Cheap Bike Deal : TVS Sport બાઈક ગુજરાત કરતાં આ રાજ્યમાં મળી રહ્યું છે સસ્તું

આજના સમયમાં મોંઘવારીના કારણે બાઈકની કિંમતો પણ વધારો થયો છે. તેથી મધ્યમ વર્ગના લોકો માટે નવું બાઈક ખરીદવું મુશ્કેલ બની જતું હોય છે, ત્યારે આજે અમે તમને જણાવીશું કે જો તમે TVS Sport બાઈક ખરીદવા માંગો છો, તો આ બાઈક તમને ગુજરાત કરતા આ રાજ્યમાં સસ્તું મળશે.

Cheap Bike Deal : TVS Sport બાઈક ગુજરાત કરતાં આ રાજ્યમાં મળી રહ્યું છે સસ્તું
TVS Sport
| Edited By: | Updated on: Sep 28, 2023 | 10:38 PM

Cheap Bike Deal : નવું બાઈક (Bike) ખરીદતા પહેલા લોકોના મનમાં તેની કિંમતને લઈને સવાલો ઉભા થતા હોય છે. આજના સમયમાં મોંઘવારીના કારણે બાઈકની કિંમતો પણ વધારો થયો છે. તેથી મધ્યમ વર્ગના લોકો માટે નવું બાઈક ખરીદવું મુશ્કેલ બની જતું હોય છે, ત્યારે આજે અમે તમને જણાવીશું કે જો તમે TVS Sport બાઈક ખરીદવા માંગો છો, તો આ બાઈક તમને ગુજરાત કરતા મધ્યપ્રદેશમાં સસ્તું મળશે.

આ પણ વાંચો Cheap Car Deal : Mahindra Bolero કાર મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં મળી રહી છે સસ્તી, જાણો કેટલો થશે ફાયદો

જો તમે TVS Sport બાઈક ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ બાઈક તમને ગુજરાતની સરખામણીએ મધ્યપ્રદેશમાં સસ્તું મળશે. તેથી ગુજરાતના લોકો માટે આ બાઈક તેમના પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાંથી ખરીદવું ફાયદાકારક છે. કારણ કે TVS Sport બાઈકને ગુજરાત કરતા મધ્યપ્રદેશમાંથી ખરીદવાથી તમને આ બાઈક પર રૂપિયા 8 હજાર સુધીનો ફાયદો થશે.

TVS Sport બાઈકની ગુજરાતના વડોદરામાં ઓન રોડ પ્રાઇસ

TVS Sport બાઈકની મધ્યપ્રદેશના રતલામમાં ઓન રોડ પ્રાઇસ

TVS Sport બાઈકને મધ્યપ્રદેશમાંથી ખરીદવાથી થશે ફાયદો

જો તમે TVS Sport બાઈક ખરીદવા માંગો છો, તો આ બાઈક ગુજરાત કરતાં મધ્યપ્રદેશમાં સસ્તું મળી રહ્યું છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે મધ્યપ્રદેશના રતલામમાં TVS Sport (kick start)ની ઓન રોડ પ્રાઇસ 63,216 રૂપિયા છે. તો આ જ બાઈક ગુજરાતના વડોદરામાં પ્રાઈસ 71,228 રૂપિયા છે. તેથી આ બાઈક જો તમે મધ્યપ્રદેશમાંથી ખરીદશો તો તમને 8012 રૂપિયાનો ફાયદો થશે.

આ જ રીતે જો તમે TVS Sportના (self start)ને ગુજરાત કરતા મધ્યપ્રદેશમાંથી ખરીદશો તો તમને 5 હાજર રૂપિયાનો ફાયદો થશે. કારણ કે ગુજરાતના વડોદરામાં આ વેરિયન્ટની ઓન રોડ પ્રાઈસ 79,999 રૂપિયા છે, તો મધ્યપ્રદેશના રતલામમાં તેની કિંમત 74,237 રૂપિયા છે. તેથી આ બાઈક મધ્યપ્રદેશમાંથી ખરીદવાથી તમને રૂ.5,762નો ફાયદો થશે.

ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો