PNB ડોરસ્ટેપ બેંકિંગ દ્વારા Pensioners નું નિઃશુલ્ક Life Certificate સબમિટ કરશે, આ રીતે લઈ શકાશે યોજનાનો લાભ

પંજાબ નેશનલ બેંકે કહ્યું છે કે તમે તેની ડોરસ્ટેપ બેંકિંગ સેવા દ્વારા જીવન પ્રમાણપત્ર નિઃશુલ્ક સબમિટ કરી શકો છો. આ સુવિધા 1 ઓક્ટોબર, 2022 થી 31 જાન્યુઆરી 2023 સુધી ઉપલબ્ધ રહેશે. પંજાબ નેશનલ બેંકે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

PNB ડોરસ્ટેપ બેંકિંગ દ્વારા Pensioners નું નિઃશુલ્ક Life Certificate સબમિટ કરશે, આ રીતે લઈ શકાશે યોજનાનો લાભ
| Edited By: | Updated on: Nov 05, 2022 | 12:40 PM

દેશભરના લાખ્ખો પેન્શનર માટે મહત્વના સમાચાર છે. નવેમ્બર મહિનો શરૂ થઇ ગયો છે.  દેશભરના કરોડો પેન્શનરોએ આ મહિને તેમનું વાર્ષિક જીવન પ્રમાણપત્ર એટલે કે લાઈફ સારીટીફિકેટ સબમિટ કરવું પડશે. જો કે, એમ્પ્લોયી પેન્શન સ્કીમના પેન્શનર માટે એક રાહત છે કે તે એક વર્ષમાં ગમે ત્યારે પોતાનું જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે. તમે જીવન પ્રમાણપત્ર ઘણી રીતે સબમિટ કરો છો. તમે ટ્રેઝરી, બેંક શાખા, કોમન સર્વિસ સેન્ટર અને પોસ્ટ ઓફિસની મુલાકાત લઈને જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકો છો. પેન્શનરો સરકારી માલિકીની પંજાબ નેશનલ બેંક  સહિત 12 બેંકોની ડોરસ્ટેપ બેંકિંગ સેવા દ્વારા ડિજિટલ જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે. ઘણી બેંકોએ ડોર સ્ટેપ સર્વિસ માટે ફી ચૂકવવી પડે છે.

 

 

PNB ડોરસ્ટેપ બેંકિંગ દ્વારા મફતમાં જીવન પ્રમાણપત્ર સબમિટ કરો

પંજાબ નેશનલ બેંકે કહ્યું છે કે તમે તેની ડોરસ્ટેપ બેંકિંગ સેવા દ્વારા જીવન પ્રમાણપત્ર નિઃશુલ્ક સબમિટ કરી શકો છો. આ સુવિધા 1 ઓક્ટોબર, 2022 થી 31 જાન્યુઆરી 2023 સુધી ઉપલબ્ધ રહેશે. પંજાબ નેશનલ બેંકે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

ડોરસ્ટેપ બેંકિંગ શું છે?

જેમની પાસે સમય નથી અથવા ક્યાંય બહાર જવા માટે અસમર્થ છે તેમના માટે ડોરસ્ટેપ બેંકિંગ વધુ મહત્વપૂર્ણ છે. ડોરસ્ટેપ બેંકિંગ એ એક એવી પહેલ જેના દ્વારા તેઓ મોટાભાગના ગ્રાહકોને બેંકિંગ વ્યવહાર સેવાઓ પૂરી પાડે છે. આ ડોરસ્ટેપ બેંકિંગ સેવા એજન્ટો દ્વારા આપવામાં આવે છે જે લોકોને તેમના ઘરે જઈને બેંકિંગ સેવા પૂરી પાડે છે. જેમાં તેઓ વિવિધ નાણાકીય અને બિન નાણાકીય સેવાઓ પ્રદાન કરે છે.

ઓનલાઈન વિકલ્પ ઉપલબ્ધ

પેન્શનરોએ તેમનું જીવન પ્રમાણપત્ર બનાવવા માટે બ્રાન્ચમાં જાતે જવાની જરૂર નથી. જીવન પ્રમાણપત્ર પોતે પણ ઓનલાઈન જનરેટ કરી શકાય છે. તમે કેન્દ્ર સરકારના જીવન પ્રમાણપત્ર પોર્ટલ https://jeevanpramaan.gov.in/ પરથી ડિજિટલ રીતે જીવન પ્રમાણપત્ર જનરેટ કરી શકો છો. આધાર આધારિત પ્રમાણીકરણ દ્વારા ડિજિટલ પ્રમાણપત્ર જનરેટ કરી શકાય છે.

 

Published On - 12:39 pm, Sat, 5 November 22