Vishnu temple of India : દેશના 5 પ્રખ્યાત વિષ્ણુ મંદિરો, જ્યાં દરેક ક્ષણે વરસે છે શ્રી હરિની કૃપા

|

Dec 15, 2022 | 5:00 PM

મહારાષ્ટ્રના પંઢરપુરમા આવેલ મંદિરમા ભગવાન વિઠોબાના સ્વરુપમા બિરાજમાન છે. આ મંદિરમા ભગવાન વિઠોબાની મૂર્તીની બાજુમા માતા લક્ષ્મીના સ્વરુપ માનવામા આવતા માતા રુકમણીની મૂર્તી ઉપસ્થિત છે.

Vishnu temple of India : દેશના 5 પ્રખ્યાત વિષ્ણુ મંદિરો, જ્યાં દરેક ક્ષણે વરસે છે શ્રી હરિની કૃપા
Vishnu temple of India: 5 famous Vishnu temples of the country, where Sri Harini's grace is showered every moment

Follow us on

હિન્દુ ધર્મમા ભગવાન વિષ્ણુને જગતના પાલનહાર માનવામા આવે છે. જેમના દર્શન માત્રથી પણ જીવનનુ સંપૂર્ણ સુખ પ્રાપ્તીનો અહેસાસ થાય છે. જાણો ભારતમા કયા મંદિરોમા ભગવાન વિષ્ણુ સાક્ષાત બિરાજમાન છે અને તેમની કૃપા હંમેશા તેમના ભક્તો પર બની રહે છે ?

1. બદ્રીનાથ મંદિર

ઉત્તરાખંડમા અલકનંદા નદીના તટ પર બિરાજમાન ભગવાન વિષ્ણુના આ સ્વરુપને બદ્રીનાથ નામે જાણીતુ છે. લોકવાયકા અનુસાર આ મંદિરનુ નિર્માણ આઠમી સદીમા આદિ શંકરાચાર્યએ કરાવ્યુ હતું. આ મંદિરમા ભગવાન બદ્રીનાથની મૂર્તી શાલિગ્રામ શિલામાંથી બનાવવામા આવી છે. આ મંદિરની બાજુમા એક તપ કુંડ આવેલો છે. જેમા દરેક મોસમમા ગરમ પાણી જોવા મળે છે.

2. ગયા પાસે ભગવાનના ચરણ દર્શન

ભગવાન વિષ્ણુના પદચિન્હ ધરાવતા આ મંદિર બિહારના ગયાના ફલ્ગુન નદીના કિનારે સ્થિત છે. આ મંદિરમા ભગવાન વિષ્ણુના પદચિન્હ સાક્ષાત દર્શન થાય છે. એવુ માનવામા આવે છે કે પ્રાચીન મંદિરનો જીણોદ્ધાર ઈન્દોરના મહારાની અહિલ્યા બાઈ દ્વારા કરવામા આવેલ છે. આ મંદિરમા બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. હિન્દુ ધર્મ અનુસાર આ સ્થળ પર પિતૃઓની શાંતિ માટે દેશ- વિદેશના લોકો પૂજા કરાવવા આવે છે.

લીલા સફરજન ખાવાથી થાય છે ગજબ ફાયદા, જાણી લો
પોસ્ટ ઓફિસમાં 2 લાખ રૂપિયાની FD પર કેટલું વ્યાજ મળશે? અહીંની સમજો ગણતરી
કોઈ પણ દવા વગર 1 કલાકમાં તાવ થઈ જશે ગાયબ, જુઓ Video
રેડ સાડીમાં સ્ટાઈલિશ લાગી રહી છે નતાશા સ્ટેનકોવિક, જુઓ ફોટો
ખાલી પેટ પલાળેલી કાળી કિસમિસને ખાવાથી જાણો શું થાય છે?
અંબાણી પરિવાર દિવાળી કેવી રીતે ઉજવે છે? જાણો

3. પંઢરપુરમા ભગવાન વિઠ્ઠલ સ્વરુપે બિરાજમાન

મહારાષ્ટ્રના પંઢરપુરમા ભગવાન વિઠ્ઠલનુ મંદિર આવેલુ છે. આ મંદિરમા ભગવાન વિઠોબાના સ્વરુપમા બિરાજમાન છે. આ મંદિરમા ભગવાન વિઠોબાની મૂર્તીની બાજુમા માતા લક્ષ્મીના સ્વરુપ માનવામા આવતા માતા રુકમણીની મૂર્તી ઉપસ્થિત છે. અષાઢ મહિનાની એકાદશીના દિવસે હજારોની સંખ્યામા હરિ ભક્તો ભગવાનના દર્શન કરવા માટે આવે છે. આ ભક્તોને વારી-વારકરી ના નામે ઓળખાય છે.

4. ચમત્કારોથી ભરેલું તિરુપતિ બાલાજી મંદિર

ભગવાન શ્રી હરીના સુપ્રસિદ્ધ મંદિરોમાંનું એક મંદિર દક્ષિણ ભારતમાં આવેલું છે. જ્યાં ભગવાન શ્રી વિષ્ણુની પૂજા શ્રી વેંકટેશ્વર સ્વામી અથવા ભગવાન તિરુપતિ બાલાજીના રૂપમાં કરવામાં આવે છે. ભગવાન શ્રી વિષ્ણુનું આ મંદિર આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લામાં તિરુમાલા પર્વત પર આવેલું છે. લોકોની માન્યતા છે કે આ મંદિરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ પર લાગેલા વાળ ક્યારેય ગુંચવાતા નથી ભગવાન બાલાજીની મૂર્તિને પરસેવો પણ આવે છે. ભગવાન વેંકટેશ્વેરના આ મંદિરમાં એક અખંડ દીવો પ્રજ્વલીત રહે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી વિષ્ણુના આ મંદિરમાંથી ક્યારેય કોઈ ભક્ત ખાલી હાથે પાછું ફરતું નથી, તેથી જ દેશ-વિદેશના લોકો અહીં ભગવાન બાલાજીના દર્શન કરવા આવે છે.

5. ભગવાન જગન્નાથ મંદિર

દેશના પ્રખ્યાત વિષ્ણુ મંદિરોમાં એક જગન્નાથ મંદિરનો પણ સમાવેશ થાય છે. ભગવાન શ્રી હરિના કૃષ્ણસ્વરૂપમાં ભગવાન શ્રી જગન્નાથનું પવિત્ર ધામ ઓડિશાના પુરી શહેરમાં આવેલું છે. તે હિન્દુ ધર્મના ચાર પવિત્ર સ્થાનોમાંથી એક છે. આ જ કારણ છે કે દરરોજ મોટી સંખ્યામાં લોકો અહીં ભગવાન વિષ્ણુના દર્શન અને પૂજા માટે આવે છે. ભગવાન શ્રી વિષ્ણુની અહીં શ્રી કૃષ્ણના રૂપમાં પૂજા કરવામાં આવે છે, તેમની સાથે તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની પણ પૂજા કરવામાં આવે છે. પુરીના આ પવિત્ર ધામમાં દર વર્ષે ભગવાન જગન્નાથની વિશાળ રથયાત્રા નીકળે છે અને તેમા દેશ-વિદેશના ભક્તો ભાગ લે છે.

 

Next Article