ખીસ્સામાં રાખેલી એક સોપારી અપાવશે આપને દરેક ક્ષેત્રે સફળતા !

|

Jul 23, 2023 | 6:43 AM

દૈનિક જીવનમાં એવી ઘણી માન્યતાઓ (Beliefs) છે કે ઘરેથી બહાર નીકળતા પહેલા જો કોઇ વ્યક્તિ અરીસો જોઇને નીકળે છે તો તેને દરેક કામમાં સફળતાની પ્રાપ્તિ થાય છે. તેમના આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ થાય છે. અરીસામાં પોતાને જોવાથી મનમાં ઉત્સાહનો સંચાર થાય છે.

ખીસ્સામાં રાખેલી એક સોપારી અપાવશે આપને દરેક ક્ષેત્રે સફળતા !

Follow us on

જીવનમાં દરેક વ્યક્તિ સફળતાની પ્રાપ્તિ ઇચ્છતી હોય છે. એક ખુશહાલ જીવનની ઇચ્છા રાખતી હોય છે. અઢળક ધન,સંપત્તિ, પદ પ્રતિષ્ઠાની કામના ધરાવતી હોય છે. જીવનના દરેક ક્ષેત્રે સફળતાની પ્રાપ્તિ ઇચ્છતી હોય છે.

આપણાંમાંથી ઘણા લોકો આ પ્રકારની ઇચ્છાની કામના ધરાવતા હોય છે. જો કે ઘણીવાર એવું બને છે કે વ્યક્તિ પોતાના કાર્યમાં સફળતાની પ્રાપ્તિ માટે સખત મહેનત કરે છે પરંતુ તેને સફળતા પ્રાપ્ત નથી થતી. જો તમારી સાથે પણ આવું જ કંઇક બની રહ્યું હોય તો ગભરાવવાની જરૂર નથી. આપના અમે લઇને આવ્યા છીએ સરળ અને સચોટ ઉપાયો. તો ચાલો જાણીએ તે ઉપાયો વિશે.

અરીસો

દૈનિક જીવનમાં એવી ઘણી માન્યતાઓ છે કે ઘરેથી બહાર નીકળતા પહેલા જો કોઇ વ્યક્તિ અરીસો જોઇને નીકળે છે તો તેને દરેક કામમાં સફળતાની પ્રાપ્તિ થાય છે. તેમના આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ થાય છે. અરીસામાં પોતાને જોવાથી મનમાં ઉત્સાહનો સંચાર થાય છે. જેનાથી આપને દરેક કાર્યમાં સફળતા મળવાની સંભાવના વધી જાય છે. દરેક સોમવારે આ ઉપાય અજમાવવાથી આપને સફળતા મળશે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

નાગરવેલનું પાન-સોપારી

હિન્દુ ધર્મમાં પાન અને સોપારીનું ખાસ મહત્વ છે. દરેક પૂજા પાઠમાં પાન અને સોપારીનો ઉપયોગ અવશ્ય થાય છે. આ વસ્તુઓને શુભતાનું પ્રતિક માનવામાં આવે છે. કહેવાય છે કે જો આપ કોઇ શુભ કાર્ય માટે ઘરેથી નીકળી રહ્યા હોવ તો જરૂરથી પાન ખાઇને નીકળવું જોઇએ. આ ઉપાય અજમાવવાથી આપને દરેક કાર્યમાં સફળતાની પ્રાપ્તિ થાય છે.

લવિંગ

લૌકિક માન્યતા એવી છે કે જો તમે તમારા ખિસ્સામાં લવિંગ રાખીને ઘરેથી બહાર નીકળો છો તો આપની આસપાસમાં રહેલ નકારાત્મક શક્તિઓ દૂર થાય છે. લવિંગના સેવનથી આપને સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ફાયદો થાય છે. જે લોકો ઘરેથી નીકળતા સમયે મોં મા લવિંગ રાખીને નીકળે છે તેમને દરેક કાર્યમાં સફળતાની પ્રાપ્તિ થાય છે.

જીવનમાં જો આપ પણ દરેક ક્ષેત્રે મનોવાંચ્છિત સફળતાની કામના રાખતા હોવ તો આ સરળ અને સચોટ ઉપાયો અજમાવીને આપની મનોકામનાની પૂર્તિ કરી શકો છો.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Next Article