાય પણ આ દિવસ પિતૃઓના તર્પણ અને પીંડદાન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે પિતૃઓ માટે જળથી ભરેલ માટીનું વાસણ દાન કરવાનું મહત્વ છે. ગરમીના સમયમાં આ વાસણમાં જળ ભરીને દાન કરવાથી પિતૃઓને શીતળતા પ્રદાન થાય છે અને તેમના આશીર્વાદ આપને મળે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ કરો આ 5 વસ્તુઓનું દાન, અક્ષયતૃતીયા પ્રાપ્ત કરાવશે અખૂટ આશીર્વાદ!

આ પણ વાંચોઃ ગુજરાતમાં પણ વિદ્યમાન થયા છે શ્રીવેંકટેશ્વર ! તિરુમાલાના તિરુપતિ બાલાજી જેવો અહીંનો મહિમા

Next Article