ઘણીવાર એવું બને છે કે વ્યક્તિ ખૂબ જ મહેનત કરી હોય તેમ છતાં તેને સફળતાની પ્રાપ્તિ નથી થતી. તેમને સફળતા પ્રાપ્ત કરવા માટે અમુક દેવી-દેવતાઓના આશીર્વાદ હોવા ખૂબ જ જરૂરી છે. સવિશેષ તો પવનસુત હનુમાનજીના. કારણ કે અંજનીનંદન એ કષ્ટભંજન દેવ છે. તેઓ ભક્તના જીવનની તમામ સમસ્યાઓનું સમાધાન કરી દેતા હોય છે. ત્યારે આવો આજે જાણીએ કે શનિવારના દિવસે હનુમાનકૃપા પ્રાપ્ત કરવા કયા ખાસ ઉપાય અજમાવી શકાય.
હનુમાનદાદાને પ્રસન્ન કરવા માટે લોકો અલગ-અલગ ઉપાય કરતા હોય છે. એકવાર જો હનુમાનદાદાની કૃપા પ્રાપ્ત થાય તો તે વ્યક્તિના જીવનમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી આવતી નથી. હનુમાનદાદાની કૃપા પ્રાપ્ત કરવા માટે વ્યક્તિ અલગ અલગ મંત્રનો પાઠ કરે છે. પરંતુ શાસ્ત્રોમાં ઘણા બધાં એવા જ ચમત્કારી ઉપાયો વિશે જાણકારી આપવામાં આવી છે, કે જે સચોટ ફળ આપનારા છે. જેમાંથી જ એક છે અચૂક રામબાણ જેવું બજરંગ બાણ!
બજરંગ બાણના લાભ
⦁ જે વ્યક્તિ સવારે ઊઠીને બજરંગ બાણનો પાઠ કરે છે, તેમને ખૂબ જ સારા ફળ પ્રાપ્ત થાય છે. જીવનમાં આવેલી ગમે તેટલી મોટી સમસ્યા હોય તો પણ તેનો સામનો કરવાની હિંમત મળે છે. તેમજ જીવનમાં આવતા તમામ કષ્ટો દૂર થાય છે.
⦁ બજરંગ બાણનો પાઠ કરવાથી જીવનમાં આવેલી તમામ સમસ્યાઓ દૂર થાય છે. જો લગ્નજીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ચાલી રહી હોય તો શનિવારના દિવસે બજરંગબાણનો પાઠ જરૂરથી કરવો જોઈએ.
⦁ જો કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં ગ્રહ-નક્ષત્રોની ખરાબ દશા ચાલી રહી હોય તેમજ શનિ ગ્રહ, રાહુ ગ્રહ, કેતુ ગ્રહના કારણે કુંડળીમાં ખરાબ અસર આવી રહી હોય તો મંગળવાર અને શનિવારના દિવસે બજરંગબાણનો પાઠ કરવાથી તે અસર દૂર થઇ જાય છે !
⦁ જીવનમાં કોઈ પણ પ્રકારનો વાસ્તુદોષ હોય અથવા મકાન બનાવતી વખતે કોઈપણ પ્રકારનો વાસ્તુદોષ આવતો હોય તો તેને દૂર કરવા માટે બજરંગબાણનો નિયમિત રીતે પાઠ કરવો જોઈએ.
⦁ કાર્યક્ષેત્રમાં આવતા વિઘ્નો દૂર કરવા માટે નિયમિતપણે બજરંગબાણનો પાઠ કરવો જોઈએ. આમ કરવાથી વ્યક્તિના જીવનમાં આવતી તમામ સમસ્યાઓ દૂર થવાની શક્યતા છે.
⦁ કહે છે કે સવારે અને સાંજે બજરંગ બાણનો પાઠ કરવાથી વ્યક્તિને કોઈપણ પ્રકારની ગંભીર શારીરિક બીમારી થતી નથી. તે ઉપરાંત વ્યક્તિથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે ! તેને સકારાત્મક ઊર્જા પ્રાપ્ત થાય છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચોઃ અહીં સાક્ષાત કાળ બનીને શ્રીરામે કર્યો હતો અસુરોનો સંહાર ! જાણો, નાસિકના કાલારામનો મહિમા
આ પણ વાંચોઃ અહીં ભક્તો મા અન્નપૂર્ણાને કહે છે જાગતી જ્યોત ! જાણો પરચા પૂરતી અમદાવાદની મા અન્નપૂર્ણાનો મહિમા