Bank Holidays in June 2022 : આ યાદી તપાસીને બેંકના કામનું પ્લાનિંગ કરો નહીંતર ધરમ ધક્કો ખાવો પડશે

|

Jun 01, 2022 | 8:05 AM

જે બેંક ગ્રાહકોએ બેંકને લગતું કામ પૂર્ણ કરવાનું છે તે લોકોએ ચાલુ મહિનામાં રજાઓની યાદી તપાસવી જોઈએ. દર વર્ષે ભારતીય રિઝર્વ બેંક (RBI) ભારતીય બેંકોની બેંક હોલીડે લિસ્ટ (Bank Holiday List)બહાર પાડે છે. આ સાથે ગ્રાહકોને અગાઉથી અપડેટ મળી જાય છે કે કયા દિવસે બેંકો બંધ રહેશે

Bank Holidays in June 2022 : આ યાદી તપાસીને બેંકના કામનું પ્લાનિંગ કરો નહીંતર ધરમ ધક્કો ખાવો પડશે
Bank Holidays in June 2022

Follow us on

Bank Holidays in June 2022 : આજે બુધવારથી જૂન મહિનો શરૂ થયો છે. જૂનમાં દેશની તમામ સરકારી અને ખાનગી બેંકો 8 દિવસ માટે બંધ(Bank Holidays) રહેશે. આ બેંક રજાઓમાં 6 સાપ્તાહિક રજાઓનો સમાવેશ થાય છે જ્યારે પ્રાદેશિક તહેવારો નિમિત્તે બે દિવસની રજાઓ બંધ રહેશે જોકે આ બે રજાઓ સ્થાનિક છે જે દરેક રાજ્યમાં લાગુ પડશે નહિ. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (Reserve Bank of India)ની વેબસાઈટ પરથી પ્રાપ્ત માહિતી અનુસાર જૂન શરૂ થતાની સાથે જ બેંકો બીજી તારીખે શિમલામાં  બંધ રહેશે.  જો તમારું બેંકમાં કોઈ મહત્વપૂર્ણ કામ હોય તો તેને યાદી તપાસી પ્લાન કરવું જોઈએ . તમને જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંક દેશની તમામ બેંકો માટે પોલિસી અને રજાઓ બંને નક્કી કરે છે.

RBI એ રજાઓને ત્રણ કેટેગરીમાં વહેંચી છે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ બેંક હોલીડે લિસ્ટને ત્રણ કેટેગરીમાં વિભાજિત કર્યું છે. આમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ, રીઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ હોલીડે અને બેંકો દ્વારા ખાતા બંધ કરવાનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય રજાઓ ઉપરાંત, કેટલીક રાજ્ય-વિશિષ્ટ રજાઓ છે જેમાં તમામ રવિવાર તેમજ મહિનાના બીજા અને ચોથા શનિવારનો સમાવેશ થાય છે.

બેંકો કયા દિવસે બંધ રહેશે

જૂન 2022 માં, દેશની તમામ બેંકો રવિવારના કારણે 5, 12, 19 અને 26 જૂને બંધ રહેશે. જ્યારે 11 અને 25 જૂને મહિનાના બીજા અને ચોથા શનિવારના કારણે દેશની તમામ બેંકો બંધ રહેશે. આ સિવાય શિમલા, મિઝોરમ, ભુવનેશ્વર, જમ્મુ અને કાશ્મીરમાં બેંકો સ્થાનિક તહેવારોના કારણે બંધ રહેશે. જોકે ગુજરાત ,દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ, બેંગ્લોર, લખનૌ, પટના, રાંચી, ચંદીગઢ, જયપુર, રાયપુર, મણિપુર, અરુણાચલ પ્રદેશ, આસામ, ત્રિપુરામાં બેંકો માત્ર 6 દિવસ માટે બંધ રહેશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

જે બેંક ગ્રાહકોએ બેંકને લગતું કામ પૂર્ણ કરવાનું છે તે લોકોએ ચાલુ મહિનામાં રજાઓની યાદી તપાસવી જોઈએ. દર વર્ષે ભારતીય રિઝર્વ બેંક (RBI) ભારતીય બેંકોની બેંક હોલીડે લિસ્ટ (Bank Holiday List)બહાર પાડે છે. આ સાથે ગ્રાહકોને અગાઉથી અપડેટ મળી જાય છે કે કયા દિવસે બેંકો બંધ રહેશે અને કયા દિવસે ખુલ્લી રહેશે તેની યાદી તપાસીએ.

જૂન 2022 માં બેંક રજાઓ(Bank Holidays in June 2022) નીચે મુજબ છે

  • 2 જૂન  – મહારાણા પ્રતાપ જયંતિ (શિમલા)
  • 5 જૂન  – રવિવાર
  • જૂન 11 – બીજો શનિવાર
  • 12 જૂન – રવિવાર
  • 15 જૂન – YMA દિવસ, ગુરુ હરગોવિંદ જયંતિ, રાજ સંક્રાંતિ (મિઝોરમ, ભુવનેશ્વર, જમ્મુ અને કાશ્મીર)
  • 19 જૂન – રવિવાર
  • 25 જૂન – ચોથો શનિવાર
  • 26 જૂન – રવિવાર
Next Article