SBIએ 44 કરોડ ગ્રાહકને કર્યા એલર્ટ, મોબાઈલ પર મળે SMS તો ફટાફટ કરો આ કામ

|

Feb 27, 2021 | 6:09 PM

દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)એ તેના 44 કરોડથી વધુ ગ્રાહકોને યુપીઆઈ (UPI) ફ્રોડને લઈને ચેતવણી આપી છે.

SBIએ 44 કરોડ ગ્રાહકને કર્યા એલર્ટ, મોબાઈલ પર મળે SMS તો ફટાફટ કરો આ કામ
State Bank of India

Follow us on

દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)એ તેના 44 કરોડથી વધુ ગ્રાહકોને યુપીઆઈ (UPI) ફ્રોડને લઈને ચેતવણી આપી છે. SBIએ તેના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પરથી ગ્રાહકોને સાવચેત કર્યા છે. બેંકે કહ્યું છે કે, જો તમને UPI દ્વારા ખાતામાંથી પૈસા ડેબિટ થવાનો SMS એલર્ટ મળે છે. જે તમારા દ્વારા કરવામાં ના આવ્યો હોય તો એલર્ટ થઈ જાવ. આ સાથે જ SBIએ કહ્યું છે કે, બધા જ નિયમોનું પાલન કરો અને સતર્ક રહો.

 

આજનું રાશિફળ તારીખ : 26-12-2024
Fenugreek Seeds : પેટની ચરબીને 20 દિવસમાં ઓગાળી દેશે આ દાણા, દરરોજ સવારે આ રીતે કરો સેવન
Basi Roti Benefits: સવારના નાસ્તામાં વાસી રોટલી ખાવાના છે ચોંકાવનારા ફાયદા, જાણો
ઘરમાં પૈસા ન ટકવાના 4 મોટા કારણ કયા છે? જાણો
શું મોહમ્મદ સિરાજ ટીમ ઈન્ડિયાની બહાર થશે?
Turmeric Benefits : ઓશીકા નીચે હળદરનો ગાંઠિયો રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા

એસબીઆઈએ ટ્વીટ કરીને પોતાના લાખો ગ્રાહકોને સજાગ કર્યા છે. બેંકે કહ્યું કે, જો યુપીઆઈ ટ્રાન્ઝેક્શન તમારા દ્વારા કરવામાં આવ્યું નથી અને તમને પૈસાના ડેબિટિંગ માટે એસએમએસ મળે છે તો પહેલા યુપીઆઈ સેવા બંધ કરો. યુપીઆઈ સેવા બંધ થવા અંગે બેંકે માહિતી આપી છે.

 

 

જણાવી દઈએ કે ઓનલાઈન છેતરપિંડીના વધતા જતા મામલાને ધ્યાનમાં રાખીને SBI સમયાંતરે ગ્રાહકોને ચેતવણી આપે છે. અગાઉ બેંકે ઈન્સ્ટન્ટ લોન એપ્લિકેશન તરફ ગ્રાહકોને ચેતવણી આપી હતી. કોઈ પણ ત્વરિત લોન એપ્લિકેશનને ટાળો કે જે તમને કોઈ કાગળ વિના ફક્ત બે મિનિટમાં જ લોન આપવાનો દાવો કરે છે. ઘણીવાર લોકો આ રીતે લોન લે છે, પરંતુ તે પછી તેમને વિશાળ વ્યાજ દર ચૂકવવો પડે છે.

 

આ સાથે જ UPI સર્વિસ બંધ કરવાની ટિપ્સ બતાવી છે. ગ્રાહક ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800111109 પર કોલ કરી UPI સર્વિસ બંધ કરી શકો છો અથવા તો આઈવીઆર નંબર 1800-425-3800/1800-11-2211 ઉપર પણ કોલ કરી શકો છો. આ સિવાય https://cms.onlinesbi.sbi.com/cms/ પર તમારી ફરિયાદ નોંધાવી શકો છો તો 9223008333 નંબર ઉપર SMS કરી શકો છો.

 

આ પણ વાંચો: ભારતમાં પિંક બોલ ડે નાઈટ ટેસ્ટ મેચોના ભાવી પર પ્રશ્નાર્થ સર્જાઈ શકે છે, BCCI સમક્ષ અનુરોધ

Next Article