Children’s Bank Account : જો તમે તમારા બાળકોનું બેંકમાં ખાતું ખોલાવવા જઈ રહ્યા છો? તો આ બાબતોનું રાખજો ધ્યાન,વાંચો વિગતવાર અહેવાલ

મોટાભાગની બેંકોમાં સગીરો માટે બે પ્રકારના ખાતા હોય છે. એક દસ વર્ષથી નીચેના બાળકો માટે અને બીજી 10 થી 18 વર્ષની વયના બાળકો માટે અલગ અલગ નિયમ છે. મોટી વાત એ છે કે જો બાળક 10 વર્ષથી નાનું હોય તો માતાપિતાએ તેની સાથે સંયુક્ત રીતે ઓપરેશન કરવું પડશે.

Childrens Bank Account : જો તમે તમારા બાળકોનું બેંકમાં ખાતું ખોલાવવા જઈ રહ્યા છો? તો આ બાબતોનું રાખજો ધ્યાન,વાંચો વિગતવાર અહેવાલ
Children's Bank Account
| Edited By: | Updated on: Jan 28, 2023 | 12:27 PM

આજના સમયમાં નાણાકીય સેવાઓ હવે એક વય જૂથ સુધી મર્યાદિત નથી. એક સગીર પણ સરળતાથી પોતાનું બેંક એકાઉન્ટ રાખી શકે છે અને ઓપરેટ કરી શકે છે. વર્ષ 2014 થી આરબીઆઈ દ્વારા 10 વર્ષથી વધુ ઉંમરના બાળકોને આ સુવિધા આપવામાં આવી છે ત્યારબાદ બાળકો માટે ખાતું ખોલવું ખૂબ જ સરળ બની ગયું છે. બાળકો માટે ICICI બેંક યંગ સ્ટાર્સ એકાઉન્ટ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પહેલા કદમ અને પહેલી ઉડાન, HDFC બેંક કિડ્સ એડવાન્ટેજ અને યુનિયન બેંક ઓફ ઈન્ડિયા યુવા બેંકિંગ એકાઉન્ટ યોજના પ્રદાન કરે છે.જોકે સગીરોનું ખાતું ખોલાવતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આ બાબતે અમે આ અહેવાલમાં અગત્યની માહિતી જણાવવા જઈ રહ્યા છીએ.

બાળકની ઉંમર

મોટાભાગની બેંકોમાં સગીરો માટે બે પ્રકારના ખાતા હોય છે. એક દસ વર્ષથી નીચેના બાળકો માટે અને બીજી 10 થી 18 વર્ષની વયના બાળકો માટે અલગ અલગ નિયમ છે. મોટી વાત એ છે કે જો બાળક 10 વર્ષથી નાનું હોય તો માતાપિતાએ તેની સાથે સંયુક્ત રીતે ઓપરેશન કરવું પડશે.

મિનિમમ બેલેન્સ અને બેંકિંગ સુવિધાઓ

બેંકો પણ સગીરોને તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડે છે. મોટાભાગની બેંકોમાં લઘુત્તમ બેલેન્સની મર્યાદા રૂ. 2500 થી રૂ. 5000 સુધીની છે. આ ઉપરાંત આ ખાતાઓ પર તમામ પ્રકારની બેંકિંગ સુવિધાઓ પ્રદાન કરવામાં આવે છે જેમાં ચેકબુક, ઇન્ટરનેટ બેંકિંગ અને એટીએમનો સમાવેશ થાય છે.

ડેબિટ કાર્ડ

કેટલીક બેંકો ફોટોગ્રાફ્સ સાથે ડેબિટ કાર્ડ ઈશ્યું કરે છે જ્યારે કેટલીક બેંકો કાર્ડ પર માતાપિતા અથવા બાળકનું નામ હોઈ શકે છે. ખાતરી કરો કે ખાતા પર SMS ચેતવણી સુવિધા એક્ટિવ છે જેથી વ્યવહારો વિશેની માહિતી તરત જ પ્રાપ્ત થાય છે. બાળકને સુરક્ષિત રીતે પૈસા કેવી રીતે ઉપાડવા તે બતાવવા માટે તેને ATM પર પણ લઈ જાઓ.

ખર્ચ મર્યાદા

સગીર ખાતા સાથે ખર્ચ મર્યાદા પણ જોડાયેલ છે. જો કે તે બેંક પર નિર્ભર છે. બેંક દ્વારા આપવામાં આવેલી મર્યાદા મુજબ તમે 1000 રૂપિયા, 2500 રૂપિયા અને 5000 રૂપિયા સુધી મેળવી શકો છો. તમે બેંકમાંથી એક નાણાકીય વર્ષમાં માતાપિતાની સંમતિ વિના 50,000 રૂપિયા અને સંમતિ સાથે 2 લાખ રૂપિયા ઉપાડી શકો છો.