
વર્ષનો 10મો મહિનો એટલે કે ઓક્ટોબર મહિનો પૂરો થવામાં અને નવેમ્બર મહિનાની શરૂઆત થવામાં ગણતરીના દિવસ બાકી છે. જો તમે નવેમ્બર મહિનામાં બેંક(Bank) સાથે સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે નવેમ્બરમાં બેંક હોલીડેની યાદી(Bank Holidays in November 2022) ચોક્કસપણે તપાસવી જોઈએ. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર મહિનાના અંતિમ પખવાડિયામાં દશેરા અને દિવાળી જેવા મોટા તહેવાર હતા. દિવાળી દરમયાન ઘણા દિવસ વેપારી પ્રવૃત્તિઓ અને બેંક પણ બંધ રહી હતી. નવેમ્બરમાં લોકો પેન્ડિંગ કામ પટાવવાને પ્રાધાન્ય આપશે.
તમને જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંક લોકોની સુવિધા માટે દર મહિને બેંક હોલીડે લિસ્ટની યાદી બહાર પાડે છે. તમે કેન્દ્રીય બેંક આરબીઆઈની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને આ યાદી ચકાસી શકો છો. જો તમારે બેંકમાં મહત્વપૂર્ણ કામ કરવાનું હોય તો તમારે પહેલા જ પતાવટ કરી લેવું જોઈએ. આ સાથે તમે નેટ બેન્કિંગ, એટીએમ, ડિજિટલ પેમેન્ટ દ્વારા પણ તમારું કામ કરી શકો છો.
ઘણી વખત લોકોને ખબર હોતી નથી કે મહિનામાં કયા દિવસે બેંક બંધ રહે છે. આ માહિતીના અભાવે તે બેંક સુધી પહોંચે છે અને તેનું મહત્વનું કામ અટકી જાય છે. આવી સ્થિતિમાં, જો તમે આ સમસ્યાથી બચવા માંગો છો, તો જાણી લો કે નવેમ્બર મહિનામાં બેંક કુલ 10 દિવસ માટે બંધ રહેવાની છે.
ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને બેંકોમાં રજા હોય તેવા દિવસોમાં ઓનલાઈન બેંકિંગ સુવિધા ચાલુ રહે છે. આ સાથે બેંક ગ્રાહકો માટે એટીએમની સેવા પણ પહેલાની જેમ ચાલુ રહે છે જેથી તેમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે. હાલના સમયમાં મોટાભાગના કામ ઓનલાઇન થઇ શકે છે.