
Bank Holidays in April 2023: આજે સોમવારે નવા નાણાકીય વર્ષ અને એપ્રિલ મહિનાના પહેલા કાર્યકારી દિવસની શરૂઆત થઇ છે. નાણાકીય વર્ષ બદલાવ સાથે નાણાકીય વર્ષ 2023-24 ની શરૂઆત થી છે આ ઉપરાંત હવે એવા ઘણા ફેરફારો લાગુ થઇ રહ્યા છે જેની સીધી અસર સામાન્ય લોકોથી લઈ ધનકુબેરો સુધી તમામના જીવન અને ખિસ્સા પર પડશે. એપ્રિલ મહિનામાં ઘણા દિવસ બેંકોમાં રજાઓ હોય છે. મહાવીર જયંતિ, ગુડ ફ્રાઈડે, આંબેડકર જયંતિ વગેરે જેવા અનેક તહેવારો આવે છે. આવી સ્થિતિમાં જો તમારે આ મહિનામાં બેંક સાથે સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવું હોય તો તમારે એપ્રિલમાં બેંકની રજાઓની યાદી તપાસી બાદમાં કામનું પ્લાનિંગ કરવું છે.
આ પણ વાંચો : Global Market : શેરબજારમાં નવા નાણાકીય વર્ષના તેજી સાથે શ્રીગણેશ થવાના સંકેત, વૈશ્વિક બજારોમાં મજબૂત કારોબાર નોંધાયો
એપ્રિલ મહિનામાં વિવિધ તહેવારો, જન્મજયંતિ અને શનિવાર-રવિવારની રજાઓ સહિત કુલ 15 દિવસ બેંકો બંધ રહેશે.આ રજાઓ તમામ સ્થળે એકસાથે રહેશે નહીં. એપ્રિલ મહિનામાં મહાવીર જયંતિ, ગુડ ફ્રાઈડે, આંબેડકર જયંતિ વગેરે જેવા અનેક તહેવારો અને વર્ષગાંઠોને કારણે બેંકો ઘણા દિવસો સુધી બંધ રહેશે. જો તમારે આગામી મહિનામાં બેંકમાં ચેક જમા કરાવવો, ઉપાડ વગેરે જેવા મહત્વના કામો હાથ ધરવાના હોય તો આરબીઆઈની આ યાદી તપાસી બેંકમાં જવું જોઈએ.
બેંકોમાં રજાઓ છતાં નેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ જેવી ઓનલાઈન સુવિધાઓ રજાના દિવસોમાં પણ યથાવત રહે છે. આ સ્થિતિમાં ગ્રાહકોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 8:07 am, Mon, 3 April 23